દિલ્હીઃ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં જઈને બોલ્યા રાહુલ ગાંધી- હિંસા અને નફરતથી ભારત માતાને નુકસાન
કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ દિલ્હીના હિંસા પ્રભાવિત વિસ્તારોના પ્રવાસ પર છે. સાંસદ રાહુલ ગાંધી પણ આ પ્રતિનિધિમંડળની સાથે છે.
Trending Photos
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધિત કાયદો (CAA)ને લઈને રાજધાની દિલ્હીમાં ભડકેલી હિંસા હવે શાંત થઈ છે. હિંસા પ્રભાવિત વિસ્તારમાં હવે રાહત કાર્ય ચાલી રહ્યું છે અને બીજીવાર જીવન પાટા પર પરત ફરે તેના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે કોંગ્રેસ નેતાઓનું એક પ્રતિનિધિમંડળ દિલ્હીના હિંસા પ્રભાવિત વિસ્તારના પ્રવાસ પર છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આ પ્રતિનિધિમંડળ સાથે છે.
રાહુલ ગાંધી કોંગ્રેસના નેતાઓ સાથે નોર્થ ઈસ્ટ દિલ્હીના બૃજપુરી વિસ્તારમાં પહોંચ્યા હતા. અહીં તેમણે તે શાળાનો પ્રવાસ કર્યો, જે હિંસા દરમિયાન આગચાંપીનો શિકાર બની હતી.
શાળાની બહાર આવીને રાહુલ ગાંધીએ મીડિયાને કહ્યું, 'આ શાળા છે. આ હિન્દુસ્તાનનું ભવિષ્ય છે. જેને નફરત અને હિંસાએ સળગાવ્યું છે. તેનાથી કોઈને ફાયદો થયો નથી. હિંસા અને નફરત વિકાસના દુશ્મન છે. હિન્દુસ્તાનને વિભાજીત અને સળગાવવામાં આવી રહ્યો છે, તેનાથી ભારત માતાને કોઈ ફાયદો નથી.'
Rahul Gandhi along with other Congress leaders arrives in Brijpuri in Northeast Delhi which had witnessed violence. #Delhiviolence pic.twitter.com/zynFnx1tpG
— ANI (@ANI) March 4, 2020
રાહુલ ગાંધીએ અપીલ કરતા કહ્યું કે, બધાએ મળીને પ્રેમથી કામ કરવું પડશે. હિન્દુસ્તાનને જોડીને જ આગળ વધારી શકાય છે. વિશ્વમાં ભારતની જે છબી છે, તેને ઠેસ પહોંચી છે. ભાઈચારો અને એકતા આપણી તાકાત છે, તેને સળગાવવામાં આવી છે. તેનાથી હિન્દુસ્તાન અને ભારત માતાને નુકસાન થાય છે.
રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસ પ્રતિનિધિમંડળમાં મુકુલ વાસનિક, કુમારી શૈલજા, અધીર રંજન ચૌધરી, કેસી વેણુગોપાલ, રણદીપ સુરજેવાલા, કે સુરેશ, ગૌરવ ગોગોઈ અને બ્રહ્મ મોહિન્દા સામેલ છે. જે બૃજપુરીની અરૂણ મોડર્ન પબ્લિક સ્કૂલ પહોંચ્યા હતા.
Rahul Gandhi after visiting a vandalised school in Brijpuri: This school is the future of Delhi. Hate and violence has destroyed it. This violence is of no benefit to Bharat Mata. Everybody has to work in together and take India forward at this time. https://t.co/wXYSny1qDq pic.twitter.com/VFLai5Khb1
— ANI (@ANI) March 4, 2020
મહત્વનું છે કે, 24 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ભડકેલી હિંસા ત્રણ દિવસ સુધી ચાલું રહી હતી. હોસ્પિટલો દ્વારા જારી આંકડા પ્રમાણે, દિલ્હી હિંસામાં અત્યાર સુધી 46 લોકોના મોત થયા છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે