વિશ્વ આરોગ્ય સંગઠન News

કોરોના: WHOએ HCQની ટ્રાયલ પર રોક લગાવી તેમાં ચીનનો હાથ?, આ દેશે કહ્યું-અમે તો વાપરીશ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ મેલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન (Hydroxychloroquine) ની કોવિડ 19ના દર્દીઓની સારવાર માટે ક્લિનિકલ ટ્રાયલ પર સુરક્ષા કારણોસર અસ્થાયી રીતે રોક લગાવવાનો નિર્ણય લીધો છે. એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ દવાથી કોરોનાના દર્દીઓને ફાયદો થવાની જગ્યાએ નુકસાન વધુ છે. WHOના આ નિર્ણય પર સોશિયલ મીડિયામાં જ લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે. તેને ચીન સાથે જોડી રહ્યાં છે. ખાસ વાત એ છેકે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વ આરોગ્ય સંગઠન પર ચીનની તરફેણનો ગંભીર આરોપ પણ લગાવી ચૂક્યા છે. આ બધા વચ્ચે બ્રાઝિલે WHOએ રોક લગાવી છતાં આ દવાનું સમર્થન કર્યું છે. તેણે કહ્યું છે કે WHOએ રોક લગાવી છતાં તેઓ આ દવા પર પ્રતિબંધ નહીં મૂકે. 
May 26,2020, 11:08 AM IST

Trending news