એક એવી ઘડિયાળ જેમાં ક્યારેય વાગતા નથી 12, તો પણ પડતો નથી ફરક, જાણો કારણ

એક એવી ઘડિયાળ જ્યાં ક્યારેય 12 વાગતા નથી. આ ઘડિયાળ સ્વિટ્ઝર્લેન્ડમાં છે સ્વિટ્ઝરલેન્ડના સોલોર્થન શહેરમાં ક્યારેય 12 વાગતા નથી...કારણ શું.... અહિયાના લોકોને 12 અંક ગમતો જ નથી. અને 11 અંક એટલો જ  પ્રિય છે.

એક એવી ઘડિયાળ જેમાં ક્યારેય વાગતા નથી 12, તો પણ પડતો નથી ફરક, જાણો કારણ

દિક્ષિતા દાનાવાલા, અમદાવાદ: ભાઈ તારા ચહેરા પર 12 કેમ વાગ્યા છે. આ શબ્દો તમે કેટલીક વખત તમારા મિત્રોને કીધા હશે જ્યારે તે ઉદાસ હશે. પણ શું તમે ક્યારેય કોઈને કીધું છે કે તારા ચહેરા પર 11 કેમ વાગ્યા છે?  હકીકતમાં 12 તો ઘડિયાળમાં જ વાગતા હોય છે. પણ દુનિયામાં એક જગ્યા એવી છે જ્યાંની ઘડિયાળમાં ક્યારેય 12 વાગતા જ નથી. જાણીને તમને આશ્વર્ય થશે પરંતુ આ સાચી વાત છે. એક એવી ઘડિયાળ છે જેમાં ક્યારેય 12 વાગતા નથી. 

દુનિયાની અનોખી ઘડિયાળ
એક એવી ઘડિયાળ જ્યાં ક્યારેય 12 વાગતા નથી. આ ઘડિયાળ સ્વિટ્ઝર્લેન્ડમાં છે સ્વિટ્ઝરલેન્ડના સોલોર્થન શહેરમાં ક્યારેય 12 વાગતા નથી...કારણ શું.... અહિયાના લોકોને 12 અંક ગમતો જ નથી. અને 11 અંક એટલો જ  પ્રિય છે. આ વાત ખાલી ઘડિયાળ પૂરતી નથી. પરંતુ દરેક કામમાં 11 અંકને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. 11મો જન્મ દિવસ ઉત્સાહ પૂર્વક ઉજવાય.. અને તેમાં આપવામાં આવતી ભેટ પણ વિશેષ હોય છે. ચર્ચા અને ચેપલની ગણતરી પણ 11-11ની આસપાસ કરવામાં આવે છે. હકિકતમાં સ્વિટ્ઝર્લેન્ડના સોલોર્થન શહેરમાં એક ચર્ચ છે જેમાં 11 અંકને પ્રાથમિક્તા આપવામાં આવી છે.

11 અંકને કેમ આપવામાં આવે છે મહત્વ? 
પરંતુ અહીંના લોકો શું કામ 11 અંકને આટલુ મહત્વ આપે છે.  કેમ આ લોકો 11 અંકના દિવાના છે કે ઘડિયાળમાં પણ છેલ્લે 11 જ વાગે છે. આની પાછળ એક પ્રાચીન માન્યતા છે. સોલોથર્નના રહેવાસીઓ ખુબ જ મહેનતુ હતા. પરંતુ તનતોડ મહેનત પછી પણ ગરીબી પીછો છોડતી નહોતી. અને લાંબા સમય પછી અહીંની ટેકરીઓ પર એલ્ફ આવવા લાગ્યા. અને એલ્ફ આવતાની સાથે જ લોકોના જીવનના ખુશહાલી ફરી આવી ગઈ.

એલ્ફ વિશે જર્મનીમાં પૌરાણિક કથાઓ પણ છે. જર્મન લોકો માને છે કે એલ્ફ પાસે દિવ્ય તેમજ અલૌકિક શક્તિ હોય છે. હકીકતમાં જર્મનીમાં એલ્ફને પણ ૧૧ સાથે જોડીને માનવામાં આવે છે. આજ કારણ છે કે સોલોથર્નના લોકો પણ એલ્ફને 11 નંબર સાથે જોડીને માને છે.

દુનિયામાં કેવા ગજબના લોકો છે. પોતાની પસંદ ના પસંદને ધ્યાનમાં રાખીને કેટલાક કુદરતી નિયમો પણ લોકો બદલી નાખતા હોય છે. એવી જ રીતે સ્વીટ્ઝરલેન્ડના સોલોથર્ન શહેરના લોકોને ઘડિયાળમાંથી 12 અંક કાઢી નાખવાથી પણ કોઈ ફર્ક નથી પડ્યો. તે લોકોને એવી બિલકુલ ચિંતા નથી કે તે દુનિયાથી પાછળ રહી જશે. બસ જેમ ફાવે તેમ તમામ લોકો મોજથી જીવી રહ્યાં છે. હું પણ એક વાત કહીશ. દરવખતે જરૂરી નથી હોતુ કે દુનિયાના નિયમોનું પાલન કરીને સફળતાપૂર્વક જીવન જીવી શકાય છે. જેમ ફાવે એમ બિન્દાસ જીવો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news