ગુજરાતી સિંગર વિજય સુવાળાને સત્તાનો નશો ચઢ્યો! પોલીસકર્મી સાથે દાદાગીરી કરતો VIDEO વાયરલ

ગુજરાતી સિંગર વિજય સુવાળાએ રીતસરની પોલીસકર્મીને બદલી કરાવી દેવાની ધમકી આપતા ખળભળાટ મચ્યો છે.

ગુજરાતી સિંગર વિજય સુવાળાને સત્તાનો નશો ચઢ્યો! પોલીસકર્મી સાથે દાદાગીરી કરતો VIDEO વાયરલ

ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતના જાણીતા ગાયક કલાકાર અને નેતા વિજય સુવાળા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. અમદાવાદમાં સિંગર વિજય સુવાળાની પોલીસકર્મી સાથે દાદાગીરી કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ટ્રાફિક પોલીસકર્મીએ ગુજરાતી સિંગર વિજય સુવાળાની ગાડી રોકતા તેઓ રીતસરના ભડક્યા હતા. એટલું જ નહીં વિજય સુવાળાએ રીતસરની પોલીસકર્મીને બદલી કરાવી દેવાની ધમકી આપતા ખળભળાટ મચ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સોશિયલ મીડિયામાં ગુજરાતી સિંગર વિજળ સુવાળાના ગીતો તો બધાએ સાંભળ્યા હશે, જેમાં તેઓ એક સાદગીસભર વ્યક્તિ જણાય છે. પરંતુ જાણે રાજકારણમાં પ્રવેશ મેળવ્યા બાદ વિજય સુવાળાને સત્તાનો નશો ચઢ્યો હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. આજે સોશિયલ મીડિયામાં વિજળ સુવાળાનું એક એવું સ્વરૂપ જોવા મળ્યું, જેણે કદાચ કોઈએ આજ સુધી જોયું નથી. અમદાવાદમાં ગુજરાતી સિંગર વિજય સુવાળાની પોલીસકર્મી સાથે દાદાગીરી કરતો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સિંગર વિજય સુંવાળા અને ટ્રાફિક પોલીસ વચ્ચે બોલાચાલી થતી હોય તેવું વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

આ ઘટનામાં ટ્રાફિક પોલીસકર્મીનો વાંક માત્ર એટલો હતો કે સિંગરમાંથી નેતા બનેલા ગુજરાતી સિંગર વિજય સુવાળાની તેઓએ ગાડી રોકી હતી. જેના કારણે વિજય સુવાળાએ પોતાની ગાડીમાં બેઠા બેઠા પોલીસકર્મીને બદલી કરાવવાની ધમકી આપી દીધી હતી. પોલીસવાળાએ  વિજય સુવાળા ભુવાજીની ગાડી ઊભી રખાવી ખાલી પૂછપરછ કરતા હતા, તે દરમ્યાન વિજયભાઈએ પોલીસને ધમકી આપી કે, તારી બદલી ડાંગ જીલ્લામાં કરાવી નાખીશ.

મહત્વનું છે કે, સોશિયલ મીડિયામાં હાલ ગુજરાતી સિંગર વિજય સુવાળાની દાદાગીરી કરતા વીડિયો ધૂમ મચાવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news