થઈ છે જબરદસ્ત ડીલ, અબજો રૂપિયાનો છે સોદો

આ ડીલ મીડિયાની પ્રવર્તમાન સ્થિતિને બદલી નાખશે

થઈ છે જબરદસ્ત ડીલ, અબજો રૂપિયાનો છે સોદો

મુંબઈ : ડિઝનીની માલિક કંપની ધ વોલ્ટ ડિઝની કંપનીએ 71 અબજ ડોલરનો સોદો કરીને 21 સેન્ચુરી ફોક્સને ખરીદી લીધી છે. આમ, સ્ટાર ઇન્ડિયા હવે વોલ્ટ ડિઝનીને આધીન થઈ ગઈ છે. સ્ટાર ઇન્ડિયા પાસે ડઝનબંધ રમતની અને મનોરંજન ચેનલ છે. આ સોદા પછી હવે સિન્ડ્રેલા, દી સિમ્પસન, સ્ટાર વોર્સ અને ડો. સ્ટ્રેંજ એક જ બિઝનેસ હાઉસ અંતર્ગત આવી ગયા છે. આ ડીલ મીડિયાની પ્રવર્તમાન સ્થિતિને બદલી નાખશે.  આ મીડિયા ફિલ્ડનો બીજો મોટો સોદો છે. ગયા વર્ષે એટીએન્ટીએ 81 અબજ ડોલરમાં ટાઇમ વોર્નરને ખરીદી લીધી હતી. 

ડિઝનીના આ સોદામાં ફોક્સ સમુહના ફોક્સ ન્યૂઝ, ફોક્સ સ્પોર્ટસ અને ફોક્સ બ્રોડકાસ્ટિંગ વગેરે શામેલ નથી. ડિઝની આ વર્ષે સ્ટ્રિમિંગ સર્વિસ ડિઝની પ્લસ શરૂ કરવાનું છે અને આ ડીલથી રસ્તો સરળ બની ગયો છે. આ સોદા અંતર્ગત સ્ટાર ઇન્ડિયા સિવાય રુપર્ટ મુર્ડોકની કંપની 21 સેન્ચુરી ફોક્સ ફિલ્મ પ્રોડક્શન વ્યવસાય સિવાય બીજી અનેક કંપનીઓનું પણ અધિગ્રહણ થશે. 

અધિગ્રહણ પછી પણ અમેરિકામાં ફોક્સ ન્યૂઝ અને  ફોક્સ સ્પોર્ટસ મુર્ડોકની કંપની ફોક્સ કોર્પ પાસે રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news