એલન મસ્ક જલદી બનશે ટ્વિટરના નવા માલિક! ફાઇનલ થઇ ગઇ સવા ત્રણ લાખ કરોડ રૂપિયાની ડીલ

ટ્વિટર કોઇપણ સમયે 43 બિલિયન ડોલર એટલે કે ભારતીય રૂપિયામાં લગભગ સવા ત્રણ લાખ કરોડ રૂપિયાના આ સોદાને લીલી ઝંડી બતાવી શકે છે. એલન મસ્ક પહેલાં જ કહી ચૂક્યા છે કે તેમણે ટ્વિટરરને ખરીદવા માટે 46.5 અરબ ડોલર ફંડિંગની વ્યવસ્થા કરી લીધી છે. 
 
એલન મસ્ક જલદી બનશે ટ્વિટરના નવા માલિક! ફાઇનલ થઇ ગઇ સવા ત્રણ લાખ કરોડ રૂપિયાની ડીલ

Twitter-Elon Musk Deal: અમેરિકન અરબપતિ અને ટેસ્લા કંપનીના માલિક એલન મસ્ક જલદી જ માઇક્રોબ્લોગિંગ ટ્વિટરના નવા માલિક બની શકે છે. મસ્કે ટ્વિટરના એક શેરના બદલામાં 54.20 ડોલર એટલે કે લગભગ 4152 રૂપિયા કેશની બોલી લગાવી હતી. રોયટર્સના રિપોર્ટ અનુસાર ટ્વિટરના બોર્ડે મસ્કની આ ઓફરને મંજૂર કરી દીધી છે. એલન મસ્ક અથવા ટ્વિટરે અત્યાર સુધી આ સોદાની સત્તાવાર પુષ્ટિ કરી નથી. 

સવા ત્રણ લાખ કરોડ રૂપિયાનો સોદો
ટ્વિટર કોઇપણ સમયે 43 બિલિયન ડોલર એટલે કે ભારતીય રૂપિયામાં લગભગ સવા ત્રણ લાખ કરોડ રૂપિયાના આ સોદાને લીલી ઝંડી બતાવી શકે છે. એલન મસ્ક પહેલાં જ કહી ચૂક્યા છે કે તેમણે ટ્વિટરરને ખરીદવા માટે 46.5 અરબ ડોલર ફંડિંગની વ્યવસ્થા કરી લીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news