Elon Musk: મોતના મુખમાંથી પાછા આવેલા છે મસ્ક, ટોઈલેટમાં ફક્ત 3 સેકન્ડ જ રોકાય છે, કારણ જાણી દંગ રહી જશો

Happy Birthday Elon Musk: દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કનો આજે જન્મદિવસ છે. એલન મસ્કનો જન્મ 28 જૂન 1971ના રોજ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ મુજબ તેમની નેટવર્થ 225 અબજ ડોલર છે અને તેઓ દુનિયાના સૌથી મોટા રઈસ છે. આ વર્ષે તેમની નેટવર્થમાં 88.4 અબજ ડોલરનો વધારો થયો છે. મસ્કની ઈલેક્ટ્રિક કાર બનાવનારી કંપની ટેસ્લા દુનિયાની સૌથી મૂલ્યવાન ઓટો કંપની છે.

Elon Musk: મોતના મુખમાંથી પાછા આવેલા છે મસ્ક, ટોઈલેટમાં ફક્ત 3 સેકન્ડ જ રોકાય છે, કારણ જાણી દંગ રહી જશો

દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કનો આજે જન્મદિવસ છે. એલન મસ્કનો જન્મ 28 જૂન 1971ના રોજ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ મુજબ તેમની નેટવર્થ 225 અબજ ડોલર છે અને તેઓ દુનિયાના સૌથી મોટા રઈસ છે. આ વર્ષે તેમની નેટવર્થમાં 88.4 અબજ ડોલરનો વધારો થયો છે. મસ્કની ઈલેક્ટ્રિક કાર બનાવનારી કંપની ટેસ્લા દુનિયાની સૌથી મૂલ્યવાન ઓટો કંપની છે. આ ઉપરાંત પણ તેઓ અનેક કંપનીઓ ચલાવે છે. ગત વર્ષે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિવિટર ખરીદી હતી. ત્યારબાદથી જ ટ્વિટરમાં ઉથલપાથલ મચેલી છે. મસ્કમાં કામને લઈને ગજબનું જૂનુન છે અને તેઓ પોતાના કર્મચારીઓ પાસેથી પણ આ જ પ્રકારના જૂનુનની અપેક્ષા રાખે છે. વ્યવસાયે એન્જિનિયર મસ્ક રજાઓને નફરત કરે છે. તેનું એક કારણ એ છે કે એકવાર રજાઓના કારણે તેઓ મોતના મુખમાં પહોંચી ગયા હતા. 

અમેરિકી બિઝનેસ  કોલમિસ્ટ અને લેખક એશ્લી વેન્સના પુસ્તક 'Elon Musk: How the Billionaire CEO of SpaceX and Tesla is Shaping Our Future' મુજબ ડિસેમ્બર 2000માં મસ્કે ઘણા વર્ષો બાદ પહેલીવાર રજા લીધી. તેઓ પરિવારની સાથે બે અઠવાડિયાની રજા પર ગયા હતા. પહેલા તબક્કામાં તેઓ બ્રાઝીલ અને બીજા તબક્કામાં સાઉથ આફ્રિકા ગયા હતા. આફ્રિકામાં મસ્કને મેલેરિયા થઈ ગયો હતો. આ એક પ્રકારનો એવો મેલેરિયા હતો જેનાથી દુનિયાભરમાં મોટાભાગે મોત થાય છે. જાન્યુઆરીમાં મસ્ક કેલિફોર્નિયા પાછા ફર્યા. તેમની હાલત ગંભીર થતી ગઈ અને બિસ્તરથી ઉઠી પણ શકતા નહતા. તેમની પત્ની તેમને ડોક્ટર પાસે લઈ ગઈ. 

રજાઓ તમને મારશે!
ડોક્ટરના ઓર્ડર પર મસ્કને એમ્બ્યુલન્સથી રેડવુડ સિટીના સિકોયા હોસ્પિટલ લઈ જવાયા. પરંતુ ડોક્ટર તેમની બીમારી પકડી શક્યા નહીં અને તેઓ મોતના મુખમાં પહોંચી ગયા હતા. ત્યારે કોઈ અન્ય હોસ્પિટલના ડોક્ટર ત્યાં આવ્યા. તેમણે મેલેરિયાના ઘણા કેસ જોયા હતા. તેઓ તરત સમજી ગયા કે મસ્કને મેલેરિયા થયો છે. ત્યારબાદ ડોક્ટરે મસ્કને કહ્યું કે જો એક દિવસ પણ વાર થઈ જાત તો તેમનું બચવું મુશ્કેલ બની જાત. મસ્ક દસ દિવસ સુધી આઈસીયુમાં રહ્યા. મસ્કને આ બીમારીથી સંપૂર્ણ રીતે બહાર આવવામાં છ મહિનાનો સમય લાગી ગયો. તેમનું વજન પણ 45 પાઉન્ડ જેટલું ઉતરી ગયું. મસ્ક કહે છે કે 'હું મોતની ખુબ નજીક પહોંચી ગયો હતો. રજાને લઈને મારો બોધપાઠ એ છે કે...રજાઓ તમને મારી નાખશે.'

દક્ષિણ આફ્રિકામાં જન્મેલા અને વ્યવસાયે એન્જિનિયર મસ્કને કામ અંગે ગજબ જૂનુન છે. અનેકવાર તેઓ અટક્યા વગર અનેક દિવસ સુધી કામ કરતા રહેતા હતા.  X.com માં મસ્ક સાથે કામ કરી ચૂકેલી Julie Ankenbrandt કહે છે કે અમે દિવસમાં 20 કલાક કામ કરતા હતા જ્યારે મસ્ક 23 કલાક કામ કરતા હતા. મસ્કની સ્પેસ કંપની સ્પેસએક્સ અને ટેસ્લાના કર્મચારીઓને પણ મસ્કના આ જૂનુન સામે ઝઝૂમવું પડ્યું છે. તેમને કામમાં  બેદરકારી જરાય પસંદ નથી. ઈમેઈલમાં  ભાષામાં પણ મામૂલી ભૂલ થાય તો મસ્ક કર્મચારીઓની હકાલપટ્ટી કરવા માટે બદનામ છે. 

હંમેશા ઉતાવળ
મસ્ક સાથે શરૂઆતના દિવસોમાં કામ કરી ચૂકેલા એન્જિનિયર કેવિન બ્રોગન કહે છે કે મસ્ક હંમેશા ઉતાવળમાં રહે છે. તેઓ ટોઈલેટમાં પણ ઉતાવળમાં રહે છે. 3 સેકન્ડમાં તેમનું કામ પૂરું થઈ જાય છે. કદાચ આ જ તેમની સફળતાનું રહસ્ય છે. મસ્કે આટલા ઓછા સમયમાં જે ઉપલબ્ધિઓ મેળવી છે તે અવિશ્વસનીય છે. ટેસ્લા આજે દુનિયાની સૌથી મુલ્યવાન કંપની છે જ્યારે સ્પેસએક્સ અંતરિક્ષમાં સફળતાપૂર્વક રોકેટ છોડનારી દુનિયાની પહેલી ખાનગી કંપની છે. મસ્કનું મિશન મંગળ પર માનવ વસ્તી વસાવવાનું છે અને આ મિશનને પૂરું કરવા માટે તેઓ મિશન મોડ પર કામ કરે છે. 

મસ્કે જ્યારે ટ્વિટર ખરીદી હતી ત્યારે તેમણે કર્મચારીઓને દિવસરાત કામ કરવા માટે તૈયાર રહેવાનું કહ્યું હતું. રિપોર્ટ્સ હતા કે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ટ્વિટરના હેડક્વાર્ટરમાં બિસ્તર લગાવી દેવાયા હતા. આ સાથે જ એક વોશિંગ મશીન પણ લગાવવામાં આવી હતી. કર્મચારીઓ માટે ઓફિસમાં જ સૂવા અને રોકાવાની વ્યવસ્થા કરાઈ હતી. સોશિયલ મીડિયા પર યૂઝર્સ આ વાત પર આશ્ચર્ય જતાવતા હતા. પરંતુ મસ્કની કાર્યશૈલી જાણતા લોકોનું કહેવું છે કે તેમના માટે આ વાત નવી નથી. કદાચ આ જ વિશેષતા છે કે મસ્ક આજે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news