Multibagger Stocks: Reliance ના શેરે કર્યો કમાલ...5 દિવસમાં કરાવી ₹60000 કરોડની કમાણી

Share Market માં ગત અઠવાડિયે તેજી જોવા મળી અને બીએસઇનો સેન્સેક્સ 1,404.45 પોઇન્ટ એટલે કે 1.89 ટકાનો વધારો જોવા મળ્યો. આ દરમિયાન મુકેશ અંબાણીની રિલાયન્સની માર્કેટ વેલ્યૂ ફરી એકવાર 20 લાખ કરોડના આંકડાને પાર કરી ગઇ. 

Multibagger Stocks: Reliance ના શેરે કર્યો કમાલ...5 દિવસમાં કરાવી ₹60000 કરોડની કમાણી

Multibagger Stocks News: શેર બજાર (Stock Market) માં રોકાણ કરનારાઓ માટે ગત અઠવાડિયું શાનદાર રહ્યું અને તેમની સંપત્તિમાં જોરદાર વધારો થયો. આ દરમિયાન બીએસઇ સેન્સેક્સ (Sensex) ની ટોપ-10 વેલ્યૂએબલ કંપનીઓમાંથી 9 ની માર્કેટ વેલ્યૂ વધી છે અને તેમના શેરોમાં રોકાણ કરનારા ઇન્વેસ્ટર્સને પણ તાબડતોડ કમાણી કરી છે. સૌથી વધુ ફાયદો મુકેશ અંબાણી (Mukesh Ambani) ની કંપની રિલાયન્સ ઇંડસ્ટ્રીઝના રોકાણકારોને થયો છે. જેણે ફક્ત 5 કારોબારી સત્રોમાં તેમણે 60,000 કરોડથી વધુની કમાણી કરી છે. 

ફરી 20 લાખ કરોડ રૂપિયાને પાર વેલ્યૂ
ગત અઠવાડિયે સેન્સેક્સની Top-10 Firms માં જે નવ કંપનીઓની માર્કેટ વેલ્યૂ વધી છે, તેમાં રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries) ઉપરાંત HDFC Bank, LIC થી માંડીને TCS સુધી સામેલ છે. પરંતુ કમાણી કરવાના મામલે સૌથી આગળ રિલાયન્સ રહી. કંપનીના શેરોએ એવી ગતિ પકડી કે તેની માર્કેટ કેપિટલાઇજેશન ફરી એકવાર રૂ. 20 લાખ કરોડને વટાવી ગઈ. જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો, RIL MCap વધીને રૂ. 20,02,509.35 કરોડ થયો છે. આ હિસાબે માત્ર પાંચ દિવસમાં રિલાયન્સમાં રોકાણ કરનારાઓની સંપત્તિમાં રૂ. 61,398.65 કરોડનો વધારો થયો છે.

HDFC Bank-LIC એ કર્યો કમાલ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પછી HDFC બેંક સૌથી વધુ કમાણી કરતી કંપનીઓની યાદીમાં હતી. ગત અઠવાડિયે HDFC Bank MCap રૂ. 38,966.07 કરોડ વધીને રૂ. 11,53,129.36 કરોડ થયો હતો. જ્યારે દેશની સૌથી મોટી વીમા કંપની LIC ત્રીજા સ્થાને રહી. LIC Market Cap વધીને રૂ. 6,51,348.26 કરોડ અને રોકાણકારોએ રૂ. 35,135.36 કરોડની કમાણી કરી હતી.

આ કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ
ભારતી એરટેલની માર્કેટ કેપ (Airtel Market Cap) રૂ. 22,921.42 કરોડ વધીને રૂ. 7,87,838.71 કરોડ, હિન્દુસ્તાન યુનિલિવર (HUL)ની માર્કેટ વેલ્યૂ રૂ. 9,985.76 કરોડ વધીને રૂ. 5,56,829.63 કરોડ થઇ છે. આ સિવાય Infosys Mcap રૂ. 8,821.99 કરોડ વધીને રૂ. 6,08,198.38 કરોડ, SBI Market Cap રૂ. 6,916.57 કરોડ વધીને રૂ. 7,39,493.34 કરોડ થઇ ગઇ છે. 

ICICI Bank અને TCS પણ તેજીમાં
આઇસીઆઇસીઆઇ બેન્ક (ICICI Bank) ના રોકાણકારોને રૂ. 903.31 કરોડનો નફો થયો અને તેની માર્કેટ કેપ રૂ. 7,95,307.82 કરોડ થઇ ગઇ. ટાટા ગ્રૂપની કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)નું માર્કેટ વેલ્યૂ રૂ. 271.36 કરોડ વધીને રૂ. 13,93,235.05 કરોડ થઇ ગઇ છે.

ITC ના રોકાણાકરોને નુકસાન
ગત સપ્તાહે શેરબજારમાં જોવા મળેલા ઉછાળાને કારણે બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા સેન્સેક્સમાં 1,404.45 પોઈન્ટ અથવા 1.89 ટકાનો ઉછાળો નોંધાયો હતો. ગત સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે સેન્સેક્સ 75,636.50 ના સ્તર પર બંધ થયો હતો અને આ તેનું ઓલ ટાઇમ હાઇ લેવલ છે. જો કે, એક માત્ર કંપની કે જેના રોકાણકારોને ગયા સપ્તાહે નુકસાન સહન કરવું પડ્યું હતું તે ITC લિમિટેડ હતી. ITC માર્કેટ કેપ રૂ. 436.97 કરોડ ઘટીને રૂ. 5,44,458.70 કરોડ થયું હતું.

નંબર 1 બની રિલાયન્સ
માર્કેટ કેપિટલાઇજેશનમાં આવેલા ઉછાળા બાદ સેન્સેક્સની ટોપ કંપનીઓમાં લિસ્ટ મુકેશ અંબાણીની રિલાયન્સનો દબદબો પહેલાં પ્રથમ સ્થાને યથાવત રહ્યો. ત્યારબાદ ટીસીએસ, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, ભારતી એરટેલ, એસબીઆઇ, એલઆઇસી, ઇન્ફોસીસ, હિંદુસ્તાન યૂનિલિવર અને આઇટીસીનું સ્થાન રહ્યું. 

(અહીં આપવામાં આવેલી જાણકારી ફક્ત સૂચનાના હેતુથી આપવામાં આવી છે. અહીં તમને જણાવી દઇએ કે માર્કેટમાં રોકાણ કરવું જોખમોને આધીન છે. રોકાણ કરતાં પહેલાં હંમેશા એક્સપર્ટની સલાહ લો. ZEE 24 KALAK તરફથી રોકાણની કોઇ સલાહ આપવામાં આવતી નથી. )

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news