FY19માં સિટી નેટવર્કનું જબરદસ્ત પર્ફોમન્સ
એસ્સેલ ગ્રુપની કંપની SITI Networks Limited ભારતમાં 580 કરતા વધારે લોકેશન પર ઉપલબ્ધ છે. હાલમાં કંપનીએ Q4FY19 અને FY19નું ઓડિટ કરેલું ફાઇનાન્શિયલ રિઝલ્ટ જાહેર કર્યું છે. આ રિઝલ્ટમાં કંપનીનું જબરદસ્ત પર્ફોમન્સ જોવા મળ્યું છે.
Trending Photos
નવી દિલ્હી : એસ્સેલ ગ્રુપની કંપની SITI Networks Limited ભારતમાં 580 કરતા વધારે લોકેશન પર ઉપલબ્ધ છે. હાલમાં કંપનીએ Q4FY19 અને FY19નું ઓડિટ કરેલું ફાઇનાન્શિયલ રિઝલ્ટ જાહેર કર્યું છે. આ રિઝલ્ટમાં કંપનીનું જબરદસ્ત પર્ફોમન્સ જોવા મળ્યું છે.
આ રિપોર્ટ પ્રમાણે SITIના Operating EBITDAમાં બે ગણો વધારો થયો છે અને એ 3,001 મિલિયન રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ સિવાય FY19માં સબસ્ક્રિપ્શન રેવન્યુ 19 ટકા વધીને 9,537 મિલિયન રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ રિપોર્ટ વિશે SITI Networks Limitedના રાકેશ સેઠીએ આપેલી માહિતી પ્રમાણે “SITI Networks સતત વિકાસ સાધી રહ્યું છે અને સબસ્ક્રિપ્શન રેવન્યુમાં 19%નો વધારો નોંધાયો છે. વાજબી દર અને શ્રેષ્ઠ મોનિટાઇઝેશન પર ધ્યાન કેન્દ્રિત કરવાથી અમે Operating EBITDAને 3,001 મિલિયન રૂપિયા સુધી પહોંચાડી શક્યા છીએ જે લગભગ બે ગણો વધારો છે.”
SITI Networks Limited પહેલાં SITI Cable Network Limited તરીકે ઓળખાતું હતું. આ સંસ્થા Essel Groupનો હિસ્સો છે. Essel Group ભારતની અગ્રગણ્ય બિઝનેસ હાઉસ છે જે મીડિયા, પેકેજિંગ, એન્ટરટેઇનમેન્ટ, ટેકનોલોજીકલ સર્વિસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને એજ્યુકેશનના ક્ષેત્રમાં કામ કરે છે. SITI Networks Limited ભારતની સૌથી મોટી મલ્ટી સિસ્ટમ ઓપરેટર (MSO) છે. SITI Networks એનાલોગ અને ડિજિટલ મોડમાં સર્વિસ આપે છે. આ સાથે વીડિયો ઓન ડિમાન્ડ, પે પર વ્યુ, ઓવર ધ ટોપ કન્ટેન્ટ (OTT), ઇલેકટ્રોનિક પ્રોગ્રામિંગ ગાઇડ (EPG) અને ગેમિંગ થ્રુ અ સેટ ટોપ બોક્સ (STB) જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આ તમામ પ્રોડક્ટ SITI બ્રાન્ડ હેઠળ આપવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે