અનિલ અંબાણીના આ શેરમાં 2700% ની જોરદાર તેજી, 1 રૂપિયાથી 31 રૂપિયાને પાર પહોંચ્યો શેર

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેરમાં સતત બીજા દિવસે અપર સર્કિટ લાગી છે. કંપનીના શેર બુધવારે 5 ટકાની તેજી સાથે 31.84 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા 4 વર્ષમાં રિલાયન્સ પાવરના શેરમાં 2700 ટકાથી વધુની તેજી જોવા મળી છે.
 

અનિલ અંબાણીના આ શેરમાં 2700% ની જોરદાર તેજી, 1 રૂપિયાથી 31 રૂપિયાને પાર પહોંચ્યો શેર

નવી દિલ્હીઃ અનિલ અંબાણીની માલિકીવાળી કંપની રિલાયન્સ પાવરના શેરમાં ધુઆંધાર તેજી જોવા મળી રહી છે. રિલાયન્સ પાવરના શેર બુધવારે 5 ટકાની તેજીની સાથે 31.84 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના શેર સતત બીજા દિવસે અપર સર્કિટ પર છે. તો છેલ્લા પાંચ દિવસમાં રિલાયન્સ પાવરના શેર 19 ટકા વધી ગયા છે. છેલ્લા ચાર વર્ષમાં અનિલ અંબાણીની આ કંપનીના શેરમાં 2700 ટકાથી વધુની તેજી આવી છે. રિલાયન્સ પાવરના શેરનો 52 સપ્તાહનો હાઈ 33.10 રૂપિયા છે. તો કંપનીના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 10.30 રૂપિયા છે. 

4 વર્ષમાં 1 લાખના બનાવી દીધા 28 લાખ રૂપિયા
રિલાયન્સ પાવરનો શેર 27 માર્ચ 2020ના 1.13 રૂપિયા પર હતો. કંપનીનો શેર 3 એપ્રિલ 2024ના 31.84 રૂપિયા પર પહોંચી ગયો છે. રિલાયન્સ પાવરના સ્ટોકે છેલ્લા ચાર વર્ષમાં 2717 ટકાનું દમદાર રિટર્ન આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 27 માર્ચ 2020ના રિલાયન્સ પાવરના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની વેલ્યૂ 28.17 લાખ રૂપિયા હોત.

1 વર્ષમાં 200 ટકાથી વધુની તેજી
રિલાયન્સ પાવરના સ્ટોકમાં છેલ્લા એક વર્ષમાં 205 ટકાની જોરદાર તેજી આવી છે. રિલાયન્સ પાવરનો શેર 3 એપ્રિલ 2023ના 10.43 રૂપિયા પર હતો. કંપનીનો શેર 3 એપ્રિલ 2024ના 31.84 રૂપિયા પર પહોંચી ગયો છે. છેલ્લા છ મહિનામાં તેમાં 65 ટકાની તેજી આવી છે. કંપનીનો શેર આ સમયમાં 19.25 રૂપિયાથી વધી 31 રૂપિયાને પાર પહોંચી ગયો છે. તો આ વર્ષે અત્યાર સુધી રિલાયન્સ પાવરના શેરમાં 33 ટકાની તેજી જોવા મળી છે. 

રિલાયન્સ ઇન્ફ્રાના સ્ટોકે એક વર્ષમાં ડબલ કર્યાં પૈસા
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં પણ તેજી જોવા મળી છે. છેલ્લા એક વર્ષમાં રિલાયન્સ ઈન્ફ્રાના શેરમાં આશરે 102 ટકાનો વધારો થયો છે. એટલે કે કંપનીએ ઈન્વેસ્ટરોના પૈસા એક વર્ષમાં ડબલ કરી દીધા છે. રિલાયન્સ ઈન્ફ્રાના શેર 3 એપ્રિલ 2023ના 146.35 રૂપિયા પર હતા. કંપનીના શેર 3 એપ્રિલ 2024ના 296.40 રૂપિયા પર પહોંચી ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news