Football News

મેચ પછી બદલાયું મેસ્સીનું મન! નહીં લે નિવૃત્તિ, કહ્યું- વર્લ્ડ ચેમ્પિયન તરીકે રમશે
FIFA World Cup Qatar 2022: ફિફા વર્લ્ડ કપમાં ફ્રાન્સ સામેની ફાઈનલ મેચમાં મેસ્સીએ એ સાબિત કર્યું કે કેમ તે દુનિયાભરમાં સૌથી શ્રેષ્ઠ ફૂટબોલ પ્લેયર ગણાય છે. પોતાની સુજબુજથી મેસ્સી ટીમ સાથે મળીને ટીમને વિશ્વ વિજેતા બનાવી. જોકે, જીત બાદ મેસ્સીએ ચાહકોને વધુ એક ખુશખબર આપી. ફિફા વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાની જીત બાદ બેલોન ડી’ઓર વિજેતા લિયોનેલ મેસ્સીએ ફરીથી નિવૃત્તિ અંગેનો પોતાનો વિચાર બદલી નાખ્યો છે. મેસ્સીએ કહ્યું કે, તે હજુ પણ વિશ્વ ચેમ્પિયન તરીકે થોડી વધુ મેચ રમવા માગે છે. તમને જણાવી દઈએ કે આ પહેલા મેસ્સીએ કહ્યું હતું કે કતારમાં આ ટૂર્નામેન્ટ તેનો છેલ્લો વર્લ્ડ કપ હશે અને આ ફાઈનલ તેના ઇન્ટરનેશનલ કરિયરની છેલ્લી મેચ હશે.
Dec 19,2022, 9:10 AM IST

Trending news