રાજકોટ હત્યાકાંડને લઈને સૌથી મોટો ખુલાસો! ગેમઝોનમાં દારૂની રેલમછેલ...બિયરના ટીન મળ્યા

Rajkot Game zone Fire: TRP મોલ ગેમિંગ ઝોન સંચાલકોની ઓફિસમાંથી બિયરના ટીન મળી આવતા ખળભળાટ મચી ગયો છે. સંચાલકોની ઓફિસમાં એક બે નહીં પરંતુ પુરા 8 ટીન બિયર મળી આવતા અનેક પ્રશ્નો ઉઠ્યા છે. બ્રાન્ડેડ કંપનીના બિયરના ટીન મળી આવતા પોલીસમાં દોડધામ મચી ગઈ છે.

રાજકોટ હત્યાકાંડને લઈને સૌથી મોટો ખુલાસો! ગેમઝોનમાં દારૂની રેલમછેલ...બિયરના ટીન મળ્યા

Rajkot Game zone Fire: રાજકોટ અગ્નિકાંડમાં 28 લોકોની જિંદગી હણાઈ ચૂકી છે. જે ગેમ ઝોનમાં તેઓ મોઝ મસ્તી કરવા આવ્યા હતા, તે તેમના મોતનું કારણ બની. ગુજરાતના માથે વધુ એક દુર્ઘટનાનું કલંક લાગ્યું છે. પરંતુ દુખ એ બાબતનું છે કે આ માનવસર્જિત દુર્ઘટના છે. રાજકોટની આગ કરુણાંતિકામાં 9 બાળકો સહિત 28 ભૂંજાયા છે. બેજવાબદારીથી ચાલતા વેલ્ડીંગથી આગ ભડકી હોવાનું પ્રાથમિક તારણ છે. TRP ગેમ ઝોનના સંચાલકોની અનેક ભૂલો હોવા છતાં તેમની ઓફિસમાંથી વધુ એક ઘટસ્ફોટ થયો છે.

TRP મોલ ગેમિંગ ઝોન સંચાલકોની ઓફિસમાંથી બિયરના ટીન મળી આવતા ખળભળાટ મચી ગયો છે. સંચાલકોની ઓફિસમાં એક બે નહીં પરંતુ પુરા 8 ટીન બિયર મળી આવતા અનેક પ્રશ્નો ઉઠ્યા છે. બ્રાન્ડેડ કંપનીના બિયરના ટીન મળી આવતા પોલીસમાં દોડધામ મચી ગઈ છે. કાયદેસરની પરમીટ દ્વારા બિયર ખરીદાયા હોવાની શક્યતા જોવામાં આવી રહી છે. પોલીસ તપાસ કરી રહી છે કે કોના નામની પરમીટ, કોના ઉપયોગ માટે ગેમિંગ ઝોન ઓફિસમાં ટીન લવાયા એ તપાસનો વિષય બન્યો છે. 

તમને જણાવી દઈએ કે પોલીસ જો યોગ્ય તપાસ કરશે તો બારકોડ સ્ટીકર મારફતે સરકારી વેચાણ સ્થળ અને પરમીટ ધારકની તમામ વિગત મળી શકે છે. પોલીસ દ્વારા હાલ બિયરના તમામ ટીન સીઝ કરવામાં આવ્યા છે. પરંતુ હવે સવાલ એ ઉભો થાય છે કે શું સંચાલક સામે કાર્યવાહી કરાશે? રાજકોટ તાલુકા પોલીસ દ્વારા બિયરનો જથ્થો કબ્જે કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. પીઆઈએ જણાવ્યું હતું કે, બિયર અંગે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ ગેમ ઝોનના ગ્રાઉન્ડમાં ગો કાર રેસિંગ માટે 800 થી વધુ ટાયરો રાખ્યા હતા. ક્ષમતા કરતા વધુ લોકો ત્યાં ઉપસ્થિત હોવાનું પણ સામે આવ્યું છે. 300 જેટલા લોકો ગેમ ઝોનમાં હોવાનું જાણવા મળ્યું છે. હાલ આગ બાદ સ્થિતિ એવી છે કે, મૃતકોની ઓળખ કરવા માટે DNA કરવા પડશે. સ્વજનોના બ્લડ સેમ્પલ લેવાયા, DNA મેચ થશે તો મૃતદેહ સોંપવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news