શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ દેશમાં કટોકટી લાદી
દેશના કાર્યવાહક રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ મહત્વનો નિર્ણય લેતા કટોકટી લાગૂ કરી છે. સરકાર તરફથી બહાર પાડવામાં આવેલી નોટિસમાં આ જાણકારી અપાઈ છે.
Trending Photos
કોલંબો: દેશના કાર્યવાહક રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ મહત્વનો નિર્ણય લેતા કટોકટી લાગૂ કરી છે. સરકાર તરફથી બહાર પાડવામાં આવેલી નોટિસમાં આ જાણકારી અપાઈ છે. પૂર્વ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ દેશ છોડ્યા બાદ વિક્રમસિંઘેએ દેશના કાર્વવાહક રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. મોટા સ્તરે જનતા વિરોધ પ્રદર્શન કરી રહી છે અને હવે તો તેને 100 દિવસ પણ થઈ ગયા છે. આર્થિક સંકટ સતત ચાલુ છે અને તેમાંથી કેવી રીતે બહાર અવાશે તે પણ સમજાઈ રહ્યું નથી. ઈમરજન્સી સંલગ્ન નોટિસ રવિવારે બહાર પાડવામાં આવી.
કેમ કટોકટી લદાઈ
રાષ્ટ્રપતિ તરફથી બહાર પાડવામાં આવેલી નોટિસમાં કહેવાયું છે કે જનતાના હિત, તેમની સુરક્ષા, કાયદાની રક્ષા, આપૂર્તિને જાળવી રાખવા અને તમામના જીવન માટે જરૂરી સેવાઓને ચાલુ રાખવા માટે આ નિર્ણય અનુકૂળ છે. શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ રાજપક્ષેએ કહ્યું કે તેમણે દેશને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે તમામ પ્રયત્નો કર્યા હતા. તેઓ દેશ છોડીને સૌથી પહેલા માલદીવ ભાગ્યા અને હાલ સિંગાપુરમાં છે. જ્યાં તેમને ફક્ત 15 દિવસનો સમય અપાયો છે. શુક્રવારે શ્રીલંકાની સંસદે રાજપક્ષેું રાજીનામું સ્વીકારી લીધુ હતું. દેશના અલગ અલગ ભાગોમાં હજુ પણ પ્રદર્શન ચાલુ છે. જ્યારે કોલંબોમાં રાજપક્ષેના ગયા બાદ લોકોની ભીડ ઓછી થઈ રહી છે.
કેમ બગડ્યા આટલા હાલાત
શ્રીલંકાની સ્થિતિ રાતોરાત કંગાળ થઈ નથી. વર્ષ 2019માં જ્યારે રાજપક્ષે દેશના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમની નીતિઓ પર સવાલ ઉઠવા લાગ્યા હતા. ત્યારબાદ જ્યારે કોવિડ-19 મહામારીની શરૂઆત થઈ તો હાલાત વધુ બગડ્યા. ટુરિઝમ આધારિત અર્થવ્યવસ્થા ચોપટ થઈ જવા લાગી અને ધીરે ધીરે બધુ ખતમ થઈ ગયું. જનતા રોટી માટે તરસવા લાગી અને મજબૂર થઈને રસ્તાઓ પર ઉતરી. દેવાથી લદાયેલો આ દેશ હાલ એવી કંગાળ સ્થિતિમાં છે કે ખાવા પીવાના, ઈંધણ અને દવાઓ સુદ્ધા માટે પૈસા આપી શકતો નથી.
મદદ માટે શ્રીલંકા સંપૂર્ણ રીતે ભારત, ચીન અને આઈએમએફ પર નિર્ભર છે. ઈંધણ અને કુકિંગ ગેસ માટે લોકોએ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડતું હતું. સરકાર પર જોત જોતામાં તો 51 બિલિયન ડોલરનું દેવું ચડી ગયું. કરજ પરના વ્યાજને ચૂકવવામાં પણ લાચારી આવી ગઈ. દેશના નાણા મંત્રાલયે કહ્યું કે શ્રીલંકા પાસે 25 મિલિયન ડોલરનું જ વિદેશ રિઝર્વ રહ્યું છે. તેને 6 બિલિયન ડોલરની જરૂર છે. જેથી કરીને આગામી છ મહિના સુધી દેશ ચલાવી શકાય. આ કારણોસર શ્રીલંકા કંગાળ હાલાતમાં પહોંચી ગયું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે