FD ધારકો માટે ખુશખબર! PPF-સુકન્યા સમૃદ્ધિ કરતા વધારે છે આ બેંકોમાં વ્યાજ
FD Interest Rates: દરેક વ્યક્તિ પોતાના અને પોતાના પરિવાર માટે બચત કરવા માંગતો હોય છે. જેથી કરીને આગળ જઈને તે પરિવાર માટે કંઈક કરી શકે. એના માટે ફિક્સ ડિપોઝિટ એ સૌથી સારો રસ્તો કહેવાય છે. જો તમે પણ એક એફડી ધારક હોવ તો આ સમાચાર તમારા કામના છે.
Trending Photos
Highest FD Interest Rates: શું તમે પણ બચત કરવાનું વિચારી રહ્યાં છો? શું તમે પણ સારી આવક મેળવવા માંગો છો? જો તમે સારા વ્યાજ દરો જોયા પછી આ વખતે એફડીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. કેટલીક ખાનગી બેંકો દ્વારા FD પર બમ્પર વ્યાજ આપવામાં આવી રહ્યું છે. રેપો રેટ 6.5 ટકા પર પહોંચ્યા પછી, ઘણી બેંકો FD પર સારું વળતર આપી રહી છે. યુનિટી અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક તેમના ગ્રાહકોને 9 ટકાથી વધુ વ્યાજ આપી રહી છે. આ બંને નાની ફાઇનાન્સ બેંકોમાંથી કેટલીક મુદતની FD પરનું રોકાણ PPF, એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) જેવી રોકાણ યોજનાઓ કરતાં ઘણું વધારે છે.
યુનિટી અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક ગ્રાહકોને 9 ટકાથી વધુ વ્યાજ આપી રહી છે. આ બંને નાની ફાઇનાન્સ બેંકોમાંથી કેટલીક મુદતની એફડી પરના દરો PPF, કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) જેવી રોકાણ યોજનાઓ કરતાં વધારે છે.
યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક-
યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક નિયમિત ગ્રાહકોને 4.5% થી 9% વચ્ચે વ્યાજ આપી રહી છે. બેંક વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક 9.5% વ્યાજ આપે છે. આ વ્યાજ 1001 દિવસની અવધિ સાથે FD પર આપવામાં આવે છે. પરંતુ સામાન્ય રોકાણકારો માટે આ વ્યાજ 9% છે. વરિષ્ઠ નાગરિકોને 7 દિવસથી 10 વર્ષમાં પાકતી થાપણો પર બેંક તરફથી 4.5% થી 9.5% સુધીના વ્યાજ દરો મળે છે.
સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક-
સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક સામાન્ય ગ્રાહકોને 7 દિવસથી 10 વર્ષની વચ્ચે પાકતી FD પર 4% થી 9.1% ની વચ્ચે વ્યાજ ઓફર કરે છે. બેંક તરફથી, વરિષ્ઠ નાગરિકોને 7 દિવસથી 10 વર્ષમાં પાકતી થાપણો પર 4.5% થી 9.6% સુધીનું વ્યાજ મળે છે. પાંચ વર્ષના કાર્યકાળ પર સૌથી વધુ 9.1% વ્યાજ દર ઓફર કરવામાં આવે છે. સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકે જણાવ્યું હતું કે નિયમિત ગ્રાહકો 5 વર્ષની થાપણો પર 9.10% વ્યાજ મેળવી શકે છે. વરિષ્ઠ નાગરિકો માટે આ વ્યાજ દર 0.5 ટકા વધારે એટલે કે 9.60% છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે