VIDEO: મસ્જિદ હુમલાના પીડિતોને મળવા પહોંચ્યાં ન્યૂઝીલેન્ડના પીએમ, મળ્યું ઈસ્લામનું આમંત્રણ

સોશિયલ મીડિયા પર ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડનનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક મુસ્લિમ વ્યક્તિ ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડન સાથે વાતચીત કરી રહ્યો છે 
 

VIDEO: મસ્જિદ હુમલાના પીડિતોને મળવા પહોંચ્યાં ન્યૂઝીલેન્ડના પીએમ, મળ્યું ઈસ્લામનું આમંત્રણ

નવી દિલ્હીઃ આતંકવાદનો પડછાયો પણ ન હતો એવા ન્યૂઝીલેન્ડમાં તાજેતરમાં જ ક્રાઈસ્ટચર્ચ શહેરની બે મસ્જિદમાં હુમલો થયો હતો, જેમાં 50 લોકોનાં મોત થયા હતા. આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા હતા. આ હિંસક ઘટનાની સમગ્ર વિશ્વમાં આલોચના કરવામાં આવી રહી છે. જોકે, હુમલાની આ ઘટના પછી ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડેને ક્રાઈસ્ટચર્ચામાં મુસ્લિમ સમુદાયના કેન્ટબરી ખાતેના રેફ્યુજી સેન્ટરની મુલાકાત લઈને હુમલાના પીડિત પરિવારોની હિજાબ પહેરીને મુલાકાત કરી હતી. 

આ દરમિયાન જેસિન્ડા આર્ડનનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેઓ અત્યંત દુખી દેખાઈ રહ્યાં હતાં. હવે, તેમની આ મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક વ્યક્તિ તેમને ઇસ્લામમાં જોડાવા માટે આમંત્રણ આપી રહ્યો છે. 

— Syed Asim Gillani (@ap2sah) March 25, 2019

જેસિન્ડેને મળ્યું ઈસ્લામનું આમંત્રણ
આ વીડિયોમાં એક મુસ્લિમ વ્યક્તિ ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડન સાથે વાતચીત કરી રહ્યો છે. વીડિયોના અંતમાં તે જેસિન્ડાને ઈસ્લામ કબૂલ કરવાનું કહે છે. પેલા વ્યક્તિની આ વાતપર જેસિન્ડા સ્મિત સાથે જવાબ આપે છે. જેસિન્ડાના આ જવાબને કારણે જ આ વીડિયો સોશિયલ મીડિયામાં સતત વાયરલ થઈ રહ્યો છે. 

એક દિવસ તમે ઈસ્લામ અપનાવશોઃ મુસ્લિમ વ્યક્તિ
વીડિયોમાં મુસ્લિમ વ્યક્તિ એવું કહેતો સાંભળવા મળી રહ્યો છે કે, હું તમને ઈમાનદારીથી કહેવા માગું છું. મને અહીં જે વાત ખેંચી લાવી છે તે તમે છો. હું છેલ્લા 3 દિવસથી અલ્લાહ સમક્ષ એક જ દુઆ માગી રહ્યો છું. હું દુઆ માગું છું કે, અન્ય નેતાઓ પણ તમાને જૂએ અને તમારી પાસેથી કંઈક બોધપાઠ મેળવે. મારી એક ઈચ્છા છે કે તમે એક દિવસ જરૂર ઈસ્લામ અપનાવશો. મારી ઈચ્છા છે કે, હું તમારી સાથે જન્નતમાં રહું. 

જેસિન્ડાએ આપ્યો આ જવાબ 
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, જેસિન્ડા આર્ડ એ વ્યક્તિની વાતને અત્યંત ગંભીરતાપૂર્વક સાંભળી રહ્યાં છે. અંતમાં જેસિન્ડાએ સ્મિત રેલાવતા કહ્યું કે, ઈસ્લામ લોકોને માનવતા શીખવાડે છે. મને લાગે છે કે મારી પાસે માનવતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news