BSNLને બંધ કરવાની તૈયારી કરી રહી છે મોદી સરકાર!
સરકાર અત્યાર સુધી તેનું ડિસઈન્વેસ્ટમેન્ટ કરવાની પ્રક્રિયા કરવા વિચારી રહી હતી, પરંતુ હવે કેન્દ્ર સરકારે કંપનીને બંધ કરી દેવાના સુચન પર વિચારણા કરવા જણાવ્યું છે
Trending Photos
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોના પ્રવેશ બાદ ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં જે પ્રકારની પ્રાઈસ વોર જામી છે, તેના કારણે સરકારી ટેલિકોમ કંપની BSNLને પણ મોટો ફટકો પડ્યો છે. આ કંપની સતત નુકસાન કરી રહી છે અને કેન્દ્ર સરકાર તેનું ડિસઈન્વેસ્ટમેન્ટ કરવાનું પ્લાનિંગ કરી રહી હતી. જોકે, હવે એવા સમાચાર છે કે કેન્દ્ર સરકારે દેશની ટેલિકોમ ક્ષેત્રની સૌથી મોટી સરકારી કંપની 'ભારત સંચાર નિગમ લિમિટેડ' (BSNL)ને બંધ કરવાનું સુચન કર્યું છે. કંપનીને આ સુચન પર વિચારણા કરવા જણાવાયું છે.
જોકે, સરકાર અત્યાર સુધી તેનું ડિસઈન્વેસ્ટમેન્ટ કરવાની પ્રક્રિયા પર વિચાર કરી રહી હતી. હવે સરકારના નવા નિર્ણયથી તેના કર્મચારીઓથી માંડીને બીએસએનએલના ગ્રાહકોના માટે મોટું જોખમ તોળાઈ રહ્યું છે. જો કંપની બંધ તશે તો આ કંપની માટે મોટો સેટબેક હોઈ શકે છે.
31 હજાર કરોડથી વધુનું નુકસાન
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર મુજબ નાણાકિય વર્ષ 2017-18ના અંત સુધીમાં બીએસએનએલનું કુલ નુકસાન રૂ.31,287 કરોડ સુધી પહોંચી ચૂક્યું છે. સૂત્રો અનુસાર, તાજેતરમાં જ સંદેશાવ્યવહાર સચિવ અરૂણઆ સુંદરરાજને બીએસએનએલના ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં બીએસએનેલના અધિકારીઓને તેને બંધ કરવાના પગલાં અંગે વિચારણા કરવા જણાવાયું છે.
અહીં બટાકા વેચાઇ રહ્યા છે 17 હજાર રૂપિયે કિલો, દૂધની કિંમત જાણીને ઉડી જશે હોશ
BSNL દ્વારા રજૂ કરાયું પ્રેઝન્ટેશન
આ બેઠકમાં BSNLના ચેરમેન અનુપમ શ્રીવાસ્તવે એક પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ પ્રેઝન્ટેશનમાં કંપનીની આર્થિક સ્થિતિ, નુકસાન અને રિયાલન્સ જિયોના પ્રવેશ બાદ તેના કારોબાર પર કેટલી અસર પડી છે તેની વિગતો રજૂ કરાઈ હતી. આ ઉપરાંત કર્મચારીઓ માટે વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ (VRS) અને સમયથી પહેલાં રિટાયરમેન્ટના પ્લાનનું પણ પ્રેઝન્ટેશન કરાયું હતું.
ડિસઈન્વેસ્ટમેન્ટ નહીં તો કંપની બંધ કરવા અંગે વિચારણા
સરકાર પહેલા બીએસએનએલનું ડિસઈન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારી રહી હતી. જોકે, હવે કંપનીને વેપાર બંધ કરવાના વિકલ્પો અંગે વિચારણા કરવા જણાવાયું છે. સરકારે બીએસએનએલને આ અંગેના તમામ પાસા પર વિચારણા કરવા આદેશ આપ્યો છે. સૂત્રો અનુસાર બીએસએનએલને 3 વિકલ્પો પર વિચારણા કહેવાયું છે. પ્રથમ કંપનીમાં રણનીતિક ડિસઈન્વેસ્ટમેન્ટ, બીજું કંપની બંધ કરી દેવી અને ત્રીજું આર્થિક મદદ સાથે કંપનીને ફરીથી મજબૂત બનાવવી.
કંપની માટે મોટો પડકાર કયો?
બીએસએલએલ દ્વારા પોતાના પ્રેઝન્ટેશનમાં જણાવાયું છે કે, અન્ય કંપનીઓ સાથેની પ્રતિસ્પર્ધા ઉપરાંત તેની સામે સૌથી મોટો પડકાર તેના કર્મચારીઓની સંખ્યા છે. કર્મચારીઓની સંખ્યા ઘટાડવા માટે વીઆરએસ અને રિટાયરમેન્ટની ઉંમર 60થી ઘટાડીને 58 કરવાનો વિકલ્પ અપાયો છે. કંપનીના અનુસાર જો વર્ષ 2019-20માં રિટાયરમેન્ટની ઉંમર ઘટાડી દેવામાં આવે તો તેનાથી કંપીને પગારના ખર્ચમાં રૂ.3,000 કરોડની બચત થઈ શકે છે. આ ઉંમરના વર્ગમાં કંપનીના લગભગ 67 હજાર કર્મચારી છે.
સંપત્તિઓનું વેચાણ
બીએસએનએલમાં મૂડીરોકાણનું પણ એક સુચન છે. જેમાં બીએસએનએલ પાસે રહેલી વિશાળ જમીનો અને બિલ્ડિંગ્સને વેચીને રૂ.15,000 કરોડ જેટલી માતબર રકમ એક્ઠી કરી શકાય એમ છે. કંપનીએ જણાવ્યું કે, આગામી બે-ત્રણ વર્ષમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ તરફથી આ કામ થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે