છૂટાછેડા નહીં લે Hardik Pandya અને Natasa Stankovic! પીઆર સ્ટ્રેટેજીનો ભાગ છે ડિવોર્સના સમાચાર?

Hardik Pandya Divorce: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડાના સમાચારો પર નેટિઝન્સનો દાવો છે કે કપલે ખુદ ડિવોર્સના સમાચાર ફેલાવ્યા છે. લોકો તેને હાર્દિકની પીઆર સ્ટ્રેટેજીનો ભાગ જણાવી રહ્યાં છે.

છૂટાછેડા નહીં લે Hardik Pandya અને Natasa Stankovic! પીઆર સ્ટ્રેટેજીનો ભાગ છે ડિવોર્સના સમાચાર?

Hardik Pandya Divorce: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડાના સમાચાર સોશિયલ મીડિયા પર છવાયા છે. પરંતુ આ મામલે કપલે અત્યાર સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી ન છૂટાછેડાના સમાચાર કન્ફર્મ કર્યાં છે. આ વચ્ચે હવે નેટિઝન્સ દાવો કરી રહ્યાં છે કે હાર્દિક અને નતાશાએ ઈરાદાપૂર્વક છૂટાછેડાના ખોટા સમાચાર ફેલાવ્યા છે. આ હાર્દિકની પીઆર સ્ટ્રેટેજીનો ભાગ છે, જેના દ્વારા તે સહાનુભુતિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. 

હકીકતમાં રી-એડિટ પર એક યૂઝરે લાંબી પોસ્ટ કરતા દાવો કર્યો કે હાર્દિક અને નતાશા છૂટાછેડા લઈ રહ્યાં નથી. પોસ્ટમાં લખ્યું- મેં નજીકના સૂત્રોથી સાંભળ્યું છે કે હાર્દિક અને નતાશા ઓપન અરેન્જ મેરેજમાં છે. તે બંને એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા અને ઈંગ્લેન્ડમાં ભારતના વિશ્વકપ બાદ ઓગસ્ટ 2019- નવેમ્બર 2019 વચ્ચે સંબંધ બન્યો.

डिवोर्स नहीं लेंगे Hardik Pandya और Natasa Stankovic! पीआर स्ट्रैटेजी का हिस्सा हैं तलाक की खबरें?

'તેના લગ્નની શરતો હંમેશા સ્પષ્ટ હતી...'
યૂઝરે આગળ લખ્યું- રિલેશન દરમિયાન તે પ્રેગનેન્ટ થઈ ગઈ અને તેણે હાર્દિક સાથે આગળ વધવાનો નિર્ણય કર્યો. તેથી નવા વર્ષ 2020 દરમિયાન તેણે અચાનક સગાઈની જાહેરાત કરી અને કોવિડને કારણે લગ્ન ગ્રાન્ડ રીતે ન થઈ શક્યા. તેના લગ્નની શરતો હંમેશા સ્પષ્ટ હતી. તેના લગ્ન સંપૂર્ણ રીતે ઓપન છે અને તે બંને જેની સાથે ઈચ્છે રહી શકે છે. 

હાર્દિક અને નતાશાએ ખુદ ફેલાવી છૂટાછેડાની અફવા?
યૂઝરે આગળ દાવો કરતા લખ્યું- છૂટાછેડાની અચાનક ફેલાયેલી અફવા પણ આપસી સહમતિનો નિર્ણય છે. છૂટાછેડા થઈ રહ્યાં નથી પરંતુ આઈપીએલ વિવાદ અને ફ્લોપ શો બાદ સહાનુભૂતિ હાસિલ કરવા માટે હાર્દિકની પીઆર સ્ટ્રેટેજી હેઠળ આ અફવા ફેલાવવામાં આવી છે. તમે આશા કરી શકો છો કે બંને જલ્દી એક જોઈન્ટ સ્ટેટમેન્ટ જારી કરશે અને આ અફવાને સંપૂર્ણ રીતે નકારશે, જેને ખુબ ફેલાવી છે. 

હવે રી-એડિટ પર વાયરલ પોસ્ટ બાદ ઘણા યૂઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. પરંતુ આ દાવામાં કેટલું સત્ય છે તેની પુષ્ટિ ઝી 24 કલાક કરતું નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news