ફૂટબોલ સાથે આ બાળકીના પરાક્રમ જોઇ થઇ જશો દંગ, વાયરલ થયો વીડિયો

સોશિયલ મીડિયા પર હાલમાં એક 4 વર્ષની ક્યૂટ બાળકી છવાયેલી છે. આ વીડિયોમાં બાળકી ફૂટબોલની સાથે એવા પરાક્રમો કરતી જોવા મળી રહી છે, જેને જોઇને તેમે પણ દંગ રહી જશો.

ફૂટબોલ સાથે આ બાળકીના પરાક્રમ જોઇ થઇ જશો દંગ, વાયરલ થયો વીડિયો

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર હાલમાં એક 4 વર્ષની ક્યૂટ બાળકી છવાયેલી છે. આ વીડિયોમાં બાળકી ફૂટબોલની સાથે એવા પરાક્રમો કરતી જોવા મળી રહી છે, જેને જોઇને તેમે પણ દંગ રહી જશો. ઘર હોય કે પછી ફૂટબોલ ગ્રાઉન્ડ બંને જગ્યાએ આ બાળકી તેના પરાક્રમ દેખાડી રહી છે અને સોશિયલ મીડિયા પર લોકો તેના પરાક્રમો જોઇ રહ્યાં છે.

આ વાયરલ વીડિયોમાં તમે જોઇ શકો છો કે, કેવી રીતે એક બાળકી ફૂટબોલ સાથે મસ્તી કરી રહી છે. એટલું જ નહીં જ્યારે તેને સમય મળે છે ત્યારે તે પોતાની બોડી બિલ્ડિંગ સ્કિલને પણ દેખાડવામાં પાછળ હટતી નથી. આ વીડિયો ઘણી વખત શેર કરવામાં આવ્યો છે.

જુઓ Video...

— anand mahindra (@anandmahindra) May 18, 2019

આનંદ મહિન્દ્રાએ શેર કર્યો વીડિયો...
ખાસ વાત એ છે કે, આ વીડિયોના ફેન આનંદ મહિન્દ્રા પણ થઇ ગયા છે અને તેમણે પોતે આ વીડિયોને તેમના ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે ટ્વિટમાં લખ્યું, જ્યારે મેં પહેલી વખત આ વીડિયો જોયો, તો સમજ્યો કે આ એક છોકરી છે, પરંતુ થોડા રિસર્ચ બાદ મને જાણવા મળ્યું કે, આ છોકરી નથી, પરંતુ 4 વર્ષની બાળકી છે. જે ઈરાનની નિવાસી છે. તમે પણ આ વીડિયોનો આનંદ માણો...

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news