જેની સફેદ ગાડીને Kiss કરીને યુવતીઓ કરી દેતી હતી લાલ...ફરી નથી આવ્યો એના જેવો બીજો હીરો
Rajesh Khanna Death Anniversary: બાબૂ મોશાય, જિંદગી બડી હોની ચાહિએ, લંબી નહીં...આ ફિલ્મી ડાયલોગને બોલીને બોલીવુડમાં અમર થઈ ગયેલાં હિન્દી સિનેજગતના પહેલાં સુપરસ્ટાર રાજેશખન્નાની આજે પુણ્યતિથિ છે. ત્યારે રાજેશખન્ના વિશે એવી કેટલીક વાતો છે જે તમે પણ નહીં જાણતા હોવ...
Trending Photos
નવી દિલ્લીઃ ભારતીય સિનેમાના પહેલાં સુપરસ્ટાર કહેવાતા રાજેશ ખન્નાની આજે 10મી પુણ્યતિથિ છે. બોલીવુડના આ સુપરસ્ટારે 18 જુલાઈ 2012માં દુનિયાને અલવિદા કહ્યું હતું. રાજેશ ખન્નાનું સાચું નામ જાતિન થન્ના હતું. તેમનો જન્મ 29 ડિસેમ્બર 1942માં અમૃતસરમાં થયો હતો. પોતાના કરિયરમાં એકથી એક ચઢિયાતી ફિલ્મ આપનારા રાજેશ ખન્નાની પ્રોફેશનલ લાઈફ જેટલી સારી રહી તેટલી તેમની પર્સનલ લાઈફ નથી રહી.
બાબૂમોશાય, જિંદગી બડી હોની ચાહિએ, લંબી નહીં...એક્ટર રાજેશ ખન્નાએ પણ કંઈક આવી જ રીતે જીવન જીવ્યું છે. ભારતીય સિનેમાના પહેલાં સપરસ્ટાર ગણાતા રાજેશ ખન્નાએ ફિલ્મી પડદા પર જેટલું રોમાન્સ કર્યું તેમની રિયલ લાઈફ તેનાથી સાવ અલગ રહી. રાજેશ ખન્નાનું અંજૂ મહેંન્દ્રૂથી લઈને ટીના મુનીમ સુધી અનેક સાથે અફેયર રહ્યું હતું. પરંતુ તેમને એક્ટ્રેસ ડિમ્પલ કપાડિયા સાથે લગ્ન કર્યા હતા. ડિમ્પલ કપાડિયા સાથે લગ્ન કર્યા બાદ તેમની જીંદગી શાંતિથી પસાર ન થઈ. દરરોજ થતાં ઝઘડાથી કંટાળીને પત્ની પોતાના બંને બાળકોને લઈને ઘરેથી જતી રહી અને પછી ક્યારેય પાછી ન આવી. જો કે, આ બંનેએ ક્યારેય એકબીજાને તલાક ન આપ્યા. પોતાની સ્ટાઈસ અને અનોખા અંદાજ માટે ફેમસ રાજેશ ખન્નાની ઝલક ડિમ્પલ અક્ષય કુમારના પુત્ર આરવ ભાટિયામાં જુએ છે.
તમને જણાવી દઈએ કે, ડિમ્પલ કપાડિયાએ થોડા વર્ષ પહેલાં એક ઈન્ટરવ્યૂમાં પતિ રાજેશ ખન્ના અને આરવ ભાટિયા વચ્ચેની સમાનતાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આરવ એકદમ તેના નાના જેવો છે. તેમની જેમ જ તે વધારે વાત નથી કરતો. કહ્યું કે, જ્યારે હું ક્યાંય બહાર જવા માટે તૈયાર થઉં છું તો આરવ મને જોઈને મોઢું ફેરવીને કહે છે કે, નાની તમે ખુબ જ સુંદર લાગો છો.
રાજેશ ખન્ના અને અંજૂ મહેન્દ્રૂ ખુબ જ ચર્ચામાં રહ્યા હતા. રાજેશ ખન્ના અંજુ મહેન્દ્રૂ પર પૈસા વાપરવામાં પાછળ નહોતા હટતા. બંને લગભગ 10 દિવસ સુધી લિવ ઈનમાં રહ્યા હતા. ત્યારે દરેકને એવું લાગતું હતું કે, આ કપલ લગ્ન કરશે. પણ રાજેશ ખન્નાએ એક દિવસ અચાનક ડિમ્પલ કપાડિયા સાથે લગ્ન કરીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા.
એક એવો સમય પણ આવ્યો જ્યારે બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝના પહેલાં સુપરસ્ટારી ઘણી ફિલ્મો ફ્લોપ રહી હતી. પરંતુ તેમની ફિલ્મ આરાધનાએ તેમને રાતોરાત સ્ટાર બનાવી દીધા હતા. આ ફિલ્મથી તેઓ યુવા દિલોની ધડકન બની ગયા હતા. અને નિર્દેશકોની પહેલી પસંદ બન્યા હતા. આરાધના બાદ રાજેશ ખન્ના બોલીવુડમાં રોમેન્ટિંક એક્ટર માટેના સૌથી મોટા ફેસ બની ગયા. તેમને સતત 15 હિટ ફિલ્મો આપી હતી. તેમણે દો રાસ્તો, ધ ટ્રેન, સચ્ચા ઝુઠા, આન મિલો સજના, સફર, કટી પતંગ, મહેબૂબ કી મહેંદી, આનંદ, હાથી મેરે સાથી, દુશ્મન, નમક હરામ જેવી અનેક હિટ ફિલ્મોમાં કર્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે