Government schemes: બેરોજગારીથી કંટાળ્યા છો? આ 3 સરકારી યોજના વિશે ખાસ જાણો, કેવી રીતે થશે ફાયદો?

એક તો મોંઘવારી અને એમાં પણ બેરોજગારી...આ સમસ્યા દિન પ્રતિદિન વિકરાળ બની રહી છે. એવા અનેક યુવાઓ જોવા મળે છે કે સારી ડિગ્રી હોવા છતાં બેરોજગાર બની ઘૂમી રહ્યા છે. આવા યુવાઓે સક્ષમ બનાવવા માટે સરકાર કેટલીક યોજનાઓ ચલાવે છે જેના વિશે તમને માહિતી હોવી જરૂરી છે.

Government schemes: બેરોજગારીથી કંટાળ્યા છો? આ 3 સરકારી યોજના વિશે ખાસ જાણો, કેવી રીતે થશે ફાયદો?

એક તો મોંઘવારી અને એમાં પણ બેરોજગારી...આ સમસ્યા દિન પ્રતિદિન વિકરાળ બની રહી છે. એવા અનેક યુવાઓ જોવા મળે છે કે સારી ડિગ્રી હોવા છતાં બેરોજગાર બની ઘૂમી રહ્યા છે. આવા યુવાઓે સક્ષમ બનાવવા માટે સરકાર કેટલીક યોજનાઓ ચલાવે છે જેના વિશે તમને માહિતી હોવી જરૂરી છે. ચાલો જાણીએ કે આ યોજનાઓનો ઉપયોગ કરીને તમે કેવી રીતે તમારું ભવિષ્ય બનાવી શકો છો. 

1. પ્રધાનમંત્રી મુદ્રા યોજના
પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY)ને મોદી સરકારે 2015માં શરૂ કરી હતી. જેથી કરીને સ્વરોજગારને પ્રોત્સાહન મળી શકે. આ યોજના હેઠળ 10 લાખ રૂપિયા સુધીની કોલૈટરલ ફ્રી લોન અપાય છે. આ લોન નોન કોર્પોરેટ અને બિનકૃષિ કાર્યો માટે આપવામાં આવે છે. જો તમે કોઈ નવો વેપાર શરૂ કરવા માંગતા હોવ અને તમારી પાસે મૂડી ન હોય તો સરકારની આ યોજના દ્વારા તમે પૈસાની જરૂરિયાતને પૂરી કરી શકો છો. 

3 કેટેગરીમાં મળે છે લોન
- શિશુ લોન- તેમાં 50 હજાર રૂપિયા સુધીની આર્થિક મદદ અપાય છે. 
- કિશોર લોન- તેમાં 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. 
- તરુણ લોન- જેમાં 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. 

2. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના
આ યોજના પણ યુવાઓને આત્મનિર્ભર થવામાં મદદ કરે છે. જુલાઈ 2015માં શરૂ કરાયેલી આ યોજના પ્રધાનમંત્રી યુથ ટ્રેનિંગ પ્રોગ્રામના નામથી પણ ઓળખાય છે. આ યોજના હેઠળ યુવાઓને તમામ ક્ષેત્રોમાં ફ્રી ટ્રેનિંગ આપીને તેમને રોજગાય યોગ્ય બનાવવામાં આવે છે. ટ્રેનિંગ વિનામૂલ્યે અપાય છે. ટ્રેનિંગના દિવસોમાં સહાયતા રકમ પણ આપવામાં આવે છે. તાલિમ પૂરી થયા બાદ સર્ટિફિકેટ મળે છે જેના દમ પર પ્રાઈવેટ કે સરકારી ક્ષેત્રમાં નોકરી મેળવી શકાય છે કે પછી આ સર્ટિફિકેટની મદદથી યુવાઓ પોતાનું કઈક કામ પણ શરૂ કરી શકે છે. 

3. પીએમ સ્વનિધિ યોજના
પીએમ સ્વનિધિ યોજના હેઠળ સરકાર રેકડીવાળા કે ફેરિયાઓને 50,000 રૂપિયા સુધીની લોન આપે છે. આ લોન કોલૈટરલ ફ્રી હોય છે. એટલે કે તેના માટે વેન્ડર્સે બેંક પાસે કશું ગિરવે મૂકવાની જરૂર હોતી નથી. સ્ટ્રીટ વેન્ડર્સને સ્વાવલંબી બનાવવા, તેમના રોજગાર વધારવા અને તેમની આવકમાં વધારો કરવા માટે મોદી સરકારે વર્ષ 2020માં પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ લોન ત્રણ વારમાં અપાય છે. રકમ 12 મહિનામાં પરત કરવાની હોય છે. બિઝનેસ શરૂ કરવા માટે આ યોજના હેઠળ પહેલીવારમાં 10,000 રૂપિયા સુધીની લોન માટે અરજી કરી શકાય છે. જો સમયસર પૈસા ચૂકવી દો તો વેન્ડર્સ બમણી રકમ એટલે કે 20,000 રૂપિયા સુધીની લોન માટે એલિજિબલ થઈ જાય છે અને ત્રીજીવારમાં તેઓ 50,000 રૂપિયા સુધીની લોન લઈ શકે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news