હોળી રમી રહેલ BJP ધારાસભ્યોને માળી ગોળી, ખનન માફીયાઓ પર શંકા
ભાજપ ધારાસભ્ય યોગેશ વર્મા ગુરૂવારે એટલે કે હોળી પ્રસંગે લોકોને મળી રહ્યા હતા, ત્યારે અચાનક ફાયરિંગ થયું હતું
Trending Photos
નવી દિલ્હી : ઉત્તરપ્રદેશનાં લખીમપુર ખીરી જિલ્લામાં હોળી પ્રસંગે ઉજવણી ચાલી રહી હતી ત્યારે ભાજપનાં એક ધારાસભ્યને ગોળી મારી દીધી હતી. આ ધટનાને કારણે હોલાળો મચી ગયો છે. ગોળી ભાજપ એમએલએ યોગેશ વર્માનાં પગમાં વાગી હતી. તેમને સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત સ્થિર અને ખતરાની બહાર હોવાનું જણાવાઇ રહ્યું છે.
ભાજપ નેતા યોગેશ વર્મા લખીમપુર સદર સીટના ધારાસભ્ય છે. ઘટના તે સમયે બની જ્યારે ભાજપ ધારાસભ્ય યોગેશ વર્મા ગુરૂવારે હોળી પ્રસંગે લોકોને મળવા જઇ રહ્યા હતા તે સમયે અચાનક કોઇએ ગોળી મારી દીધી હતી. જે સીધા તેમનાં પગમાં વાગી હતી. જો કે તુરંત જ તેમના સમર્થકો અને પરિવારનાં લોકોએ તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ડોક્ટર્સનાં અનુસાર હવે તેમની સ્થિતી ખતરાની બહાર છે.
ઘાયલ ધારાસભ્ય યોગેશ વર્માએ પોલીસને પોતાનું નિવેદન નોંધાવતા ખનન માફીયાઓ પર ગોળી મારવાનો આરોપ લગાવ્યો છે. ભાજપ ધારાસભ્યએ ગોળી માર્યાનાં સમાચાર મળતાનીસ ાથે જ કલેક્ટર અને એસપી ભારે પોલીસ બંદોબસ્ત સાથે ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા.
પોલીસે આ અંગે ધારાસભ્ય યોગેશ વર્માની ફરિયાદ દાખલ કરી લીધી છે. આોપીઓની શોધખોળ ચાલી રહી છે. હાલ આ મુદ્દે કોઇ જ ધરપકડ થઇ નથી. આ ઘટનાથી ધારાસભ્યનાં સમર્થકોમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે