આજે દુનિયા બદલાઈ ગઈ છે, આપણે આપણાં વિચારો બદલવા પડશેઃ પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સાઉદી અરબ સાથે ભારતના ઘણા જુના સંબંધો છે. વિશ્વ કલ્યાણ માટે નવા માર્ગો શોધવા જરૂરી છે. આગામી 5 વર્ષમાં ભારતનું અર્થતંત્ર 5 ટ્રિલિયન ડોલરનું થવાનું છે. હું આજે અહીં વેશ્વિક વેપારને અસરકર્તા 5 ટ્રેન્ડ પર ચર્ચા કરવાનો છું. 

આજે દુનિયા બદલાઈ ગઈ છે, આપણે આપણાં વિચારો બદલવા પડશેઃ પીએમ મોદી

રિયાધઃ સાઉદી અરબમાં આયોજિત ત્રીજી ફ્યુચર ઈન્વેસ્ટમેન્ટ ઈનિશિએટિવ ફોરમ (FII)માં સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટ-અપ ઈકોસિસ્ટમ બન્યું છે. અમારા અનેક સ્ટાર્ટ અપ વૈશ્વિક સ્તરના બની ગયા છે. આજે ભારતમાં રિસર્ચ પર ખુબ જ ભાર મુકવામાં આવી રહ્યો છે.  

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં વિશ્વમાં વ્યવસાય ક્ષેત્રના 5 મુખ્ય ટ્રેન્ડ ગણાવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, "ટેકનોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હ્યુમન રિસોર્સ, કમ્પેશન ફોર એનવાયર્નમેન્ટ, બિઝનેસ/ગવર્નન્સ પાંચ મુખ્ય ગ્લોબલ બિઝનેસ ટ્રેન્ડ છે. કમ્પેશન ફોર એન્વાયર્નમેન્ટ એ ટ્રેન્ડ નથી, પરંતુ તે એક અનિવાર્યતા છે."

દરેક ગ્લોબલ રેન્કિંગમાં ભારત સતત સારું પ્રદર્શન કરતું જઈ રહ્યું છે. લોજિસ્ટિક્સ પરફોર્મન્સ ઈન્ડેક્સમાં 10 રેન્કનો જમ્પ, ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં 24 ક્રમનો સુધારો, વર્લ્ડ બેન્કના ઈઝ ઓફ ડૂઇંગબિઝનેસમાં 2014માં અમે 142મા ક્રમે હતા, જે 2019માં 63મા ક્રમે આવી ગયા છે. સતત ત્રીજા વર્ષે અમે દુનિયાના ટોચના 10 રિફોર્મર્સમાંના એક છીએ. 

આજે દુનિયા બદલાઈ રહી છે અને બહુધ્રુવિય બની છે. તમામ દેશો આજે એક-બીજા સાથે જોડાઈ ગયા છે. ત્રણ-ચાર દાયકા પહેલા દુનિયાને જે દૃષ્ટિએ જોવામાં આવતી હતી તેમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું છે. અમે પણ અમારી વિચારસરણીમાં પરિવર્તન લાવ્યા છીએ. આજે દુનિયામાં નાના દેશોનું મહત્વ વધતું જઈ રહ્યું છે. આથી અમે પણ આ બહુધ્રૂવિય દુનિયાને વધુ મજબૂત કરવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. અમે માનવકલ્યાણ ક્ષેત્રે વધુ ફાળો આપી રહ્યા છીએ. 

પીએમ મોદીએ કહ્યું કે, કોઈ પણ વ્યવસ્યાને આગળ લઈ જવા માટે માળખાકિય સુવિધાઓ જરૂરી છે અને ભારત માળખાકિય સુવિધા ક્ષેત્રે મોટા પ્રમાણમાં રોકાણ કરી રહ્યું છે. આજે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટ-અપ ઈકોસિસ્ટમ બન્યું છે. ભારતને 2 અને 3 ટિયર શહેરોમાંથી પણ સ્ટાર્ટ અપ નિકળી રહ્યા છે. અમારા સ્ટાર્ટઅપે વૈશ્વિક સ્તરે નામના મેળવી છે. 

— ANI (@ANI) October 29, 2019

સ્કીલ ઈન્ડિયા ઈનિશિયેટિવ અંતરર્ગત આગામી 3-4 વર્ષમાં ભારતમાં 40 કરોડ લોકોને વિવિધ કૌશલ્યોની તાલીમ આપવામાં આવશે. તેનાથી ભારતમાં રોકાણ કરનારી કંપનીઓને કુશળ કારિગરો ઉપલબ્ધ બનશે. 

ભારતમાં 1 બિલિયન યુએસ ડોલરથી વધુ મૂડી ધરાવતા યુનિકોર્ન્સની સંખ્યા સતત વધતી જઈ રહી છે. વિશ્વના તમામ રોકાણકાર, ખાસ કરીને વેન્ચર ફંડ્સને મારો અનુરોધ છે કે તમે અમારી સ્ટાર્ટ-અપ ઈકોસિસ્ટમનો ફાયદો ઉઠાવો. ભારતમાં ઈનોવેશન ક્ષેત્રે કરવામાં આવેલું રોકાણ સૌથી વધુ રોકાણ આપશે. આ રોકાણ માત્ર ભૌતિક જ નહીં હોય, પરંતુ યુવાનોને શક્તિશાળી પણ બનાવશે.

પીએમ મોદીએ આગળ કહ્યું કે, વર્ષ 2024 સુધી ભારતમાં રિફાઈનિંગ, પાઈપલાઈન અને ગેસ ટર્મિનલ જેવી યોજનાઓમાં 100 બિલિયન ડોલરનું રોકાણ કરવાનું આયોજન છે. 

— ANI (@ANI) October 29, 2019

વડાપ્રધાને વધુમાં કહ્યું કે, સાઉદી અરામકોએ ભારતમાં વેસ્ટ કોસ્ટ રિફાઈનરી પ્રોજેક્ટ, જે એશિયાની સૌથી મોટી રિફાઈનરી બનશે, તેમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો છે. અમે તાજેતરમાં જ ડાઉસ્ટ્રીમ સેક્ટરમાં ખાસ કરીને રિટેલિંગમાં રોકાણના નિયમોને ઉદાર બનાવ્યા છે. જેના કારણે આ ક્ષેત્રમાં ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ વધુ સરળ બનશે. ભારતના તેજ ગતિએ આગળ વધતા અર્થતંત્ર માટે ઊર્જા ક્ષેત્રે રોકાણ જરૂરી છે. અમે અહીં હાજર ઊર્જા કંપનીઓને આ તકનો ફાયદો ઉઠાવવા અનુરોધ કરીએ છીએ.  

— ANI (@ANI) October 29, 2019

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સાઉદી અરબ સાથે ભારતના ઘણા જુના સંબંધો છે. વિશ્વ કલ્યાણ માટે નવા માર્ગો શોધવા જરૂરી છે. આગામી 5 વર્ષમાં ભારતનું અર્થતંત્ર 5 ટ્રિલિયન ડોલરનું થવાનું છે. હું આજે અહીં વેશ્વિક વેપારને અસરકર્તા 5 ટ્રેન્ડ પર ચર્ચા કરવાનો છું. 

જુઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news