Corona: WHOએ 'આયુષ્યમાન ભારત' યોજનાને બિરદાવી, આપ્યું મહત્વનું નિવેદન
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ ભારતની આયુષ્યમાન ભારત યોજના (Ayushman Bharat)ના વખાણ કરતા કહ્યું કે તેના અમલીકરણમાં ઝડપ લાવીને દેશ કોવિડ 19ને સારી રીતે પહોંચી વળી શકે તેમ છે. WHOએ કોરોનાના ચેપને રોકવામાં ભારત તરફથી થઈ રહેલા પ્રયત્નોના વખાણ કર્યા છે. WHOએ કહ્યું કે ભારતમાં સંક્રમણ ઝડપથી નથી ફેલાઈ રહ્યું. પરંતુ તેનું જોખમ હજુ યથાવત છે. આથી સતર્ક રહેવાની જરૂર છે.
Trending Photos
નવી દિલ્હી: વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ ભારતની આયુષ્યમાન ભારત યોજના (Ayushman Bharat)ના વખાણ કરતા કહ્યું કે તેના અમલીકરણમાં ઝડપ લાવીને દેશ કોવિડ 19ને સારી રીતે પહોંચી વળી શકે તેમ છે. WHOએ કોરોનાના ચેપને રોકવામાં ભારત તરફથી થઈ રહેલા પ્રયત્નોના વખાણ કર્યા છે. WHOએ કહ્યું કે ભારતમાં સંક્રમણ ઝડપથી નથી ફેલાઈ રહ્યું. પરંતુ તેનું જોખમ હજુ યથાવત છે. આથી સતર્ક રહેવાની જરૂર છે.
WHOએ શુક્રવારે એક રિપોર્ટ રિલીઝ કર્યો જેમાં તેણે કહ્યું કે ભારતમાં કોરોનાના કેસ ત્રણ અઠવાડિયામાં બમણા થઈ રહ્યાં છે. પરંતુ કેસ સતત વધી રહ્યાં છે. ભારતમાં જ નહીં પરંતુ બાંગ્લાદેશમાં, પાકિસ્તાન, અને દક્ષિણ એશિયાના ગીચ વસ્તીવાળા દેશોમાં પણ હજુ મહામારીની સ્થિતિ વિસ્ફોટક થઈ નથી પરંતુ તે વિસ્ફોટક બને તેવું જોખમ તોળાયેલુ છે. WHOએ એ વાત ઉપર પણ ચેતવ્યાં કે જો સામુદાયિક સ્તર પર સંક્રમણ શરૂ થયું તો તે ખુબ ઝડપથી ફેલાશે.
જુઓ LIVE TV
WHOએ રિપોર્ટમાં એમ પણ કહ્યું કે ભારતમાં લોકોની અવરજવર ફરીથી શરૂ થઈ ગઈ છે. આવામાં સંક્રમણ વધવાનું જોખમ રહેલું છે. પ્રવાસીઓી વધુ સંખ્યા, શહેરી વિસ્તારોમાં ભીડભાડ અને અનેક લોકો પાસે દરરોજ કામ પર ગયા વગર કોઈ વિકલ્પ જ નહોવા જેવા અનેક મુદ્દાઓ પણ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે