ઈ-વ્હીકલ ખરીદશો તો મળશે 2.5 લાખની સબસિડી, આ લોકોને મળશે મોટી સહાય, જાણો કેવી રીતે મેળવશો?

ભારતમાં વેચાતી અન્ય ઇલેક્ટ્રિક કાર જેવી કે Hyundai Kona, MG ZS EV, Jaguar I-Pace અને Audi e-tronને આ સબસિડી મળી રહી નથી કારણ કે તેઓ 30kW-R બેટરી પેક સાથે આવે છે. રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત મર્યાદામાં આ બેટરી સબસિડી મેળવવા પાત્ર નથી.

ઈ-વ્હીકલ ખરીદશો તો મળશે 2.5 લાખની સબસિડી, આ લોકોને મળશે મોટી સહાય, જાણો કેવી રીતે મેળવશો?

નવી દિલ્હી: મહારાષ્ટ્ર સરકારે ઈલેક્ટ્રિક વાહનોને લઈને 2021 EV પોલિસીમાં 31 ડિસેમ્બર 2021 સુધી ઈવી વાહનો ખરીદનાર લોકોને સબસિડી આપવાની જાહેરાત કરી હતી. હવે રાજ્ય સરકારે ઈલેક્ટ્રિક કાર ખરીદનારને 1 લાખ રૂપિયા સુધીની સબસિડી 31 માર્ચ 2022 સુધીમાં આપવાની જાહેરાત કરી દીધી છે, તો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહેલી સબસિડીની રકમ ભેગી થઈને કુલ 2.5 લાખ રૂપિયા થઈ જાય છે. જોકે, ગ્રાહકોને કારની ડિલિવરી મેળવવામાં લાંબો સમય લાગશે કારણ કે વૈશ્વિક સ્તરે પ્રવર્તી રહેલી સેમિકન્ડક્ટર ચિપની અછતને કારણે વાહનોના ઉત્પાદન પર માઠી અસર પડી રહી છે. નવા વાહનની ખરીદી પર ગ્રાહકોને લાંબી રાહ જોવામાં આવી રહી છે.

ટાટા ટિગોર ઈવી અને નેક્સોન ઈવી એલિજિબલ
હાલમાં માત્ર બે ઈલેક્ટ્રિક કાર છે જે મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી સબસિડી માટે પાત્ર છે, તેમાં Tata Tigor EV અને Naxon EVનો સમાવેશ થાય છે. ભારતમાં વેચાતી અન્ય ઇલેક્ટ્રિક કાર જેવી કે Hyundai Kona, MG ZS EV, Jaguar I-Pace અને Audi e-tronને આ સબસિડી મળી રહી નથી કારણ કે તેઓ 30kW-R બેટરી પેક સાથે આવે છે. રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત મર્યાદામાં આ બેટરી સબસિડી મેળવવા પાત્ર નથી. સરકાર દ્વારા ટુ-વ્હીલર સહિત તમામ ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર ગ્રાહકો માટે રોડ ટેક્સ અને રજીસ્ટ્રેશન ફી માફ કરી દેવામાં આવ્યો છે.

ફાયદા અહીં જ પુરા થતા નથી
EV પર ઉપલબ્ધ ફાયદા અહીં સમાપ્ત થતા નથી, જો તમે રાજ્ય દ્વારા માન્ય સ્ક્રેપયાર્ડમાં તમારા જૂના વાહનનો નાશ કરો છો, તો મહારાષ્ટ્ર સરકાર તમને 25,000 રૂપિયાની અલગ છૂટ આપશે. આ ઉપરાંત, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદનારા ગ્રાહકોને FAME 2 યોજના હેઠળ રૂ. 15,000 સુધીનું અર્લી બર્ડ ઈન્સેટિંવ, રૂ. 10,000ની રાજ્ય સબસિડી, રૂ. 7,000નો સ્ક્રેપિંગ લાભ અને રૂ. 12,000ની સબસિડી મળશે. ફેમ 2 સ્કીમનો લાભ રૂ. 15,000/kW-R ની બેટરી ક્ષમતાના આધારે ઇલેક્ટ્રિક બાઇક અથવા સ્કૂટર પર 40 ટકા સુધી હશે.

અર્લી બર્ડ ઈન્સેટિંવ
મહારાષ્ટ્ર સરકારનું અર્લી બર્ડ ઈન્સેટિંવ આ રાજ્યને ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટેનું શ્રેષ્ઠ સ્થાન બનાવે છે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી FAME 2 સબસિડીની તર્જ પર અન્ય ઘણા રાજ્યો પણ રાજ્યમાં અલગથી ઇલેક્ટ્રિક વાહનો પર સબસિડી આપી રહ્યા છે. જો કે રાજ્ય સરકારે દિલ્હીમાં ઈલેક્ટ્રિક કારની ખરીદી પરની સબસિડી નાબૂદ કરી છે, રાજ્ય સરકારે જણાવ્યું છે કે દિલ્હી સરકારનો પ્રથમ 1,000 ઈલેક્ટ્રિક કારને સબસિડી આપવાનો લક્ષ્યાંક પૂરો થઈ ગયો છે. મહારાષ્ટ્ર EV નીતિ હેઠળ રાજ્ય સરકાર પ્રથમ 10,000 ઇલેક્ટ્રિક કાર ગ્રાહકોને આ સબસિડી આપવા જઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news