આગામી મહિને 8 દિવસ બંધ રહેશે બેંક, જુઓ રજાઓનું સંપૂર્ણ લિસ્ટ
ઓક્ટોબર પૂરો થવા આવ્યો છે. આ સાથે જ બેંકોની ઓક્ટોબરની રજાઓ પણ પૂર્ણ થઇ ગઇ છે. ઓક્ટોબરમાં 11 દિવસ બેંકોનું કામકાજ બંધ રહ્યું હતું. નવેમ્બર શરૂ થવાનો છે
Trending Photos
નવી દિલ્હી: ઓક્ટોબર પૂરો થવા આવ્યો છે. આ સાથે જ બેંકોની ઓક્ટોબરની રજાઓ પણ પૂર્ણ થઇ ગઇ છે. ઓક્ટોબરમાં 11 દિવસ બેંકોનું કામકાજ બંધ રહ્યું હતું. નવેમ્બર શરૂ થવાનો છે. એવામાં જરૂરી છે કે તેમને પહેલાથી જ ખબર હોય કે આ મહિને સરકારી અને પ્રાઇવેટ બેંકોમાં કયા કયા દિવસે રજા રહેશે. આ જાણકારી હોવાથી તમને તમારું શેડ્યૂલ બનાવવામાં સરળતા રહેશે. નવેમ્બરમાં 8 દિવસ બેંકોનું કામકાજ બંધ રહેશે.
અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ દિવસે રજાઓ
નવેમ્બરમાં આવનારી આ 8 રજાઓમાં તહેવારને લઇને મળતી રજાઓ સાથે આ મહિલને બીજો અને ચોથો શનિવાર પણ સામેલ છે. એવામાં જરૂરી છે કે, તમે તમારી બેંક સાથે જોડાયું કામ સમયસર કરી લો. બેંકોની રાજાઓ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ દિવસે રજાઓ આવે છે. નવેમ્બરની શરૂઆત એટલે કે 1 નવેમ્બરે બેંગલુરૂ અને ઇમ્ફાલમાં કન્નડ રાજ્યોત્સવની તક પર બેંકોની રજા રહશે.
પટના અને રાંચીમાં 2 નવેમ્બરની રજા
ત્યારબાદ 2 નવેમ્બરે પટના અને રાંચીમાં છઠની પૂજાના કારણે બેંક બંધ રહેશે. 8 નવેમ્બરના શિલાંગ વાંગ્લા ફેસ્ટિવલના કારણે ત્યાના સ્થાનિક બેંક બંધ રહેશે. 9મી એ મહિનાનો બીજો શનિવાર છે આ કારણે દેશભરમાં બેંક બંધ રહેશે. ત્યારબાદ 12 નવેમ્બરના રોજ ગુરૂનાનક જયંતીના દિવસે બેંકોમાં રજા રહેશે.
15 નવેમ્બરના બેંગલુરૂ, જમ્મૂ અને શ્રીનગરમાં કનકદાસ જયંતી અને ઈદ-ઉલ-મિલાદ-ઉલ-નબીના કારણે બેંકોનું કામકાજ બંધ રહેશે. 23 નવેમ્બરે મહિનાનો ચોથો શનિવાર હોવાના કારણે બેંકો બંધ રહેશે. આ દિવસોમાં દેશભરમાં બેંકો બંધ રહેશે. તમે બેંકની રજાઓની વિસ્તૃત જાણકારી માટે આરબીઆઇની વેબસાઇટ પર રજાઓનું લિસ્ટ જોઇ શકો છો.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે