Business Idea: સરકારની મદદથી શરૂ કરો આ બિઝનેસ, ઓછા રોકાણમાં થશે મોટો ફાયદો
Business Plan: ડેરી પ્રોડક્ટનો બિઝનેસ શરૂ કરવા માટે સરકાર પણ બે પ્રકારે મદદ કરે છે. સરકાર આ માટે લોનની સુવિધા પણ આપી રહી છે.
Trending Photos
નવી દિલ્હીઃ લગભગ કોઈ જ એવું હશે જેને પોતાનો બિઝનેસ શરૂ કરવાની ઈચ્છા હશે નહીં. દરેક નોકરી કરતો વ્યક્તિ ઈચ્છા રાખે છે કે તે પોતાનો બિઝનેસ શરૂ કરે. પરંતુ પૈસાની કમીને કારણે તેમ કરી શકતો નથી. તેવામાં તમે પણ ઓછા બજેટમાં સારો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યાં છો તો તમને એક શાનદાર આઈડિયા આપી રહ્યાં છીએ. તેની સૌથી ખાસ વાત છે કે તે માટે સરકાર પણ મદદ કરશે. તેમાં નુકસાનનો ખતરો પણ ખુબ ઓછો છે.
આ બિઝનેસ છે ડેરી પ્રોડક્ટનો. ભારત દુનિયાના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશોમાંથી એક છે. તેવામાં ડેરી પ્રોડક્ટનો બિઝનેસ અહીં ખુબ લાભકારી છે. આ બિઝનેસ શરૂ કરવાનો સૌથી મોટો લાભ તે છે કે તેમાં તમને રોકાણથી અનેક ગણો ફાયદો થશે. તો તમે પણ દૂધ અને ડેરી પ્રોડક્ટનો બિઝનેસ શરૂ કરવા ઈચ્છો છો તો કેટલીક વાતોનું ધ્યાન રાખો. આવો તમને આ બિઝનેસની ખાસ વાત જણાવીએ.
બિઝનેસ શરૂ કરવામાં સરકાર કરે છે મદદ
ડેરી પ્રોડક્ટનો બિઝનેસ શરૂ કરવા માટે સરકાર તમને બે પ્રકારે મદદ પ્રદાન કરે છે. પ્રથમ તો સરકાર તે માટે લોકોને લોનની સુવિધા આપે છે. તેનાથી તમને આર્થિક મદદ મળે છે. તો બીજી મદદ તમારી સ્કિલ ડેવલોપ કરે છે. સરકાર ડેરી સાથે જોડાયેલા લોકોને ઉત્પાદન વધારવા માટે ઘણા પ્રકારની તાલીમ આપે છે. જેનાથી તમે તમારા બિઝનેસને આગળ વધારી શકો છો.
બિઝનેસ શરૂ કરવા માટે આટલા રૂપિયાની પડશે જરૂર
તમને જણાવી દઈએ કે ડેરી પ્રોડક્ટનો બિઝનેસ શરૂ કરવા માટે તમારે 16-17 લાખ રૂપિયાની જરૂર પડશે. તેમાં તમારે માત્ર 5.5 લાખની વ્યવસ્થા કરવી પડશે. બાકીના પૈસા તમને બેન્ક લોનના રૂપમાં આપશે. તેમાં બેન્ક તમને 7.5 લાખ ટર્મ લોનના રૂપમાં અને બાકીના 4 લાખ વર્કિંગ કેપિટલના રૂપમાં લોન આપશે. આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે ઓછામાં ઓછી 1000 સ્ક્વેર ફૂટ જગ્યાની જરૂર પડશે. આ સાથે કાચુ દૂધ, ખાંડ, મસાલા અને ફ્લેવર ખરીદવી પડશે.
આટલો થશે નફો
જો તમે આ બિઝનેસને પ્રધાનમંત્રી મુદ્દા યોજનાથી જુઓ તો તમે વર્ષમાં ઓછામાં ઓછા 75 હજાર રૂપિયાનો ફ્લેવર્ડ મિલ્કનો બિઝનેસ કરી શકો છો. આ સિવાય દહીં, બટર, ઘી વગેરે વેચી શકો છો. તેવામાં તમે વર્ષમાં 82 લાખ રૂપિયા જેટલો કારોબાર કરી શકો છો. જેમાં 74 લાખનો ખર્ચ અને વ્યાજના પૈસા કાઢીને સરળતાથી આઠ લાખની કમાણી કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે