એનર્જી કંપનીના શેર પર રોકાણકારો તૂટી પડ્યા, 2 વર્ષમાં આપ્યું 146 ટકા વળતર

Sterling and Wilson Shares: ઈન્વેસ્ટરોમાં આ શેર ખરીદવાની હોડ ત્યારે લાગી ગઈ, જ્યારે તે જાણવા મળ્યું કે કંપનીને 328 કરોડ રૂપિયાને બે ઓર્ડર મળ્યા છે. 

એનર્જી કંપનીના શેર પર રોકાણકારો તૂટી પડ્યા,  2 વર્ષમાં આપ્યું 146 ટકા વળતર

નવી દિલ્હીઃ એનર્જી કંપની સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યુએબલ એનર્જી લિમિટેડ (Sterling & Wilson) ના શેરમાં કાલે 5 ટકાની અપર સર્કિટ લાગી હતી. આ શેરને ખરીદવા માટે લૂટ મચી છે, જ્યારે ઈન્વેસ્ટરોને ખબર છે કે એનર્જી કંપનીને 328 કરોડ રૂપિયાના બે ઓર્ડર મળ્યા છે. કારોબાર દરમિયાન બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર શેર 5 ટકા વધી 689.60 રૂપિયાના ઈન્ટ્રા-ડે હાઈ પર પહોંચી ગયા હતા. 

જો આ શેરના ઈતિહાસ પર નજર કરીએ તો આ કંપનીના સ્ટોકે છેલ્લા એક વર્ષમાં શેરધારકોને 90 ટકાનું રિટર્ન આપ્યું છે. એક સપ્તાહમાં શેરમાં 7 ટકા અને 6 મહિનામાં 20 ટકા ઉપર ગયો છે. વર્ષ 2024માં અત્યાર સુધી એનર્જી કંપનીના શેરમાં આશરે 55 ટકાની તેજી આવી છે. છેલ્લા બે વર્ષમાં કંપનીના શેરની કિંમતમાં 145 ટકાનો વધારો થયો છે. 

52 વીકનું હાઈ લેવલ 828 રૂપિયા
કંપનીનું માર્કેટ કેપ 15,979.86 કરોડ રૂપિયા છે. કંપનીનો 52 વીક હાઈ લેવલ 828 રૂપિયા છે, જ્યારે 52 વીકનું લો લેવલ 253.45 રૂપિયા છે. 

પ્રથમ ક્વાર્ટરમાં 4.83 કરોડ રૂપિયા રહ્યો કંસોલિડેટેડ નેટ પ્રોફિટ
સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યુએબલ એનર્જીએ નાણાકીય વર્ષ 2025ના એપ્રિલ-જૂન ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં છે. કંપનીનો કંસોલિડેટેડ નેટ પ્રોફિટ ક્વાર્ટર દરમિયાન 4.83 કરોડ રૂપિયા રહ્યો. પાછલા વર્ષે આ ક્વાર્ટરમાં 95.32 કરોડ રૂપિયાની કંસોલિડેટેડ ખોટ નોંધાય હતી. 

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news