BSNL ની 'ડેટા સુનામી', માત્ર 98 રૂપિયામાં લોન્ચ કર્યો શાનદાર પ્લાન
Trending Photos
ટેલિકોમ કંપનીઓમાં પ્રાઇસ વોર ચાલી રહી છે. તમામ કંપનીઓ વધુમાં વધુ ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા માટે એક-એકથી ચઢિયાતા પ્લાન ઓફર કરી રહી છે. આ કડીમાં ભારતીય ટેલિકોમ નિગમ લિમિટેડ (BSNL) એ 98 રૂપિયાનો એક પ્રિપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન હેઠળ ગ્રાહકોને દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. પ્લાનની વેલિડિટી 26 દિવસની છે. BSNL એ આ પ્લાનનું નામ ડેટા સુનામી આપ્યું છે.
બીએસએનએલના આ પ્લાનમાં વોઇસ કોલિંગ અને SMS ની સુવિધા નહી. બીજા ટેલિકોમની વાત કરીએ તો મોટાભાગની કંપનીઓ કોમ્બો પ્લાન ઓફર કરે છે, જેમાં ડેટાઅ ઉપરાંત કોલિંગ અને એસએમએસની પણ સુવિધા આપવામાં આવે છે. પરંતુ બીએસએનએલે આ પ્લાનને ફક્ત ડેટા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
બીએસએનએલના આ પ્લાનનો મુકાબલો રિલાયન્સ Jio ના 98 અને એરટેલના 119 રૂપિયાવાળા પ્લાન સાથે છે. જિયોના 98 રૂપિયાવાળા પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા મળે છે. તેની વેલિડિટી 28 દિવસની છે. આ ઉપરાંત અનલિમિટેડ કોલિંગ અને 300 SMSની સુવિધા આપવામાં આવી છે. પહેલાં આ પ્લાનની વેલિડિટી 14 દિવસ સુધી કરે છે.
જો જિયોના 149 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો તેની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવે છે. આ ઉપરાંત 100 એસએમએસ પણ દરરોજ આપવામાં આવે છે. અનલિમિટેડ લોકલ અને એસટીડી વોઇસ કોલિંગની પણ સુવિધા છે. અત્રે નોંધનીય છે છે કે બીએસએનએલ પાસે હજુ પણ 4G નેટવર્ક નથી. કંપની પાસે હાલ 3G નેટવર્ક છે.
5Gનું ટેસ્ટિંગ શરૂ થશે ફેબ્રુઆરીમાં
દેશની 5G સેવાઓનું ટેસ્ટિંગ આગામી મહિનેથી શરૂ થવાનું અનુમાન છે. ટેલિકોમ સચિવ અરૂણા સુંદરરાજને કહ્યું કે દેશમાં 5G સેવાઓના આગમનથી ટેક્નોલોજીમાં આમૂલ પરિવર્તન આવશે અને ડિજિટલ ક્ષેત્રમાં દરેકને વધુ તકો મળશે.
સુંદરરાજને અહીં આઇએએમએઆઇ ભારત ડિજિટલ સંમેલનમાં કહ્યું '' અહીં 5G એક અન્ય આમૂલ પરિવર્તન છે જે થવાની છે. તેમણે કહ્યું છે કે ભલે 5G નો અર્થ 1000 ગણું વધુ ફાસ્ટ ઈન્ટરનેટ નથી પરંતુ તેનાથી ખૂબ ઝડપી ગતિવાળા અને ઓછા વિલંબવાળા બ્રોડબેંડ સુનિશ્વિત થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે