પાછોતરા વરસાદે જગતના તાતની દશા બેસાડી, સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં ખેડૂતોને ભારે નુકસાની
Agriculture News: જતાં જતાં વરસાદે ગુજરાતના ખેડૂતોની દશા બેસાડી. ચોમાસુ પુરુ થઈને હવે શિયાળાની શરૂઆતની રાહ જોવાઈ રહી હતી, ત્યાં પાછોતરા વરસાદે ભારે પાક નુકસાની ઉભી કરી.
Trending Photos
Agriculture News: ગુજરાતમાં ચોમાસુ પુરુ થવાને બદલે જતા જતા પણ પરિસ્થિતિ બગાડી રહ્યું છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત સ્થિતિ કફોડી થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર સહિત અલગ અલગ ભાગોમાં પાકને નુકસાની... ધરતીપુત્રોએ વેદના વ્યક્ત કરતા કહ્યું કે, બધુ બરબાદ થઈ ગયું. જતાં જતાં વરસાદે ગુજરાતના ખેડૂતોની દશા બેસાડી. ચોમાસુ પુરુ થઈને હવે શિયાળાની શરૂઆતની રાહ જોવાઈ રહી હતી, ત્યાં પાછોતરા વરસાદે ભારે પાક નુકસાની ઉભી કરી. અગાઉ પડેલા વરસાદના કારણે પાકને નુકસાન થયું હતું, જે ડાંગર બચી તેની કાપણી કરી. જે બાદ વરસાદ આવતા કાપેલો ડાંગરનો પાક ખરાબ થઈ ગયો છે. સરકાર દિવાળી પહેલા સહાય આપે તેવી ખેડૂતોની માંગ છે.
વલસાડ જિલ્લામાં વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી
75 હજાર હેક્ટરમાં ડાંગરના પાકને થયું નુકસાન
ડાંગરના ખેડૂતોને 70 થી 80 ટકા જેટલું નુકસાન
વલસાડ જિલ્લામાં વરસાદે ખેડૂતો ની દિવાળી બગાડી.. જિલ્લામાં 75 હજાર હેકટરમાં ડાંગરના ઉભા પાકમાં વરસાદના કારણે નુકશાની થતા ખેડૂતોએ રોવાનો વારો આવ્યો..ડાંગરના ખેતરમાં 70 થી80 ટકા જેટલું નુકશાન થવા પામ્યું છે ત્યારે ખેતીવાડી વિભાગ દ્રારા 15 દિવસ પહેલા સર્વે કરવામાં આવ્યું પરંતુ 15 દિવસમાં જે વરસાદ પડ્યો એમાં વધુ નુકસાન થતા રિસર્વે કરી ખેડૂતોની દિવાળી સુધારવા માંગ કરવામાં આવી છે.
આજે પણ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી
આજે અમરેલીમાં પડી શકે છે ભારે વરસાદ
કન્ડેક્ટિવ એક્ટિવિટીના કારણે પડશે વરસાદ
રવિવારે 58 તાલુકામાં નોંધાયો વરસાદ
અમરેલી, રાજકોટ, જૂનાગઢ અને દ્વારકામાં વરસ્યો વરસાદ
ગુજરાતનું ચેરાપુજી ગણાતા વલસાડ જિલ્લામાં નવરાત્રી બાદ પણ વરસાદ વરસી રહ્યો છે જેને લઈ વલસાડ જિલ્લામાં 75 હજાર હેકટર માં ડાંગરનો પાક કરતા ખેડૂતોએ નુકશાની વેઠવાનો વારો આવ્યો છે પાછળ થી પડેલા વરસાદના કારણે ડાંગર નો ઉભો પાક પડી જવા પામ્યો છે તો ડાંગરનો તૈયાર થયેલો પાક ખેડૂતો દ્રારા કાપણી કર્યા બાદ વરસાદ પડતાં ડાંગરનો પાક ખરાબ થઈ જવા પામ્યો છે જીલ્લામાં મોટા ભાગના ખેડૂતો ડાંગર ની ખેતી કરે છે અને ડાંગરના પાક પર નભે છે ત્યારે પાછળ થી પડેલા વરસાદ ના કારણે ખેડૂતોનો ડાંગરનો ઉભો પાક ખરાબ થઈ જવાના કારણે ખેડૂતોએ નુકશાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે વલસાડ જિલ્લામાં થયેલા નુકશાની સહાય આપવા માટે વલસાડ ના સાંસદ અને તમામ ધારાસભ્ય દ્રારા કૃષિ મંત્રીને રજુઆત કરવામાં આવી ત્યારે ખેડૂતો દ્રારા સરકાર દિવાળી પહેલા સહાય આપવા માટે માંગ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે