'માત્ર કેટલાક લોકોના ઇશારે આ જિલ્લાનું આ પ્રમાણે વિભાજન કરાયું', જાણો કોણે લગાવ્યા મોટા આરોપ
સ્થાનિક આગેવાન બળવંત ભાઇ બારોટે જણાવ્યું હતું કે મતોના રાજકારણ માટે આ પ્રમાણે વિભાજન થયું, અમારી બેંક ડેરી કચેરી પાલનપુર હતુ જે અમને સાનુકૂળ હતુ પણ હવે માત્ર આધારકાર્ડ રેશનકાર્ડ જેવા સરકારી કામ માટે પણ થરાદના ચક્કર ખાવા પડશે. માત્ર કેટલાક લોકોના ઇશારે આ જિલ્લાનું આ પ્રમાણે વિભાજન કરવામાં આવ્યુ છે.
Trending Photos
ઝી બ્યુરો/બનાસકાંઠા: જિલ્લાના વિભાજનથી થયેલા બે જિલ્લાનો વિવાદ હજુ સમવાનુ નામ નથી લોકો. નવા વાવ થરાદ જિલ્લાના ધાનેરા તાલુકાના નાગરિકોની બનાસકાંઠા જિલ્લામાં જોડાવાની માંગ કરી રહ્યા છે. નવા જિલ્લા પ્રમાણે ધાનેરા તાલુકાનો વાવ થરાદમાં સમાવેશ થયો છે, જેના કારણે ધાનેરાના નાગરિકો વ્યથિત છે. ધાનેરાના નાગરિકો અને ધારાસભ્ય સહિતના આગેવાનોને બનાસકાંઠામાં જોડાવા માગંણી કરી રહ્યા છે. તેઓએ પોતાની માંગેને બળવત્તર બનાવવા માટે આજે ધાનેરા બંધનું એલાન આપેલું છે.
ધાનેરાના લોકો માટે બનાસકાંઠા ઉત્તમ છે, નવા જિલ્લામાં જોડાવાનો વિરોધ: માવજી દેસાઇ
ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા અપાયેલા બંધમાં ધાનેરાના વેપારીઓ જોડાયા અને તમામ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. આ અંગે ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઇએ Zee 24 Kalak સાથે ખાસ વાત કરતાં કહ્યુ કે ધાનેરાના સામાજીક આર્થિક તાણાવાણા પાલનપુર સાથે જોડાયેલા છે . વહિવટી સાનુકુળતા માટે ધાનેરાના લોકો માટે બનાસકાંઠા ઉત્તમ છે માટે તેઓ નવા જિલ્લામાં જોડાવાનો વિરોધ કરી રહ્યા છે.
આવેદન પત્ર આપી અમારી માંગ સરકાર સુધી પહોંચાડીશું
તેમણ્ ઉમેર્યું કે એક મહિના અગાઉ રાજ્યના મુખ્યમંત્રીને આ અંગે લેખીત જાણ કરી હતી. જોકે આ માંગને સ્વીકારવામાં આવી નથી. આજે ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં ધાનેરાના જન પ્રતિનિધિ તરીકે જોડાયો છું. આજે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી અમારી માંગ સરકાર સુધી પહોંચાડીશું.
આટલી વાત કરતાં બળવંત બારોટની આંખોમાં આંસુ આવ્યા
સ્થાનિક આગેવાન બળવંત ભાઇ બારોટે જણાવ્યું કે માત્ર કેટલાક લોકોના ઇશારે આ જિલ્લાનું આ પ્રમાણે વિભાજન કરવામાં આવ્યુ છે મતોના રાજકારણ માટે આ પ્રમાણે વિભાજન થયું, અમારી બેંક ડેરી કચેરી પાલનપુર હતુ જે અમને સાનુકૂળ હતુ પણ હવે માત્ર આધારકાર્ડ રેશનકાર્ડ જેવા સરકારી કામ માટે પણ થરાદના ચક્કર ખાવા પડશે જે અમારા નાગરિકોને પરવડે તેમ નથી માટે નવા જિલ્લામાં જોડાવાનો વિરોધ છે આટલી વાત કરતાં બળવંત બારોટની આંખોમાં આંસુ આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે