Kili Paul: જેમના ટેલેન્ટથી PM મોદી પણ થયા હતા ઈમ્પ્રેસ, તે કિલી પોલ પર જીવલેણ હુમલો

ઈન્ટરનેટ સેન્સેશન કિલી પોલ છાશવારે પોતાના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. બોલીવુડ ગીતો પર લીપ સિંક કરીને તાન્ઝાનિયાના કિલી પોલે ભારતમાં પણ અઢળક લોકપ્રિયતા મેળવી છે.

Kili Paul: જેમના ટેલેન્ટથી PM મોદી પણ થયા હતા ઈમ્પ્રેસ, તે કિલી પોલ પર જીવલેણ હુમલો

નવી દિલ્હી: ઈન્ટરનેટ સેન્સેશન કિલી પોલ છાશવારે પોતાના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. બોલીવુડ ગીતો પર લીપ સિંક કરીને તાન્ઝાનિયાના કિલી પોલે ભારતમાં પણ અઢળક લોકપ્રિયતા મેળવી છે. જો કે હાલમાં જ કિલી પોલે એક વીડિયો અને સ્ટોરી ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો જેને જોઈને તેના ચાહકો  ચિંતામાં પડી ગયા. કારણ કે તેમા તે ઘાયલ અવસ્થામાં જોવા મળ્યા. 

વીડિયો શેર કર્યો
કિલી પોલે એક વીડિયો શેર કર્યો જેમાં તે બેડ પર સૂતેલા જોવા મળી રહ્યા છે. કિલી પોલને ઈજા થઈ છે. તેણે કેપ્શનમાં લખ્યું કે લોકો મને નીચે પાડવા માંગે છે પરંતુ ભગવાન મારી સાથે છે. મારા માટે દુઆ કરો. વીડિયોમાં તેના હાથ ઉપર પણ ઈજા થઈ છે અને તે પરેશાન જોવા મળી રહ્યા છે. 

No description available.

(તસવીર (સાભાર કિલી પોલ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી)

કિલી પોલે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક મેસેજ પણ લખ્યો જેમાં કહ્યું કે મારા પર 5 લોકોએ હુમલો કર્યો. તે સમયે હું પોતાને બચાવી રહ્યો હતો અને મારા હાથ અને પગમાં ચાકૂ મારવામાં આવ્યું. કિલી પોલે લખ્યું કે તેમને 5 સ્ટિચ આવ્યા છે. કિલીએ આ સાથે જ લખ્યું કે તે 2 લોકોથી પોતાની જાતને બચાવી રહ્યા હતા અને ત્યારબાદ તેઓ ભાગી ગયા. તેમણે એમ પણ લખ્યું કે તેઓ ડંડાથી મારવા આવ્યા હતા અને લોકો તેમને નિર્દયતાથી મારી રહ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે તેઓ પહેલા પણ ઈજા ઝેલી ચૂક્યા છે. જો કે આ હુમલો કયા કારણસર થયો તે હજુ પણ જાણવા મળ્યું નથી. 

No description available.

(તસવીર (સાભાર કિલી પોલ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી)

પીએમ મોદીએ પણ કરી હતી  પ્રશંસા
અત્રે જણાવવાનું કે બોલીવુડના ગીતો પર લીપ સિંક કરનારા કિલી પોલની તો પીએમ મોદી પણ પ્રશંસા કરી ચૂક્યા છે. તાન્ઝાનિયાના ભાઈ બહેન કિલી અને નીમા પોલ સોશિયલ મીડિયા સ્ટાર કહેવાય છે. ભારતીય ગીતો પર લીપ સિંકે તેમને અત્યંત લોકપ્રિય બનાવી દીધા. પીએમ મોદીએ પણ મન કી બાતમાં તેમનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હાલમાં જ ગણતંત્ર દિવસના અવસરે આપણા રાષ્ટ્રગાન જન મન ગન ગાતો તેમનો વીડિયો ખુબ વાયરલ થયો હતો. બંને ભાઈ બહેનને ખુબ બીરદાઉ છું. કિલી પોલને તન્ઝાનિયામાં ભારતીય દૂતાવાસમાં પણ સન્માનિત કરાયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news