Medi Assist IPO: આવી રહ્યો છે આ હેલ્થકેર કંપનીનો આઈપીઓ, પ્રાઇઝ બેન્ડ જાહેર, જાણો શું છે GMP

Medi Assist IPO: હેલ્થ ઈન્શ્યોરન્સ સેક્ટરને થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર કે ટીપીએ સર્વિસ ઉપલબ્ધ કરાવનારી કંપની મેડી અસિસ્ટનો આઈપીઓ આગામી સોમવારે બજારમાં હિટ કરી રહ્યો છે. કંપનીએ તે માટે 397થી 418 રૂપિયા પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. 
 

Medi Assist IPO: આવી રહ્યો છે આ હેલ્થકેર કંપનીનો આઈપીઓ, પ્રાઇઝ બેન્ડ જાહેર, જાણો શું છે GMP

મુંબઈઃ હેલ્થકેર સર્વિસ ઉપલબ્ધ કરાવનારી કંપની મેડી અસિસ્ટનો આઈપીઓ (Medi Assist Healthcare IPO) આગામી સોમવારે બજારમાં આવી રહ્યો છે. આ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ શું હશે, તેની આજે જાહેરાત કરી દેવામાં આવી છે. કંપનીએ આ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ ₹397 થી ₹418 પ્રતિ શેર નક્કી કરી છે. અમે તમને આ આઈપીઓની તમામ વિગત જણાવી રહ્યાં છીએ.

શું છે પ્રાઇઝ બેન્ડ
મેડી અસિસ્ટનો આઈપીઓ આગામી સોમવાર એટલે કે 15 જાન્યુઆરી 2023ના સબ્સક્રિપ્શન માટે ખુલશે. ઈન્વેસ્ટર તેમાં 17 જાન્યુઆરી સુધી બોલી લગાવી શકશે. એન્કર ઈન્વેસ્ટર્સ માટે બોલી લગાવવાનો દિવસ શુક્રવાર, 12 જાન્યુઆરી 2023 છે. આ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 397 રૂપિયાથી લઈને 418 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આઈપીઓમાં ફ્લોર પ્રાઇઝ ફેસ વેલ્યૂની 79.40 ગણી છે અને કેપ પ્રાઇઝ 83.60 ગણી છે. ફ્લોર પ્રાઇઝ પર પીઈ રેશિયો 36.66 ગણો છે અને કેપ પ્રાઇઝ પર 38.60 ગણો છે. આઈપીઓની લોટ સાઇઝ 35 શેરની છે. 

ક્યારે થશે લિસ્ટિંગ
મેડી અસિસ્ટ હેલ્થકેર સર્વિસ આઈપીઓમાં શેરની ફાળવણી 18 જાન્યુઆરીએ નક્કી થઈ શકે છે. તો શેરનું લિસ્ટિંગ 22 જાન્યુઆરીએ થવાની આશા છે. મેડી અસિસ્ટ આઈપીઓનો 50 ટકા ભાગ ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB)માટે, 15 ટકા નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ માટે અને 35 ટકા રિટેલ ઈન્વેસ્ટરો માટે રિઝર્વ છે. 

કંપની શું કરે છે
મેડી અસિસ્ટ હેલ્થકેર સર્વિસ લિમિટેડ પોતાની સંપૂર્ણ માલિકીવાળી સબ્સિડિયરી કંપનીઓ મેડવેલ્ટેજ ટીપીએ, રક્ષા ટીપીએ અને મેડી અસિસ્ટ ટીપીએના માધ્યમથી વીમા કંપનીઓને થર્ડ-પાર્ટી એડમિનિસ્ટ્રેશન સેવાઓ પ્રદાન કરે છે. આ એક એવું સંગઠન છે, જે વીમા કંપનીઓ તરફથી હેલ્થ ઈન્શ્યોરન્સ ક્લેમ્સને સંભાળે છે અને નેટવર્ક મેનેજમેન્ટ, પોલિસી પ્રશાસન તથા ગ્રાહક સેવાઓ જેવી સેવાઓ પ્રદાન કરે છે. પોતાની સહાયક કંપનીઓ આઈએચએમએસ, મેફેયર ઈન્ડિયા, મેફેયર યુકે, મેફેયર ગ્રુપ હોલ્ડિંગ, મેફેયર ફિલીપીન્સ અને મેફેયર સિંગાપુરની મદદથી કંપની એડિશનલ સ્વાસ્થ્ય અને સહાયક સેવાઓ પણ પ્રદાન કરે છે. તેમાં હોસ્પિટલાઇઝેશન, કોલ સેન્ટર, કસ્ટમર રિલેશન્સ, કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ, બિલિંગ અને ક્લેમ પ્રોસેસિંગ સર્વિસ સામેલ છે.

શું ચાલી રહ્યો છે જીએમપી
મેડી અસિસ્ટ હેલ્થકેર આઈપીઓ ગ્રે માર્કેટમાં બુધવારે 80 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો હતો. જો તેનો ભાવ પ્રાઇઝ બેન્ડના અપર લેવલ 418 રૂપિયા નક્કી થાય છે તો તેમાં 19.14 ટકા વધુ પ્રીમિયમ મળતું દેખાઈ રહ્યું છે. એટલે કે શેરનું લિસ્ટિંગ 498 રૂપિયા પર થઈ શકે છે.

કોણ છે ઈશ્યૂના બીઆરએલએમ
આ ઈશ્યૂ માટે બુક રનિંગ લીડ મેનેજર્સ Axis Capital Limited, IIFL Securities Limited, Nuvama Wealth Management Limited અને SBI Capital Markets Limited છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news