કેબિનેટે બેન્કોના વિલયને આપી મંજૂરી, વિશ્વ સ્તરીય બેન્ક બનાવવાનો ઉદ્દેશ્ય
કેન્દ્રીય મંત્રીમંડળે સરકારી બેન્કોના વિલયને મંજૂરી આપી દીધી છે. સરકારનો ઇરાદો વૈશ્વિક સ્તરની બેન્ક બનાવવાનો છે. નરેન્દ્ર મોદીની સરકારે પાછલા વર્ષે ઓગસ્ટમાં બેન્કોના મેગા મર્જરની જાહેરાત કરી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે 10 સરકારી બેન્કોનો વિલય કરીને ચાર 'મોટી બેન્ક' બનાવવાને મંજૂરી આપી દીધી છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમને આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, મંત્રીમંડળે વિલય પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે અને સરકાર આ બેન્કો સાથે સતત સંપર્કમાં છે. સીતારમને કહ્યું, 'બેન્કોના વિલયની પ્રક્રિયા જારી છે અને તેનો નિર્ણય દરેક બેન્કનું ડાયરેક્ટર મંડળ પહેલા જ લઈ ચુક્યું છે.' નરેન્દ્ર મોદી સરકારે પાછલા વર્ષે ઓગસ્ટમાં બેન્કોના મેગા મર્જરની જાહેરાત કરી હતી.
બીજી સૌથી મોટી બેન્ક હશે PNB
યોજના પ્રમાણે યૂનાઇટેડ બેન્ક ઓફ ઈન્ડિયા (UBI) તથા ઓરિયન્ટલ બેન્ક ઓફ કોમર્સ (OBC)નું પંજાબ નેશનલ બેન્ક (PNB)માં વિલય થશે, જેથી તે બીજી સૌથી મોટી સરકારી બેન્ક બની જશે.
તો સિન્ડિકેન્ટ બેન્કમાં કેનરા બેન્ક, અલ્હાબાદ બેન્ક તથા ઈન્ડિયન બેન્કનો વિલય કરવામાં આવશે. આ રીતે આંધ્ર બેન્ક તથા કોર્પોરેશન બેન્કનો યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયા (UBI)માં વિલય કરવામાં આવશે.
જે બેન્કમાં થશે વિલય | જે બેન્કનો થશે વિલય |
પંજાબ નેશનલ બેન્ક |
ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યૂનાઇટેડ બેન્ક ઓફ ઈન્ડિયા |
કેનરા બેન્ક | સિન્ડિકેટ બેન્ક |
યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયા | આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્ક |
ઈન્ડિયન બેન્ક | અલ્હાબાદ બેન્ક |
આ બેન્કોનો વિલય
વિલય-1
પંજાબ નેશનલ બેન્ક, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ તથા યૂનાઇટેડ બેન્ક ઓફ ઈન્ડિયા (બીજી સૌથી મોટી બેન્ક, કારોબાર- 17.95 લાખ કરોડ રૂપિયા)
વિલય-2
કેનરા બેન્ક અને સિન્ડિકેટ બેન્ક (ચોથી સૌથી મોટી બેન્ક, કારોબાર-15.20 લાખ કરોડ રૂપિયા)
વિલય-3
યૂનિયન બેન્ક, આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્ક (પાંચમી સૌથી મોટી બેન્ક, કારોબાર-14.6 લાખ કરોડ રૂપિયા)
વિલય-4
ઈન્ડિયન બેન્ક, અલ્હાબાદ બેન્ક (સાતમી સૌથી મોટી બેન્ક, કારોબાર-8.08 લાખ કરોડ રૂપિયા)
તમારા પર્સમાંથી વધુ એક નોટ બદલાવાની છે, તૈયારી રખજો...
વિલય સમસ્યાઓનું સમાધાન નહીં
બેન્ક યૂનિયનોનું પરંતુ માનવું છે કે બેન્કિંગ સેક્ટર્સની સમસ્યાઓનું સમાદાન બેન્કોના વિલયથી થશે નહીં અને તેમણે સરકારના આ પગલાંનો વિરોધ કર્યો છે.
2018માં આવ્યો હતો પ્લાન
બેન્કના વિલયની યોજના સૌથી પહેલા ડિસેમ્બર 2018માં રજૂ કરવામાં આવી હતી, જ્યારે આરબીઆઈએ કહ્યું હતું કે, જો સરકારી બેન્કના વિલયથી બનેલી બેન્ક ઈચ્છિત પરિણામ હાંસિલ કરી લે છે તો ભારતની પણ કેટલિક બેન્કો વૈશ્વિક સ્તરની બેન્કોમાં સામેલ થઈ શકે છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે