દિવાળી વેકેશનને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાનો સમય વધારાયો
Trending Photos
જયેશ દોશી/નર્મદા :દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે અત્યાર સુધીમાં 26 લાખ જેટલા પ્રવાસીઓ આવી ગયા છે. આ દિવાળીને કારણે દિવાળી માટે ખુશખબર આવ્યા છે. ત્યારે પ્રવાસીઓ રાત્રિ દરિમયાન પણ અહિંયાનો નજારો જોઈ શકે તે માટે હવે સાંજના 7.30 સુધી ટિકીટ લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જઈ શકે છે. પ્રવાસીઓ માટે પ્રાયોગિક ધોરણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે બે કલાકનો સમયગાળો વધારવામાં આવે છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓનો ધસારો જોતા હવે પ્રવાસીઓ માટે હાલ એક અઠવાડિયા માટે પ્રાયોગિક ધોરણે સવારના 8 થી સાંજે 7.30 સુધી ખુલ્લું રહેશે. અગાઉ સવારના 8 થી સાંજે 6 સુધીની જ ટિકીટ મળતી હતી. સમયમાં બદલાવ આવવાને કારણે હવે લેસર શો રાત્રે 8 વાગે થશે તેવી માહિતી સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ અને નર્મદા કલેક્ટર આઈ.કે પટેલે આપી હતી.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે