GST rate: આજથી GSTના નવા દર લાગૂ, જાણો કઈ વસ્તુ મોંઘી થઈ અને કઈ વસ્તુ મળશે સસ્તી
દેશભરમાં આજથી ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ (GST) માં ફેરફાર લાગૂ થયા છે. જેની સીધી અસર સામાન્ય માણસ પર પડશે. નવા દર લાગૂ થવાથી અનેક ઉત્પાદનો આજથી મોંઘા થઈ ગયા છે.
Trending Photos
દેશભરમાં આજથી ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ (GST) માં ફેરફાર લાગૂ થયા છે. જેની સીધી અસર સામાન્ય માણસ પર પડશે. નવા દર લાગૂ થવાથી અનેક ઉત્પાદનો આજથી મોંઘા થઈ ગયા છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની છેલ્લી બેઠકમાં ડબ્બા કે પેકેજ્ડ તથા લેબલયુક્ત (ફ્રોઝન બાદ કરતા) માછલી, દહીં, પનીર, લસ્સી, મધ, ડ્રાય મખના, ડ્રાય સોયાબીન, મટર જેવા ઉત્પાદનો, ઘઉ અને અન્ય અનાજ તથા મમરા પર 5 ટકા જીએસટી લગાવવાનો નિર્ણય લીધો હતો. જો કે ખુલ્લામાં વેચાતા બ્રાન્ડ વગરના ઉત્પાદનો પર જીએસટી છૂટ ચાલુ રહેશે.
નાણા મંત્રાલયે આજે પ્રી પેકેજ્ડ અને લેબલવાળા ઉત્પાદનો પર જીએસટી રેટ અંગે એક FAQ પણ બહાર પાડ્યું છે. જેમાં જે સવાલો ઉઠી રહ્યા છે તેના જવાબ આપ્યા છે.
The changes relating to GST rate, in pursuance of recommendations made by the @GST_Council in its 47th meeting, came into effect from today, 18th of July, 2022.
Here is the FAQ regarding the GST levy on ‘pre-packaged and labelled’ goods 👇
Read more ➡️ https://t.co/5mHCh9PFyX pic.twitter.com/s3Yfj5QVev
— Ministry of Finance (@FinMinIndia) July 18, 2022
શું- શું મોંઘુ થયું
- પહેલેથી પેક અને લેબલવાળા ખાદ્ય પદાર્થ જેમ કે લોટ, પનીર, લસ્સી, અને દહીં મોંઘા થશે. મધ, ડ્રાય મખના, ડ્રાય સોયાબીન, મટર જેવા ઉત્પાદનો, ઘઉં અને અન્ય અનાજ તથા મમરા પણ મોંઘા થશે. પ્રી પેકેજ્ડ, લેબલવાળું દહીં, લસ્સી, અને પનીર પર 5 ટકા જીએસટી લાગશે. ચોખા, મધ, અનાજ, માંસ, માછલી સામેલ છે.
- ટ્રેટા પેક અને બેંક તરફથી ચેક જારી કરવા પર 18 ટકા અને એટલાસ સહિત નક્શા તથા ચાર્ટ પર 12 ટકા જીએસટી લાગશે.
- 'પ્રિન્ટિંગ/ડ્રાઈંગ ઈંક', ધારદાર ચાકૂ, કાગળ કાપવા માટેનું ચાકૂ તથા પેન્સિલ શાર્પનર, એલઈડી લેમ્પ, ડ્રાઈંગ અને માર્કિંગ કરનારા ઉત્પાદનો પર ટેક્સ દર વધારીને 18 ટકા કરાયો છે. સોલર વોટર હીટર પર હવે 12 ટકા જીએસટી લાગશે. જ્યારે પહેલા 5 ટકા હતો.
- 5000 રૂપિયા કરતા વધુ ભાડાવાળી હોસ્પિટલના રૂમ ઉપર પણ જીએસટી લાગશે. આ ઉપરાંત 1000 રૂપિયા કરતા ઓછા ભાડાવાળા હોટલના રૂમ પર 12 ટકા જીએસટી લગાવવાની વાત કરાઈ છે.
- બાગડોગરાથી પૂર્વોત્તર રાજ્યો સુધીની હવાઈ મુસાફરી પર જીએસટી છૂટ હવે ઈકોનોમી કેટેગરી સુધીના મુસાફરોને જ મળશે.
- એલઈડી લાઈટ્સ, એલઈડી લેમ્પ પર 18 ટકા જીએસટી લાગશે જે પહેલા નહતો લાગતો.
- બ્લેડ, પેપર કટ કરવાની કાતર, પેન્સિલ, સંચો, કાંટાવાળા ચમચા, ચમચા, સ્કિમર્સ અને કેક સર્વર્સ વગેરે પર પહેલા 12 ટકા જીએસટી લાગતો હતો. જે હવે 18 ટકાના દરે લાગશે.
શેના પર જીએસટી દર ઓછા થયા?
- 18 જુલાઈથી રોપવે દ્વારા મુસાફરો અને સામાનની અવરજવર સસ્તી થશે. કારણ કે તેના પર જીએસટી દર 18 ટકાથી ઘટીને 5 ટકા કરાયો છે.
- સ્પ્લિટ્સ અને અન્ય ફ્રેક્ચર ઉપકરણ, શરીરના કૃત્રિમ અંગો, બોડી ઈમ્પ્લાન્ટ્સ, ઈન્ટ્રા ઓક્યૂલર લેન્સ પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.
- ઈંધણના ખર્ચથી માલસામાનની હેરફેર કરતા ઓપરેટરોના ભાડા પર GST 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવશે.
- ડિફેન્સ ફોર્સિસ માટે ઈમ્પોર્ટ થતી કેટલીક ખાસ વસ્તુઓ પર IGST લાગૂ થશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે