મળો આ ત્રણ પગવાળા માણસને, ત્રીજા પગનો આ રીતે કરતા હતા ઉપયોગ
ત્રણ પગવાળો વ્યક્તિ હોય તેવી વાત કરવામાં આવે તો પણ આશ્ચર્ય થાય. કેમ કે, આપણે પાંચથી વધુ આંગળી વાળા લોકોને જોયા છે. પણ 3 પગવાળા વ્યક્તિની વાત સાંભળીને જ નવાઈ લાગે. પણ વિશ્વમાં એક આવો પણ માણસ હતો જેને 3 પગ હતા. જેની કહાની ખૂબ રોચક છે. આ ત્રણ પગવાળા માણસના ફોટો જોઈને સૌ કોઈને નવાઈ લાગે છે. ત્યારે ત્રણ પગ ધરાવતા ફ્રેંક લેટિની કોણ હતા, જાણીએ તેમની રોચક કહાની.
Trending Photos
હિના ચૌહાણ, અમદાવાદઃ દુનિયાના મોટાભાગના માણસો સામાન્ય હોય છે. જેમના શરીરની રચના અન્યોની માફક જ હોય છે. જોકે, કોઈકને કોઈક કારણોસર કેટલાંક લોકો બીજા કરતા અલગ રહી જાય છે. ક્યાંક શારીરિક ખોડખાપણ કે કોઈ સમસ્યાને કારણે આવા લોકો સામાન્ય માણસોની સરખામણીએ દુનિયામાં અલગ તરી આવે છે. આવી જ એક વ્યક્તિની વાત અમે અહીં કરી રહ્યાં છીએ. તેમને ત્રણ પગ હતા. ત્રણ પગવાળી આ વ્યક્તિએ કઈ રીતે અનેક સમસ્યાઓનો સામનો કરીને પોતાના જીવનને એક શ્રેષ્ઠ ઉદાહરણ બનાવ્યું એ પણ જાણવા જેવું છે.
ત્રણ પગ ધરાવનારા વ્યક્તિની કહાનીઃ
ફ્રાંસેસકો ફ્રેક લેન્ટિનીનો જન્મ 18 મે, 1889માં ઈટલીના સિસિલી દ્વીપમાં થયો હતો. જો તેઓ અન્ય વ્યક્તિઓ કરતાં કંઈક અલગ હતા. ત્રણ પગ સાથે તેમનો જન્મ થયો હતો. જો કે, આ કારણથી ક્યારેય પણ હિંમત નહોતી હારી. અને વિશ્વમાં પોતાની પ્રતિભાથી જાણકાર બન્યા હતા. આ સાથે તેમણે ઘણા બદા સરકસ શોમાં પણ કામ કર્યું હતું.
4 પગ અને બે ગુપ્તાંગઃ
લેન્ટિનીને ત્રણ પગ હતા અને ચોથો પગ ત્રીજા પગની ઘૂંટણ નજીકથી બહાર આવી રહ્યો હતો. જો કે તે પગનો સંપૂર્ણ વિકાસ થયો નહોતો. આ સાથે જ તેમને બે ગુપ્તાંગ હતા. જેના કારણે તેમને અનેક પરેશાનીઓ થતી હતી. કારણે કે તેમની સાથે એક અર્ધ શરીર ધરાવનારું બાળક જોડાયેલું હતું. આ જુડવા બાળક શરીરના કરોડરજ્જુ સાથે જોડાયેલું હતુ. માટે લેન્ટિનીને 3 પગ અને બે ગુપ્તાંગ સાથે જીવવું પડ્યું હતું. કેમ કે, ડોક્ટરે તેમને કહ્યું હતુ કે શરીરના અંગો હટાવવામાં આવશે તો તેઓ પેરાલાઈસિસનો શિકાર બની શકે છે.
વ્યક્તિનો ઉછેર આ રીતે થયોઃ
લેન્ટિનીના માતા-પિતાએ તેમને અપનાવવાની મનાઈ કરી દીધી હતી. તે બાદ તેમના કાકીએ ઉછેરની જવાબદારી લીધી હતી. અને તે બાદ એક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં તેમને દાખલ કરાયા હતા. જ્યાં લેન્ટિનીએ જોયું કે તેમની કરતા પણ વધુ પીડિતા બાળકો ત્યાં છે. તે સંસ્થામાં તેમણે દોડતા, કુદતા અને સ્કેટિંગ સહિતની પ્રવૃતિ શીખી લીધી હતી. જ્યારે ત્યાં અન્ય બાળકો એવા પણ હતા જે ચાલી ન શકે, બોલી ન શકે અને જોઈ પણ ન શકે. અન્ય બાળકોની આવી પરિસ્થિતિ જોઈને તેમનામાં એક નવો ઉત્સાહ આવ્યો હતો. કેમ કે, તેઓ સામાન્ય માણસની જેમ દરેક વસ્તુ કરી શકતા હતા. આ બાદ તેમના મનમાંથી આવા શરીરની જે નિરાશા હતી તે દૂર થઈ.
કરિયરની વાતઃ
લેન્ટિની જ્યારે 12 વર્ષના હતા ત્યારે તેમની મુલાકાત વિન્સેન્ઝો મેગ્નાનો નામના વ્યક્તિને મલ્યા હતા. ત્યારે વિન્સેન્ઝો એક સર્કસના માલિક હતા. તેમને લાગ્યુ કે ફ્રેંક સર્કસમાં કંઈક સારું કરી શકશે. અને તે સાચું સાબિત થયું. કેમ કે, ફ્રેંક સર્કસમાં આવતા જ લોકોના ચહિતા બની ગયા. તેમને પોતાના ટેલેન્ટના કારણે લોકોના દિલ જીતી લીધા.
ત્રીજા પગનો આ રીતે કરતા હતા ઉપયોગઃ
ફ્રેંક પોતાના ત્રીજા પગનો અનેક રીતે સારો ઉપયોગ કરી લેતા હતા. સામાન્ય રીતે તેઓ પોતાના ત્રીજા પગનો સ્ટૂલ તરીકે કરકા હતા. જો કે, લોકો તેમને અનેકવાર તેમના શૂઝને લઈને સવાલ કરતા હતા. કે તેઓ ક્યાંથી 3 સરખી સાઈઝના બુટ ખરીદે છે. ત્યારે તેઓ પણ હાજરજવાબી હતા, કહેતા કે હંમેશા તેઓ 2 જોડી બુટ ખરીદે છે જેમાંથી એક બુટ તેના એક પગવાળા મિત્રને આપી દે છે.
લગ્નજીવનની આ રીતે શરૂઆતઃ
લન્ટિનીના સેન્સ ઓફ હ્યુમરથી એક થેરેસા મુરે નામની યુવતી તેમનાથી ઘણા પ્રભાવિત થયા હતા. અને તેઓએ લેન્ટિની સાથે તરત જ લગ્ન કરી લીધા હતા. ફ્રેંક લેન્ટિનીનું 40 વર્ષથી વધુનું કરિયર રહ્યું હતુ. તે બાદ 78 વર્ષની ઉંમરે 1966માં તેમનું નિધન થયું હતુ. લેન્ટિનીને પોતાના કરિયરમાં લગભગ દરેક સર્કસમાં અને મોટા મોટા શોમાં કામ કર્યું હતું. મિત્રોની વચ્ચે તેમને ઘણું માન મળતું હતું. અને સાથે જ લોકો તેમને ધ કિંગ કે રાજા કહીને બોલાવતા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે