કોંગ્રેસના 3 MLAને દિલ્હીનું તેડું, લોકસભાની ટીકિટને લઇને રાહુલ ગાંધી સાથે મુલાકાત

સૌરાષ્ટ્રના કોગ્રેસના ત્રણ ધારાસભ્યો અને લોકસભા બેઠકોના દાવેદારોને દિલ્હીનું તેડું આવતા વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા. કોગ્રેસના ધારાસભ્યો લલીત કગથરા, લલીત વસોયા અને કિરીટ પટેલ પોતાના બેગ લઈ દિલ્હી જવા ઉપડયા હતા.
 

કોંગ્રેસના 3 MLAને દિલ્હીનું તેડું, લોકસભાની ટીકિટને લઇને રાહુલ ગાંધી સાથે મુલાકાત

રવિ અગ્રવાલ/ વડોદરા: સૌરાષ્ટ્રના કોગ્રેસના ત્રણ ધારાસભ્યો અને લોકસભા બેઠકોના દાવેદારોને દિલ્હીનું તેડું આવતા વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા. કોગ્રેસના ધારાસભ્યો લલીત કગથરા, લલીત વસોયા અને કિરીટ પટેલ પોતાના બેગ લઈ દિલ્હી જવા ઉપડયા હતા.

કોગ્રેસના ધારાસભ્યો લલીત કગથરા, લલીત વસોયા અને કિરીટ પટેલ લોકસભાની ટીકીટ મેળવવા ધમપછાડા કરી રહ્યા છે. જેના કારણે સૌરાષ્ટ્રમાં કોગ્રેસને લોકસભાના ઉમેદવારો જાહેર કરવા માટે ભારે માથા પચ્ચી કરવી પડી રહી છે. ત્યારે રાહુલ ગાંધીએ ત્રણેય ધારાસભ્યોને દિલ્હી બોલાવતા તેવો દિલ્હી જવા રવાના થશે. લલીત કગથરાએ કહ્યું કે, સૌરાષ્ટ્રમાં ખેડૂતોના પાકવીમાનો સૌથી મોટો પ્રશ્ર છે. જે પ્રશ્ર ઉઠાવવા માટે સ્થાનીક તંત્ર તેમને પરવાનગી નથી આપતી. જેથી તેઓ રાહુલ ગાંધી સાથેની બેઠકમાં તેમને સૌરાષ્ટ્રમાં ખેડૂતોના મુદ્દે સભા કરવા માટે સૂચન કરશે અને સાથે જ લોકસભાની બેઠકો માટે પણ રાહુલ ગાંધી સાથે ચર્ચા કરવામાં આવશે.

વડોદરા: વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી બોગસ વિઝા બનાવાનું કરોડોનું કૌભાંડ

ગુજરાતના મંત્રી ગણપત વસાવાએ ગઈકાલે રાહુલ ગાંધીને ઝેર પીવું જોઈએ ત્યારે હું શિવ માનીશ તેવુ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતુ. જે મામલે લલીત કગથરાએ ભાજપ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે ભાજપના નેતાઓની બુધ્ધી વિનાશ કાળે વિપરીત બુધ્ધી થઈ છે. ભાજપની ગુજરાતમાંથી જમીન સરકી રહી છે જેથી વાલી વિલાસ કરી રહ્યા છે.

જયારે લલીત વસોયાએ કહ્યું કે, રાહુલ ગાંધી સાથે બેઠક છે. જેમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને સૌરાષ્ટ્રમાં ખેડૂતોના મુદ્દે જાહેર સભા યોજવા આમંત્રણ અપાશે. તેમજ સૌરાષ્ટ્રમાં ભાજપના ઉમેદવારો બાદ કોગ્રેસના ઉમેદવારો જાહેર થશે તે રણનીતી પર ચર્ચા થશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news