China vs Taiwan War: કિસમે કિતના હૈ દમ...જાણો તાઈવાનને પાડી દેવાનો ચીનનો શું છે પ્લાન

China vs Taiwan War: અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાન યાત્રા પૂરી થયા પછી ચીને તાઈવાનની આસપાસ સૈન્ય અભ્યાસ શરૂ કરી દીધો છે. જેના કારણે બંને દેશોની વચ્ચે તણાવની સ્થિતિ ઉભી થઈ ગઈ છે.

China vs Taiwan War: કિસમે કિતના હૈ દમ...જાણો તાઈવાનને પાડી દેવાનો ચીનનો શું છે પ્લાન

China vs Taiwan War:​ ચીન અને તાઈવાન વચ્ચેનો વિવાદ વકરતો જઈ રહ્યો છે. અમેરિકાની સંસદના સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાન યાત્રાથી ભડકેલું ચીન વધારે આક્રમક બની ગયું છે.ચીને તાઈવાનને ઘેરવા માટે તેની સીમાની આસપાસ ઘેરાબંધી શરૂ કરી દીધી છે. હવે સમાચાર એવા મળી રહ્યા છે કે ચીની સેનાએ તાઈવાનની આસપાસ સૈન્ય અભિયાન શરૂ કરી દીધો છે. અત્યાર સુધી ચીન તાઈવાનથી 100 કિમી દૂર એક્સરસાઈઝ કરતું હતું, પરંતુ નેન્સી પેલોસીના પ્રવાસ પછી અત્યંત નજીક એટલે કે 16 કિમી દૂર એક્સરસાઈઝ કરી રહ્યું છે. ચીને આ મિલિટરી એક્સરસાઈઝને લાઈવ ફાયરિંગ નામ આપ્યું છે. 7 ઓગસ્ટ સુધી તાઈવાનથી નજીક 6 ઝોનમાં વોરશીપ-એરક્રાફ્ટની મિલિટરી ડ્રિલ ચાલશે.

તાઈવાન યુદ્ધ ઈચ્છતું નથી:
PLA ઈસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવક્તા સિનિયર કર્નલ શી યીએ કહ્યું કે સૈન્ય અભ્યાસ દરમિયાન લોંગ રેન્જ ફાયર શૂટિંગ કરવામાં આવશે. સાથે જ મિસાઈલનો પણ ટેસ્ટ થશે. તો તાઈપેએ કહ્યું કે તે ચીનની દરેક દરેક હરકત પર નજર રાખી રહ્યા છે. જો યુદ્ધની સ્થિતિ સર્જાશે તો અમે તૈયાર છીએ. તાઈવાનના રક્ષા મંત્રાલયે કહ્યું કે અમે કોઈ પ્રકારનો તણાવ ઈચ્છતા નથી. દેશ આવી સ્થિતિના વિરોધમાં છે, જ્યાં વિવાદ ઉત્પન્ન થાય. અમે યુદ્ધ ઈચ્છતા નથી પરંતુ યુદ્ધ માટે તૈયાર રહીશું.

તાઈવાન પર જીત સરળ નથી:
ચીન ભલે તાઈવાન પર યુદ્ધ કરવા માટે તત્પર હોય પરંતુ તેના માટે પણ જીત કંઈ સરળ નથી. કેમ કે 35 લાખ તાઈવાની ગુરિલ્લા યુદ્ધમાં નિષ્ણાત છે. તાઈવાને એવી  સિસ્ટમ ગોઠવી છે કે ચીનમાંથી કોઈ જહાજ નીકળે તો પણ તાઈવાનને માહિતી મળી જાય છે. ચીન જો યુદ્ધ કરે તો તાઈવાને તેના માટે પહેલાંથી 5 પોઈન્ટ સ્ટ્રેટેજી તૈયાર કરી છે.

રણનીતિઃ
સ્ટ્રેટેજી-1 ચીન હુમલો કરશે તો અમેરિકા મદદ કરશે

સ્ટ્રેટેજી-2 પાર્કુપાઈન સ્ટ્રેટેજીથી દુશ્મન માટે યુ્દ્ધને મોંઘુ અને મુશ્કેલ બનાવી દે

સ્ટ્રેટેજી-3 મલ્ટીલેયર સી ડિફેન્સથી ચીનની દરેક હાલચાલ પર બાજનજર

સ્ટ્રેટેજી-4 ગુરિલ્લા યુદ્ધ માટે દર 4માંથી 1 તાઈવાની તૈયારી

સ્ટ્રેટેજી-5 ડિફેન્સ સિસ્ટમથી ડિફેન્ડ

યુદ્ધ થશે તો બહુ લાંબુ, મોંઘુ અને લોહિયાળ હશે:
તાઈવાન પહેલાંથી જ પોતાને સ્વતંત્ર દેશ માને છે અને હાલમાં જ અમેરિકાના સ્પીકર નેન્સી પેલોસીની મુલાકાતથી ચીન સાથેની સ્થિતિ વધારે તણાવપૂર્ણ બની ગઈ છે.ચીની સેનાએ તાઈવાનની ચારેબાજુ મિલિટરી ડ્રિલ પણ શરૂ કરી દીધી છે, તો તાઈવાને પણ મજબૂતાથી જવાબ આપવાની વાત કરી છે. તાઈવાને પોતાની રીતે તમામ તૈયારીઓ કરી લીધી છે. તો અમેરિકાએ પણ તાઈવાનને ડિફેન્સ સિસ્ટમ અને ઈન્ટેલિજન્સ સપોર્ટ આપવાનો ભરોસો આપ્યો છે. આ બધા ઉપાયોથી તાઈવાન ચીનને એ સંદેશ  આપી રહ્યું છેકે જો યુદ્ધ છેડાશે તો તે લાંબું, મોંઘું અને ઘણું લોહિયાળ બનશે.

ચીન અને તાઈવાન વચ્ચે યુદ્ધ થાય તો કોનામાં કેટલો દમ છે:

ચીન         હથિયાર              તાઈવાન

20 લાખ      એક્ટિવ સૈનિક         1.70 લાખ

5.10 લાખ    રિઝર્વ સૈનિક           15 લાખ

3285        એરક્રાફ્ટ               741

1200        યુદ્ધ વિમાન             288

286         પરિવહન વિમાન         19

399         ટ્રેનર વિમાન             207

912         હેલિકોપ્ટર                208

281         અટેક હેલિકોપ્ટર્સ            91

5250        ટેન્ક                          1110

4120        સેલ્ફ પ્રોપેલ્ડ આર્ટિલરી      257

1734        તોપ                       1410

3160        મોબાઈલ રોકેટ પ્રોજેક્ટર  115

777         નૌસેનિક ફ્લીટ્સ           117

02          વોરશીપ કેરિયર            00

79          સબમરીન               04

41          વિધ્વંસક                  04

49          ફ્રિગેટ્સ                    22

હાલ તો બંને દેશો વચ્ચે તણાવભરી પરિસ્થિતિ છે. તાઈવાન કોઈપણ રીતે યુદ્ધ કરવા માગતુ નથી. પરંતુ જો ચીન તેની સામે છમકલાં કરશે તો તાઈવાન તેને જડબાતોડ જવાબ આપશે તે નક્કી છે. કેમ કે હવે તાઈવાનને દુનિયાની મહાશક્તિ અમેરિકાનો પણ સાથ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news