વિપક્ષ અત્યારથી જ પરાજયનાં બહાના શોધે છે, EVM પર મઢશે દોષ

વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, વિપક્ષ 2019 ચૂંટણી પહેલા પરાજયનાં બહાનાઓ શોધે છે

વિપક્ષ અત્યારથી જ પરાજયનાં બહાના શોધે છે, EVM પર મઢશે દોષ

મુંબઇ : 2019 લોકસભા ચૂંટણી માટે એક્શન મોડમાં આવી ચુકેલા વડાપ્રધાન મોદીએ રવિવારે વિપક્ષ પર વ્યંગ કર્યોહ તો. વડાપ્રધાને કહ્યું કે, વિપક્ષનાં લોકોએ ચૂંટણી પહેલા જ પરાજયનાં બહાનાઓ શોધવાનું ચાલુ કરી દીધું છે. આ લોકો અત્યારથી ઇવીએમ પર સવાલ ઉઠાવવા લાગ્યા છે. એક દિવસ પહેલા શનિવારે કોલકાતામાં મમતા બેનર્જીના મંચ પર એક થયેલા વિપક્ષ પર નિશાન સાધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેમણે પણ ગઠબંધન કર્યું અને અમે પણ કર્યું છે. તેમણે દળોની સાથે ગઠબંધન કર્યું છે અને અમે દેશની સવા સો કરોડ જનતા સાથે ગઠબંધન કર્યું છે. તમે લોકો જ કહો કયુ ગઠબંધન વધારે યોગ્ય છે. 

મુંબઇમાં કોલ્હાપુરનાં બૂથ વર્કર્સ સાતે વાતચીતમાં વડાપ્રધાને ઇવીએમના મુદ્દે સવાલ ઉઠાવવા અંગે વિપક્ષને ઘેરતા કહ્યું કે, આ લોકો અત્યારથી જ હારના મુદ્દે બહાનાઓ શોધવા લાગ્યા છે. ઇવીએમને વિલન ગણાવવા લાગ્યા છે. આ સ્વાભાવિક છે કે દરેક રાજનીતિક પાર્ટી ચુંટણી જીતવા માંગે છે, પરંતુ જ્યાં કેટલાક દળોને જનતાનો આશિર્વાદ મળવાનાં કારણે તેઓ પરેશાન થઇ જાય છે. તે લોકો જનતાને બેવકુફ સમજે છે કે અને એટલા માટે જ રંગ બદલતા રહે છે. 

આ નામદારોનું બંધન છે... અદ્ભુત સંગમ
આ દરમિયાન મમતાની રેલી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ત્યાં મંચ પર હાજર નેતાોમાં મોટા ભાગનાં લોકો કયા મોટા નેતાનાં પુત્ર હતા. કેટલાક એવા પણ હતા જે પોતાનાં પુત્ર-પુત્રીઓને સેટ કરવામાં લાગેલા હતા. તેમની પાસે ધનશક્તિ છે અને અમારી પાસે જનશક્તિ છે. મહાગઠબંધન પર વ્યંગ કરતા કહ્યું કે, આ ગઠબંધન એક અનોખુ બંધન છે. આ બંધન નામદારોનું બંધન છે. આ બંધન ભાઇ ભત્રીજાવાદનું, ભ્રષ્ટાચાર, ગોટાળા, નકારાત્મક અને અસમાનતાનું ગઠબંધન છે. આ અદ્ભુત સંગમ છે. 

વિપક્ષને કોઇ જ સંસ્થા પર ભરોસો નથી
વડાપ્રધાને કહ્યું કે, વિપક્ષનાં લોકોનું કોઇ પણ સંસ્થા પર ભરોસો નથી. એટલા માટે તેઓ સંવૈધાનિક સંસ્થાઓને બદનામ કરવાનાં પ્રયાસો કરી રહ્યા છે. વિપક્ષનાં પ્રયાસોને નકારાત્મક જણાવતા મોદીએ કહ્યું કે, જે મંચથી આ લોકો લોકશાહી બચાવવાની વાત કરી રહ્યા હતા ત્યાં એક નેતાએ બોફોર્સ ગોટાળાની યાદ અપાવી. આખરે સત્ય જીભ પર આવી જ ગયું. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકશાહી જનતાદળનાં સંસ્થાપક અને વરિષ્ઠ સમાજવાદી નેતા શરદ યાદવે રાફેલ પર મોદી સરકારને ઘેરવાનાં બદલે પોતાનાં ભાષણમાં બોફોર્સ ગોટાળા પર બોલવા લાગ્યા. ત્યાર બાદ તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, હું રાફેલ અંગે વાત કરી રહ્યો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news