Gold Rate: સોનું 5000 રૂપિયા સસ્તું થઈ ગયું? 15 દિવસમાં જબરદસ્ત તૂટ્યું સોનું, જાણો શું છે હવે સોનાનો ભાવ

Latest Gold Rate: સોનાના ભાવમાં 1 નવેમ્બરથી લઈને અત્યાર સુધી એટલે કે છેલ્લા બે અઠવાડિયામાં 5000 રૂપિયાથી વધુનો કડાકો જોવા મળી ચૂક્યો છે. જાણો અત્યારે શું છે સોનાનો લેટેસ્ટ રેટ.

Gold Rate: સોનું 5000 રૂપિયા સસ્તું થઈ ગયું? 15 દિવસમાં જબરદસ્ત તૂટ્યું સોનું, જાણો શું છે હવે સોનાનો ભાવ

શેર બજારમાં છેલ્લા કેટલાક સમયથી કડાકો જોવા મળ્યો છે. ગુરુવારે પણ સેન્સેક્સ અને નિફ્ટીએ તેજ શરૂઆત કરી અને થોડીવાર પછી ગગડીને ટ્રેડિંગ થતું જોવા મળ્યું. પરંતુ ફક્ત શેરબજાર જ નહીં સોનું અને ચાંદી પણ સતત તૂટી રહ્યા છે. સોનાના ભાવમાં 1 નવેમ્બરથી લઈને અત્યાર સુધી એટલે કે છેલ્લા બે અઠવાડિયામાં 5000 રૂપિયાથી વધુનો કડાકો જોવા મળી ચૂક્યો છે. જાણો અત્યારે શું છે સોનાનો લેટેસ્ટ રેટ.

સતત સસ્તું થઈ રહ્યું છે સોનું
સોનાના ભાવમાં આ વર્ષો ભારે ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ જ્યાં મોદી 3.0નું પહેલું બજેટ રજૂ થયું ત્યારે સરકાર તરફથી સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યૂટી હટાવવાની જાહેરાત થયા બાદ તે જબરદસ્ત સસ્તું થયું હતું. પરંતુ તેના બીજા મહિનાથી સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો અને બધા રેકોર્ડ તોડીને ટોચ પર પહોંચી ગયો. પરંતુ છેલ્લા બે અઠવાડિયાથી પાછા સોનાના ભાવ ગગડ્યા છે. ગુરુવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) એટલે કે વાયદા બજારમાં 24 કેરેટ 10 ગ્રામ સોનું 700 રૂપિયા કરતા વધુ તૂટ્યું. 

બે અઠવાડિયામાં મોટો કડાકો
MCX પર સોનાના ભાવોમાં છેલ્લા બે અઠવાડિયામાં થયેલા ફેરફાર પર નજર ફેરવીએ તો મહિનાની શરૂઆતમાં 1 નવેમ્બરના રોજ પાંચ ડિસેમ્બરની એક્સપાયરીવાળું સોનું 78,867 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતું. પરંતુ ગુરુવારે 14 નવેમ્બર 2024ના રોજ એટલે કે આજે તે તૂટીને 73,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું. એ રીતે જોઈએ તો સોનાના ભાવમાં 1થી 14 નવેમ્બર દરમિયાન 5,117 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો તગડો ઘટાડો નોંધાયો છે. 

શરાફા બજારમાં ભાવ
વાયદા બજારની સાથે સાથે શરાફા બજારના ઘરેલુ ભાવ જોીએ તો તેમાં પણ સોનામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઈટ મુજબ 1 નવેમ્બરના રોજ ફાઈન ગોલ્ડ (999)ની કિંમત 81 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ પાર પહોંચી ગઈ હતી. પરંતુ હવે તેનો ભાવ ઘટીને 75,260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો. એટલે કે 24 કેરેટ ગોલ્ડના ભાવમાં 2 અઠવાડિયામાં 6,000 રૂપિયાથી વધારેનો ઘટાડો નોંધાયો. અન્ય ક્વોલિટીના ગોલ્ડના ઘરેલુ માર્કેટના ભાવો પર નજર ફેરવો. 

ક્વોલિટી         ભાવ (IBJA મુજબ)
24 કેરેટ       75,260  રૂપિયા/ 10 ગ્રામ
22 કેરેટ       73,450 રૂપિયા/ 10 ગ્રામ
20 કેરેટ       66,980 રૂપિયા/ 10 ગ્રામ
18 કેરેટ       60,960 રૂપિયા/ 10 ગ્રામ

નોંધનીય છે કે ઘરેલુ બજારમાં સોનાના આ ભાવ 3 ટકા જીએસટી અને મેકિંગ ચાર્જ વગરના છે. મેકિંગ ચાર્જ અલગ અલગ હોય છે અને તેના પગલે દેશના તમામ શહેરોમાં સોનાના ભાવમાં ફેરફાર જોવા મળે છે. 

આ રીતે ચેક કરો સોનાની શુદ્ધતા
અત્રે જણાવવાનું કે દેશભરમાં સોનાના દાગીનાના ભાવ ઉત્પાદન શુલ્ક, રાજ્યોના કર અને મેકિંગ ચાર્જના કારણે બદલાતા રહે છે. દાગીના બનાવવા માટે મોટાભાગે 22 કેરેટનો જ ઉપયોગ થાય છે. જ્યારે કેટલાક લોકો 18 કેરેટ સોનું પણ ઉપયોગમાં લે છે. દાગીના પર કેરેટ પ્રમાણે હ હોલ માર્ક હોય છે. 24 કેરેટ સોનાની વસ્તુ પર 999 લખેલું હોય છે. જ્યારે 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news