Okinawa Lite ઇલેક્ટ્રિક સ્કૂટરની તસવીર લીક, જાણો ડીટેલ

લીક તસવીરો સ્પષ્ટ થયું છે કે સ્કૂટરના એપ્રન પર યૂનિક હેડલેમ્પ કલસ્ટર મળશે. તેમાં U-શેપ એલઇડી ડીઆરએલ અને પ્રોજેક્ટર સ્ટાઇલ સેટઅપ સાથે ટ્વિન પોડ હેડલાઇટ્સ છે. ફ્રન્ટ હેડલબાર માસ્કમાં ડ્યૂલ-ટોન ડિઝાઇન આપવામાં આવી છે.

Okinawa Lite ઇલેક્ટ્રિક સ્કૂટરની તસવીર લીક, જાણો ડીટેલ

નવી દિલ્હી: Okinawa Electric એક નવું ઇ-સ્કૂટર લાવવાની તૈયારીમાં છે. કંપનીએ તાજેતરમાં જ તેની જાહેરાત કરી હતી. Okinawa Lite નામથી લોન્ચ કરવામાં આવશે. લોન્ચિંગ પહેલાં તેની તસવીર લીક થઇ ગઇ છે, જેથી આ નવા ઇલેક્ટ્રિક સ્કૂટરની ઘણી ડીટેલ સામે આવી છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે નવા સ્કૂટરમાં ડિટેચેબલ લિથિયમ-આયન બેટરી મળશે. ફૂલ ચાર્જ કરતાં આ સ્કૂટર 150 કિલોમીટરની રેંજ આપશે અને તેની ટોપ સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે. 

લીક તસવીરો સ્પષ્ટ થયું છે કે સ્કૂટરના એપ્રન પર યૂનિક હેડલેમ્પ કલસ્ટર મળશે. તેમાં U-શેપ એલઇડી ડીઆરએલ અને પ્રોજેક્ટર સ્ટાઇલ સેટઅપ સાથે ટ્વિન પોડ હેડલાઇટ્સ છે. ફ્રન્ટ હેડલબાર માસ્કમાં ડ્યૂલ-ટોન ડિઝાઇન આપવામાં આવી છે. સ્કૂટરની પાછળની તરફ મોટી ટેલ-લેમ્પ ક્લસ્ટર છે, જેની અંદર ઘણી એલઇડી લાઇટ્સ છે. ઇલેક્ટ્રિક સ્કૂટરની ઓવરઓલ ડિઝાઇન ખૂબ જ મોર્ડન છે. 

ફીચર્સ
ફીચર્સની વાત કરીએ તો આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ફૂલ-ડિજિટલ ઇંસ્ટ્રુમેન્ટ કલસ્ટર, ત્રણ રાઇડિંગ મોડ્સ (લો, હાઇ અને એક્સીડ) અને ડિસ્પ્લે પર મોટું સ્પીડોમીટર, તથા ટેકોમીટર અને પુશ બટન સ્ટાર્ટ/સ્ટોપ જેવા ફીચર્સ મળશે. સ્ટાર્ટ/સ્ટોપ બટનની બાજુમાં સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ સાથે યૂએસબી ચાર્જર પણ આપવામાં આવશે.

બ્રેકિંગ
ઓકિનાવા લાઇટના મોટર અને પાવર જેવા ટેક્નિકલ ડીટેલ પણ હજુ સામે આવ્યા નથી. બ્રેકિંગની વાત કરીએ તો તેના ફ્રન્ટમાં ડિસ્ક બ્રેક મળશે. કંપને ડિસ્કનું ઓપ્શન પણ આપી શકે છે. સ્કૂટરમાં એલોય વીલ્ઝ અને ટ્યૂબલેસ ટાયર આપશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news