Asian Games 2018 : સિંધુ ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય શટલર બની, હવે વર્લ્ડ નંબર-1 સામે ટક્કર

પીવી સિંધુએ મહિલા સિંગલ્સમાં વર્લ્ડ નંબર-2 અકાને યામાગુચીને હરાવી. ફાઇનલમાં તેની સામે તાઇ જૂ યિંગ હશે. 
 

  Asian Games 2018 : સિંધુ ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય શટલર બની, હવે વર્લ્ડ નંબર-1 સામે ટક્કર

જકાર્તાઃ ભારતની નંબર એક બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ 18મી એશિયન ગેમ્સના ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેણે સોમવારે મહિલા સિંગલ્સના સેમીફાઇનલમાં જાપાનની અકાને યામાગુચીને 21-17, 15-21, 21-10થઈ હરાવી. તે એશિયન ગેમ્સના સેમીફાઇનલમાં પહોંચનારી ભારતની પ્રથમ બેડમિન્ટન ખેલાડી છે. હવે ફાઇનલમાં તેની ટક્કર વિશ્વની નંબર-1 ખેલાડી તાઇવાનની તાઈ જૂ યિંગ સામે થશે. 

પીવી સિંધુ વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજા સ્થાને છે. જાપાનની યામાગુચી વર્લ્ડ નંબર-2 છે. આશા પ્રમાણે આ બંન્ને ખેલાડીઓ વચ્ચે કાંટાની ટક્કર થઈ. 65 મિનિટ સુધી ચાલેલા આ મેચની પ્રથમ ગેમ 23 વર્ષિય સિંધુએ જીતી. બીજી ગેમ જાપાની ખેલાડીના નામે રહી. ત્રીજી ગેમમાં સિંધુએ વધુ શાનદાર પ્રદર્શન કર્યું અને યામાગુચીને કોઇ તક ન આવી આ ગેમ 21-10થી જીતવાની સાથે મેચ પણ જીતી લીધી. આ બંન્ને ખેલાડીઓ વચ્ચે સાતમી મેચ હતી. જેમાં સિંધુનો પાંચ વખત વિજય થયો છે. 

સાયનાને સિલ્વર
ઇંડોનેશિયામાં ચાલી રહેલા 18મા એશિયાઇ રમતોમાં સોમવારે ભારતની અગ્રણી મહિલા બેંડમિંટન ખેલાડી સાયના નેહવાલને મહિલા સિંગલની સેમીફાઇનલના મુકાબલામાં હાર મળી છે. આ હારના લીધે તે ફાઇનલમાં પ્રવેશી ચૂકી છે. જોકે તેમણે કાંસ્ય પદક પ્રાપ્ત થયો છે. સાયનાનો એશિયાઇ રમતોમાં આ પ્રથમ પદક છે. આ સ્પર્ધાની બીજી સેમીફાઇનલમાં પીવી સીંધુને બીજી સેમીફાઇન રમવાની છે. 

વર્લ્ડ નંબર-1 સાયના પહેલી ગેમની શરૂઆતમાં યિંગની આક્રમક રમત આગળ નબળી જોવા મળી રહી હતી અને જેથી તે 5-1થી પાછળ રહી. આ દરમિયાન યિંગ કેટલાક ખોટા શોટ રમી હતી અને સાયનાએ તેનો ફાયદો ઉઠાવતા6 પોતાનો સ્કોર ચીની તાઇપેની ખેલાડી વિરૂદ્ધ 10-10થી બરાબર કરી લીધો.

સાયનાને મહિલા સિંગલની સેમીફાઇનલમાં ચીની તાઇપેની ખેલાડી તાઇ જુ યિંગે સીધી રમતોમાં 21-17, 21-14થી માત આપી. ગત વખતે એશિયાઇ રમતોમાં કાંસ્ય પદક જીતનાર યિંગને અહીં સીધા પાંચ પોઇન્ટ લેતાં સાયનાને ફરી એકવાર 15-10થી પછાડી દીધી. આ બઢતને જાળવી રાખતાં યિગે પહેલી ગેમ 21-17થી જીતી લીધી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news