લિંક મોકલી ફસાવવાનું નવું કૌભાંડ! સારું કમાવવાની લાલચમાં સુરતના યુવકે ગુમાવ્યા લાખો રૂપિયા

Surat News: ઓનલાઇન છેતરપિંડી આચરતી ગેંગ દ્વારા સુરત શહેરમાં ટેલીગ્રામ ઉપર અલગ-અલગ ફિલ્મ રેટીંગના ટાસ્ક પુર્ણ કરી કમિશન આપવાનું જણાવી ફેક લીંક મોકલવામાં આવી હતી.

લિંક મોકલી ફસાવવાનું નવું કૌભાંડ! સારું કમાવવાની લાલચમાં સુરતના યુવકે ગુમાવ્યા લાખો રૂપિયા

ચેતન પટેલ/સુરત: સુરતમાં ટેલિગ્રામમાં લિંક મોકલી હોટલના નામે ટાસ્ક પૂર્ણ કરવાથી સારું કમિશન મળશે તેવી લાલચ આપી સુરતના ઈસમ પાસેથી અલગ અલગ રીતે કુલ 20 લાખથી વધુનું રોકાણ કરાવી છેતરપીંડી આચરતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જેને લઈ પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. 

ઓનલાઇન છેતરપિંડી આચરતી ગેંગ દ્વારા સુરત શહેરમાં ટેલીગ્રામ ઉપર અલગ-અલગ ફિલ્મ રેટીંગના ટાસ્ક પુર્ણ કરી કમિશન આપવાનું જણાવી ફેક લીંક મોકલવામાં આવી હતી. અને તેમાં અલગ અલગ ટાસ્ક પેટે કુલ રૂ.14,38,691 અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી આચરવામાં આવતી હતી. આ મામલે સુરત સાયબર પોલીસે છેતરપિંડી કરનાર અમિત જીવાણી, નિખીલ પાનસેરીયા અને ભાવેશ કાકડીયા નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડયા હતા અને તેના બેંક એકાઉન્ટમાંથી પોલીસે રૂ.5,93,011 ફ્રીઝ કર્યા હતા.રૂ.14.38 લાખ ટ્રાન્સફર કરવી લીધા હતા. 

આ અંગે સાયબર એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓએ ગત તારીખ 31/01/2023થી 04/04/2023 દરમ્યાન દરેક વખતે અલગ- અલગ ટેલીગ્રામ એકાઉન્ટના ધારક તથા અલગ-અલગ બેંક એકાઉન્ટોના ધારકોએ પૂર્વ આયોજીત કાવતરૂ રચી ફેક લીંક લોકલતા હતા. આ ટોળકીએ ફરિયાદીને ટેલીગ્રામ એકાઉન્ટમાં લિંક મોકલી ફિલ્મ રેટીંગના ટાસ્ક પુર્ણ કરવાથી સારૂ એવુ કમિશન મળશે તેમ જણાવી ફિલ્મ રેટીંગના અલગ અલગ ટાસ્ક માટે કુલ રૂ.14,38,691 ટ્રાન્સફર કરાવી લીધા હતા.

આરોપીઓએ પ્રથમ વખત ફિલ્મ રેટીંગના ટાસ્ક પુર્ણ કરવાના કમિશન પેટે ફરિયાદીને રૂ.13,700 પરત આપ્યા હતા અને તેનો વિશ્વાસ જીતી લીધો હતો. ત્યારબાદ વધુ ફિલ્મ રેટીંગના ટાસ્ક આપી તે માટે ભરેલ રૂપિયા પૈકી રૂ.14,38,691 પરત ન આપી છેતરપિંડી કરી હતી. ત્યારે પકડાયેલા આરોપી પાસેથી સાયબર પોલીસે અલગ-અલગ બેંક એકાઉન્ટોમાં કુલ રૂ. 5,93,011 ફ્રીઝ કરાવ્યા છે.

જોકે હાલ તો સાયબર પોલીસે અમિત જીવાણી, નિખીલ પાનસેરીયા અને ભાવેશ કાકડીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસે આ ત્રણેય આરોપીઓએ આ છેતરપિંડી કેવી રીતે શરૂ કરી હતી એની તપાસ શરૂ કરી છે અને આ આરોપીઓએ અન્ય કેટલા લોકો સાથે આ રીતે છેતરપિંડી આચરી છે તે અંગે પણ વધુ તપાસ આદરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news