અમદાવાદ : નારોલમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ, 30 ગાડીઓ ઘટના સ્થળે
ફાયર વિભાગ દ્વારા કોલ જાહેર કરાતા 30થી વધારે ગાડીઓ અને 100થી વધારે જવાનો આગ પર કાબુ મેળવવા પ્રયાસરત, 50-60 લાખ મીટર કપડનું આગમાં બળીને ખાખ
Trending Photos
અમદાવાદ : અમદાવાદનાં નારોલ વિસ્તારમાં આગ લાગી હતી. જિંદાલ નામની કપડાની ફેક્ટ્રીના ગોડાઉનમાં જ આગ લાગી જતા નાસભાગ મચી ગઇ હતી. પ્રાથમિક તબક્કે નાનકડી લાગતી આગ જોત જોતામાં ખુબ જ વિકરાળ બની હતી. આગને પગલે પહેલા 15 અને ત્યાર બાદ 20 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે આગની ગંભીરતાને જોતા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. જેના પગલે 30થી વધારે ગાડીઓ હાલ ઘટના સ્થળ પર હાજર છે. 100થી વધારે ફાયરના જવાનો આગ બુઝાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે.
રાજુલા : ભાઇબીજના દિવસે મજાદર ગામના તળાવમાં યુવક ડુબ્યો
જો કે જિંદાલ નામની કાપડની ફેક્ટ્રીનાં ગોડાઉનમાં આ આગ લાગી હતી. સિઝન હોવાનાં કારણે ગોડાઉનમાં કાપડનો પુરો સ્ટોક હતો. કોટન કાપડ હોવાનાં કારણે જોત જોતામાં આગ ખુબ જ વિકરાળ બની હતી. 50-60 લાખ મીટર જેટલું કાપડ બળીને ખાખ થઇ ગયું છે. આ ઉપરાંત ગોડાઉન ત્રીજા માળે આવેલું છે. વિસ્તાર ખુબ જ ગીચ હોવાથી ફાયરની ગાડીઓને આવવામાં પણ સમસ્યા થઇ રહી છે. હાલ તો આગ આજુબાજુ ન ફેલાય તે માટે ફાયર પ્રયાસો કરી રહી છે. હાઇડ્રોલીક પ્લેટફોર્મ, ગજરાજ સહિતનાં ફાયરનાં તમામ આધુનિક સાધનો કામે લગાવી દેવાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે