ઉત્તર-મધ્ય ગુજરાતમાં ખેંચાયેલા વરસાદ અંગે ચિંતાજનક સમાચાર : ધાર્યા કરતા મોટું સંકટ આવશે

Gujarat Rains : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 103 તાલુકામાં વરસ્યો વરસાદ... હજુ પણ 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાનની આગાહી... 
 

ઉત્તર-મધ્ય ગુજરાતમાં ખેંચાયેલા વરસાદ અંગે ચિંતાજનક સમાચાર : ધાર્યા કરતા મોટું સંકટ આવશે

Red Alert In Gujarat : દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત છે. છેલ્લાં 14 કલાકમાં રાજ્યના કુલ 137 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ઉમરગામમાં 8 ઈંચ વરસ્યો. તો સુરતમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો. જોકે, ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો, શ્રીકાર વર્ષાથી કચ્છ-સૌરષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તો તરબોળ થયું છે, પરંતું ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ ન હોવાથી ગંભીર પરિસ્થિતિ છે. 

આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ થયો, પરંતું ગુજરાતના કેટલાક જિલ્લાઓમા ગંભીર સ્થિતિ ઉભી થઈ છે. કચ્છ-સૌરાષ્ટ્ર ને દક્ષિણ ગુજરાતમાં શ્રીકાર વર્ષા છે, પરંતુ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ક્યાંય વરસાદ નથી. આવામા વાવણી કરી બેસેલા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. અત્યાર સુધી સીઝનનો 38.28 ટકા વરસાદ નોંધાયો છે. પરંતુ અડધાથી વધુ ભાગમાં 20 થી 40 ટકા જેટલો જ વરસાદ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસુ સક્રિય થયા પછી વરસાદી સિસ્ટમને સક્રિય કરતા પરિબળો પર અનેક પ્રકારના વિક્ષેપ થતા આ વખતે ગુજરાતને સાર્વત્રિક વરસાદનો લાભ મળ્યો નથી. દેવભૂમિ દ્વારકા, ખંભાળિયા, કલ્યાણપુર, જુનાગઢના મેંદરડા, વંથલી, માણાવદરમાં મોસમનો 100 ટકા વરસાદ વરસી ગયો છે. પરંતુ અન્ય તાલુકાઓમા વરસાદ ઓછો છે. 

આગામી 3 કલાક ક્યાં આવશે વરસાદ
આ વચ્ચે હવામાન વિભાગની આગામી 3 કલાક માટે વરસાદની આગાહી આવી છે. આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દિવ, અમરેલી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી, નવસારી,  સુરત, તાપી અને ડાંગમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવીતી સાથે ભારે વરસાદની આગાહી છે. તો ભાવનગરમમ ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં ઠંડરટરોમ એક્ટિવિટી સાથે મધ્યમ વરસાદની આગાહી છે. કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ખેરા, આણંદ, પંચમહાલ, દાહોદ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદ ની આગાહી છે. તો  બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં હળવા વરસાદની આગાહી છે. 

સવારે ક્યાં વરસાદ ત્રાટકશે
હવામાન વિભાગ દ્વારા હાલ સવારે 7 થી 10 વાગ્યા માટેની આગાહી કરાઈ છે. જેમાં હજુ 2 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ વચ્ચે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી એવુ કહે છે કે, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આવશે. ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ પડશે. આજે અને આવતી કાલે મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડશે. વાત કરીએ તો રવિવારે સુરતના મોટાભાગના વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હતી. તો ઘરોમાં અને દુકાનોમાં પણ પાણી ઘુસી ગયા હતા. ભારે વરસાદથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. 

રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્
છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 150 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સુરતના ઉમરગામમાં સવા 8 ઈંચ વરસાદ વરસ્યો. તો સુરતના કામરેજ અને પલસાણામાં 6.5 ઈંચ વરસાદ વરસ્યો. સુરત શહેરમાં પણ 6 ઈંચ વરસાદ વરસ્યો. તાપીના નિઝરમાં પોણા 6 ઈંચ વરસાદ ખાબક્યો. નવસારીમાં પણ 5 ઈંચ વરસાદ નોંધાયો. ભરૂચના અંકલેશ્વર, વલસાડના પારડીમાં 4.5 ઈંચ, ગીરસોમનાથના વેરાવળમાં વરસ્યો 4 ઈંચથી વધારે વરસાદ, આણંદના ખંભાતમાં 4 ઈંચ વરસાદ, ઉમરપાડા અને કપરાડામાં પોણા 4 ઈંચ વરસાદ વરસ્યો. તો સૌરાષ્ટ્રમાં જામનગર, જૂનાગઢ, ભાવનગરમાં પણ વરસાદ રહ્યો. આમ, રાજ્યના 42 તાલુકામાં વરસ્યો 2 ઈંચથી વધારે વરસાદ નોંધાયો.

આ તરફ નૈનિતાલના જંગલ વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે.. જ્યાં માંડ માંડ 4 યુવાનોની જિંદગી બચી ગઈ....  ચાર યુવાનો રજાની મજા માણવા માટે નૈનિતાલના જંગલોમાં ફરવા ગયા હતા. જ્યાં ફસાઈ ગયા... ભારે વરસાદના કારણે નદીના જળસ્તરમાં વધારો થતા તેઓ પાણીના વહેણ વચ્ચે ફસાઈ ગયા... સદનસીબે એવી જગ્યાએ ફસાયા કે જ્યાં થોડા સમય સુધી ઉભા રહી શકાય તેવી સ્થિતિ હતી.. જોકે આ અંગે જાણ થતા જ SDRFની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી.. નદીના પાણી વચ્ચે ટીમ ચારેય યુવાનોને બચાવવા બોટ લઈને પહોંચી હતી.. જ્યાં તમામને સહીસલામત બહાર કાઢીને મોતના મુખમાંથી બહાર કાઢ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news