દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાને પછાડી શકે છે ભારત, આ મામલે બનશે નંબર 1
Trending Photos
નવી દિલ્હી: ભારત 2019માં દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓની યાદીમાં બ્રિટનને માત આપી શકે છે. વૈશ્વિક સલાહકાર કંપની પીડબ્લ્યૂસીની એક રિપોર્ટમાં આ અનુમાન લગાવવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક જ સ્તરના વિકાસ અને વધુ અથવા ઓછું સમાન આબાદીના લીધે આ યાદીમાં બ્રિટેન અને ફ્રાંસ આગળ થતા રહે છે. પરંતુ જો ભારત આ યાદીમાં આગળ નિકળે છે તો તેનું સ્થાન સ્થાયી રહેશે.
2019માં ભારતની જીડીપી 7.6 ટકા રહેવાનું અનુમાન
પીડબ્લ્યૂસીની વૈશ્વિક અર્થવ્યવસ્થા રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે 2019માં બ્રિટનનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર 1.6 ટકા, ફ્રાંસની 1.7 ટકા તથા ભારતની 7.6 ટકા રહેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને ફ્રાંસ 2019માં બ્રિટનને પાછળ છોડી દેશે. તેથી વૈશ્વિક રેકિંગમાં બ્રિટન પાંચમા સ્થાનથી સરકીને સાતમા સ્થાને પહોંચી જશે.
શું કહે છે વર્લ્ડ બેંકના આંકડા
વર્લ્ડ બેંકના આંકડા અનુસાર 2017માં ફ્રાંસને પાછળ છોડીને ભારત દુનિયાની છઠ્ઠી સૌથી અર્થવ્યવસ્થા બની ગયા. ટૂંક સમયમાં ભારતના બ્રિટનને પાછળ છોડવાની આશા છે જે પાંચમા સ્થાન પર છે. પીડબ્લ્યૂસી વૈશ્વિક અર્થવ્યવસ્થા રિપોર્ટ એક લઘુ પ્રકાશન છે જે વૈશ્વિક અર્થવ્યવસ્થાનું વલણ અને મુદ્દે ધ્યાન આપે છે. સાથે જ દુનિયાની મુખ્ય અર્થવ્યવસ્થાઓ પર તાજુ અનુમાન પ્રકાશિત કરે છે.
મજબૂત સ્થિતિમાં છે ભારતની જીડીપી
પીડબ્લ્યૂસી ઈન્ડિયાના ભાગીદાર તથા લીડર (લોક નાણા તથા અર્થશાસ્ત્ર) રાનેન બેનર્જીએ કહ્યું કે જો કોઇ મોટી અડચણ આવતી નથી તો 2019-20 માં ભારત 7.6 ટકાની મજબૂત વૃદ્ધિ તરફ પરત ફરશે. પીડબ્લ્યૂસીના વરિષ્ઠ અર્થશાસ્ત્રી માઇક જૈકમૈને કહ્યું કે ભારત દુનિયાની સૌથી મોટી વધતી મોટી અર્થવ્યવસ્થા છે. મોટી આઝાદી, અનુકૂળ વસ્તી વિષયક તથા પ્રતિ વ્યક્તિ જીડીપીના નીચલા સ્તરના લીધે તેની તેજીથી પકડવાની ક્ષમતા પણ વધુ છે.
પીડબ્લ્યૂસીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થાની વૃદ્ધિ 2019માં સુસ્ત રહેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાની મુખ્ય અર્થવ્યવસ્થાઓના વૃદ્ધિ દરે 2016ના અંત તથા 2018ની શરૂઆતમાં જે ગતિ પકડી હતી તે હવે પુરી થઇ ચૂકી છે. વર્લ્ડ બેંકના આંકડા અનુસાર 2017માં ભારત 2,590 અરબ ડોલરના બરાબર જીડીપીની સાથે દુનિયાની છઠ્ઠી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે. તેને ફ્રાંસને પાછળ છોડી દીધું હતું. ફ્રાંસનો જીડીપી 2,580 અરબ ડોલર હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે