મહત્વપૂર્ણ મુલાકાત રહી! PM મોદી અને ઓસ્ટ્રેલિયન PM એકબીજાને મળીને થયા ગદગદ, શેર કર્યા અનુભવો

Australia PM Anthony Albanese: પીએમ મોદીએ આ મીટિંગ પછી એક વિડીયો Tweet શેર કર્યો, જેમાં લખ્યું કે પીએમ એન્થોની અલ્બેનીઝ સાથેની અર્થપૂર્ણ વાતચીતથી લઈને ઐતિહાસિક સમુદાયની ઘટના સુધી, બિઝનેસ લીડર્સથી લઈને જીવનના વિવિધ ક્ષેત્રના જાણીતા ઓસ્ટ્રેલિયનો સુધીની મુલાકાત થઈ, આ એક મહત્વપૂર્ણ સફર રહી છે.

મહત્વપૂર્ણ મુલાકાત રહી! PM મોદી અને ઓસ્ટ્રેલિયન PM એકબીજાને મળીને થયા ગદગદ, શેર કર્યા અનુભવો

PM Modis Australia Tour: ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ બુધવારે સિડનીમાં તેમના સમકક્ષ એન્થોની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય સંબંધો અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ સમયને કેટલાક ફોટોગ્રાફ અને વીડિયો મોદી અને ઓસ્ટ્રેલિયન પીએમે સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. 

પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પ્રતિક્રિયા આપી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પરથી પરત ફરતી વખતે તેણે પોતાના પ્રવાસ વિશે Tweet પણ કર્યું હતું. આ Tweetમાં તેણે લખ્યું કે આ એક મહત્વપૂર્ણ પ્રવાસ હતો. આ પ્રવાસ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મિત્રતા વધુ મજબૂત કરશે. પીએમ મોદી તેમના ત્રણ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા. ઓસ્ટ્રેલિયા પહેલાં તેઓ જાપાન અને પછી પાપુઆ ન્યુ ગિની ગયા હતા.

— Narendra Modi (@narendramodi) May 24, 2023

પીએમ મોદીએ આ મીટિંગ પછી એક વિડીયો Tweet શેર કર્યો, જેમાં લખ્યું કે પીએમ એન્થોની અલ્બેનીઝ સાથેની અર્થપૂર્ણ વાતચીતથી લઈને ઐતિહાસિક સમુદાયની ઘટના સુધી, બિઝનેસ લીડર્સથી લઈને જીવનના વિવિધ ક્ષેત્રના જાણીતા ઓસ્ટ્રેલિયનો સુધીની મુલાકાત થઈ, આ એક મહત્વપૂર્ણ સફર રહી છે. જે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મિત્રતા વધારશે.

ઓસ્ટ્રેલિયાના પીએમે પણ Twitter પર વડાપ્રધાન સાથેનો પોતાનો એક ફોટો પણ શેર કર્યો છે. આ સાથે તેણે લખ્યું કે સિડની પણ પીએમ મોદીને લઈને ખૂબ ખુશ છે.

જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ સિડનીના ઓલિમ્પિક પાર્કમાં ભારતીય મૂળના 20,000 લોકોને સંબોધિત કર્યા હતા. આ સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો ખાસ ફ્લાઇટ દ્વારા સિડની પહોંચ્યા હતા. આવી જ એક ફ્લાઈટનું નામ મોદી એરવેઝ હતું, જેમાં 170 લોકો તિરંગાના કપડાં પહેરીને અહીં પહોંચ્યા હતા. આ જૂથ મેલબોર્નથી સિડની પહોંચ્યું હતું. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાને પોતે કહ્યું હતું કે તેમને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઘણા લોકો તરફથી વિનંતીઓ મળી હતી, જે પૂરી કરવી તેમના માટે શક્ય નહોતું.

— Anthony Albanese (@AlboMP) May 24, 2023

પીએમ મોદીએ સિડનીમાં ભારતીયોને આ અપીલ કરી
સિડનીમાં ભારતીયોને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું હતું કે હું તમારી પાસે કંઈક માગી રહ્યો છું, આપશો? હું તમને વિનંતી કરું છું કે જ્યારે પણ તમે ભારત આવો ત્યારે એક અથવા બીજા ઓસ્ટ્રેલિયન મિત્ર અથવા તેમના પરિવારને તમારી સાથે લાવો. આનાથી તેમને ભારતને જાણવા અને સમજવાની તક મળશે. ઘણા સમય પછી અહીં મળવાનો મોકો મળ્યો. તમે સ્વસ્થ રહો, ખુશ રહો. આપ સૌનો આભાર.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news