Indigo એરલાઇન્સની સ્પેશિયલ ઓફર, ટિકિટમાં ફાયદો કરવો છે? આટલું કરો

સસ્તી ટિકિટ ઓફર આપનાર ઇન્ડિગો એરલાઇન્સે પોતાના મુસાફરો માટે એક સ્પેશિયલ ઓફરની જાહેરાત કરી છે. મુસાફરો પોતાની ટિકિટ બુક કરાવીને 15 ટકા સુધીનો ફાયદો મેળવી શકે છે. 

Indigo એરલાઇન્સની સ્પેશિયલ ઓફર, ટિકિટમાં ફાયદો કરવો છે? આટલું કરો

નવી દિલ્હી : સસ્તી ટિકિટ ઓફર કરનાર ઇન્ડિગો એરલાઇન્સે પોતાના મુસાફરો માટે એક ખાસ ઓફરની જાહેરાત કરી છે. મુસાફરો પોતાની ટિકિટ બુક કરાવીને 15 ટકા સુધીનો ફાયદો મેળવી શકે છે. આ માટે એક સ્પેશિયલ કોડ લેવાનો છે. જેનાથી તમે તમારી ટિકિટ સસ્તી બનાવી શકો છો. પરંતુ ઘણા મુસાફરો જાણે આ સુવિધાથી અજાણ છે. ઇન્ડિગો એરલાઇન્સ એક ટિકિટ બુક કરાવવા માટે 15 ટકા સુધીનો ફાયદો આપી રહી છે. આ ઓફરનો લાભ માત્ર ઇન્ડિગોની મોબાઇલ એપ અને ઓફિશિયલ વેબસાઇટ પરથી બૂકિંગ કરાવવામાં જ મળશે. અન્ય આઉટલેટ પરથી ટિકિટ લેવાથી આ છૂટનો લાભ તમારે ગુમાવવો પડશે. 

કેવી રીતે મેળવશો ઓફરનો લાભ
ઇન્ડિગોની આ ઓફર ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે છે. ટિકિટ બુક કરાવતી વખતે મુસાફરોએ SEP15P પ્રોમો કોડનો ઉપયોગ કરવાનો રહેશે. આ કોડનો ઉપયોગ એક મુસાફર એક જ ટિકિટ બુક કરાવવા માટે કરી શકશે. સાથોસાથ આ ઓફર મર્યાદિત સમય માટે જ છે. આ ઓફર હેઠળ ટિકિટ બુક કરાવવાની અંતિમ સમય મર્યાદા 30 ઓગસ્ટ છે. 8 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન મુસાફરી કરવાની રહેશે. 

ઓફર માટેની ખાસ બાબત
ઇન્ડિગો એરલાઇન્સે આ ઓફરનો લાભ વન વે એટકે કે એક તરફી અને બંને તરફી એટલે કે રિટર્ન ટિકિટ માટે પણ ઉઠાવી શકાશે. વન વે ટિકિટ માટે 10 ટકા જ્યારે રિટર્ન ટિકિટ માટે 15 ટકાનો ફાયદો મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news