શાનદાર કમાણી કરાવી શકે છે આ ગુજરાતી કંપની, ગ્રે માર્કેટમાં ધમાલ, 19 તારીખે ખુલશે IPO
179 કરોડ એકત્ર કરવા માટે મમતા મશીનરીનો IPO 19 ડિસેમ્બરે ખુલશે. ઇશ્યૂ પર સબ્સ્ક્રાઇબ કરતા પહેલા પબ્લિક ઑફર્સ વિશે જાણવા જેવી 10 બાબતો
Trending Photos
IPO News: મમતા મશીનરી લિમિટેડનો આઈપીઓ 19 ડિસેમ્બરે સબ્સક્રિપ્શન માટે ખુલશે અને 23 ડિસેમ્બરે બંધ થશે. કંપનીનું લક્ષ્ય આઈપીઓ દ્વારા 179.39 કરોડ રૂપિયા ભેગા કરવાનું છે અને શેરને BSE, NSE પ્લેટફોર્મ પર લિસ્ટ કરવાનું છે. અમે તમને આ ગુજરાતી કંપનીના આઈપીઓ વિશે 10 મુખ્ય વાતો જણાવીશું....
1) મમતા મશીનરી IPO
આ IPO રૂ. 179.39 કરોડનો બુક બિલ્ટ ઈશ્યુ છે. આ 74 લાખ શેરનો સંપૂર્ણપણે નવો ઈશ્યુ છે. કંપનીના પ્રમોટર્સ મહેન્દ્ર પટેલ, ચંદ્રકાંત પટેલ, નયના પટેલ, ભગવતી પટેલ, મમતા ગ્રુપ કોર્પોરેટ સર્વિસીસ એલએલપી અને મમતા મેનેજમેન્ટ સર્વિસીસ એલએલપી છે.
2) મમતા મશીનરી આઈપીઓ પ્રાઇસ બેન્ડ
Mamata Machinery IPO ની પ્રાઇસ બેન્ડ 230-245 રૂપિયા પ્રતિ શેર છે. એક એપ્લિકેશન સાથે લઘુત્તમ લોટ સાઇઝ 61 શેરની છે. રિટેલ ઈન્વેસ્ટરોએ એક લોટ માટે 14823 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
3) મમતા મશીનરી IPO GMP
બજાર વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, અનલિસ્ટેડ માર્કેટમાં મમતા મશીનરી IPO GMP રૂ. 111 છે, જે કેપ પ્રાઇસ કરતા 45.6 ટકા વધારે છે. 4 દિવસ પહેલા જીએમપી 75 રૂપિયા હતો.
4) મમતા મશીનરી આઈપીઓ વિશે
મમતા મશીનરી લિમિટેડ પ્લાસ્ટિક બેગ, પાઉચ, પેકેજિંગ અને એક્સટ્રુઝન સાધનો બનાવવા માટે મશીનોનું ઉત્પાદન અને નિકાસ કરે છે. કંપની પેકેજિંગ ઉદ્યોગ માટે ઉત્પાદન ઉકેલો પ્રદાન કરે છે. કંપની FMCG, ખાદ્ય અને પીણા ઉદ્યોગોને સેવા આપે છે. 31 મે, 2024 સુધી, કંપનીએ 75 થી વધુ દેશોમાં મશીનોની નિકાસ કરી છે. કંપની બ્રેડેન્ટન, ફ્લોરિડા અને મોન્ટગોમરી, ઇલિનોઇસમાં આંતરરાષ્ટ્રીય ઓફિસ ધરાવે છે, તેમજ યુરોપ, દક્ષિણ આફ્રિકા અને એશિયાના પાંચ કરતાં વધુ દેશોમાં વેચાણ એજન્ટો ધરાવે છે. કંપની પાસે બે મશીન ઉત્પાદન સુવિધાઓ છે, એક ભારતમાં અને એક યુએસએમાં.
5) મમતા મશીનરી લિમિટેડનું નાણાકીય પરફોર્મંસ
31 માર્ચ 2024 અને 31 માર્ચ 2023ના સમાપ્ત થયેલા નાણાકીય વર્ષ વચ્ચે મમતા મશીનરી લિમિટેડના રેવેન્યુમાં 14.84 ટકાનો વધારો થયો ત્યારબાદ લાભ (પીએટી) માં 60.52 ટકાનો વધારો થયો હતો. નાણાકીય વર્ષ 2024માં કંપનીનું રેવેન્યુ 241.31 કરોડ રૂપિયા અને પ્રોફિટ આફ્ટર ટેક્સ 36.13 કરોડ રૂપિયા હતો.
6) ઓફરનો ઉદ્દેશ્ય
કંપનીને ઑફરમાંથી કોઈ આવક પ્રાપ્ત થશે નહીં અને ઑફર સંબંધિત ખર્ચો વેચનાર શેરધારક દ્વારા ઉઠાવવામાં આવશે તે બાદ આખી ઑફર આવક વેચનાર શેરધારકને જમા થશે.
7) મમતા મશીનરી આઈપીઓ લીડ મેનેજર્સ
બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ મમતા મશીનરી આઈપીઓના બુક રનિંગ લીડ મેનેજર છે.
8) મમતા મશીનરી આઈપીઓ લીડ મેનેજર્સ
લિંક ઇનટાઇમ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ ઈશ્યુના રજીસ્ટ્રાર છે.
9) ઈશ્યુ સ્ટ્રક્ચર
ઓફરનો લગભગ 50 ટકા ક્યુઆઈબી ઈન્વેસ્ટરો માટે, 35 ટકા ભાગ રિટેલ ઈન્વેસ્ટરો માટે અને અન્ય 15 ટકા બિન-નાણાકીય ઈન્વેસ્ટરો માટે રિઝર્વ છે.
10) મમતા મશીનરી આઈપીઓની મહત્વપૂર્ણ તારીખ
આઈપીઓ 19 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સબ્સક્રિપ્શન માટે ખુલશે. શેરના એલોટમેન્ટને 24 ડિસેમ્બરે અંતિમ રૂપ આપવામાં આવશે. ડિમેટ એકાઉન્ટમાં શેર ક્રેડિટ કે રિફંડ 26 ડિસેમ્બરે થશે. કંપનીના શેર 27 ડિસેમ્બરે BSE, NSE પર લિસ્ટ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે