Afghanistan: અસલ રંગમાં આવ્યું તાલિબાન, અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસોમાં જઈને કર્યું આ કામ
ભલે તાલિબાન (Taliban) ઉદારતા વર્તવાના ગમે તેટલા વચનો આપે પરંતુ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદથી એવા લોકોને વીણી વીણીને મારી રહ્યું છે જેમણે ભૂતકાળમાં તેમના વિરુદ્ધ કામ કર્યું હતું. જેમાં અફઘાની સૈનિકો, સરકાર સાથે જોડાયેલા લોકો સામેલ છે.
Trending Photos
કાબુલ: ભલે તાલિબાન (Taliban) ઉદારતા વર્તવાના ગમે તેટલા વચનો આપે પરંતુ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદથી એવા લોકોને વીણી વીણીને મારી રહ્યું છે જેમણે ભૂતકાળમાં તેમના વિરુદ્ધ કામ કર્યું હતું. જેમાં અફઘાની સૈનિકો, સરકાર સાથે જોડાયેલા લોકો સામેલ છે. આ બાજુ સરકારી ઈમારતો, સૈન્ય ઠેકાણા, વગેરે પર કબજો જમાવ્યાના અહેવાલો વચ્ચે એક ચોંકાવનારા સમાચાર એ આવ્યા છે કે તાલિબાની આતંકીઓ દૂતાવાસને પણ છોડી રહ્યા નથી.
ભારતીય દૂતાવાસોની તલાશી લીધી
તાલિબાની આતંકીઓએ બુધવારે કંધાર અને હેરાતમાં બંધ પડેલા ભારતીય વાણિજ્ય દૂતાવાસોની તલાશી લીધી. હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ તાલિબાનીઓએ દૂતાવાસના કબાટમાં રાખેલા દસ્તાવેજો ફંફોળ્યા અને પાર્કિંગમાં ઊભેલી કારોને લેતા ગયા. જો કે જલાલાલબાદ સ્થિત દૂતાવાસ અંગે જાણકારી મળી નથી. કહેવાય છે કે હક્કાની નેટવર્કના લગભગ 6000 જેટલા આતંકીઓએ કાબુલ પર કબજો જમાવી લીધો છે. આ આતંકીઓ આતંકવાદી સમૂહના પ્રમુખ અને તાલિબાનના ઉપ નેતા સિરાજુદ્દીન હક્કાનાના ભાઈ અનસ હક્કાનીના નેતૃત્વમાં કાબુલમાં કત્લેઆમ મચાવી રહ્યા છે.
સિરાજુદ્દીન હક્કાની આપી રહ્યો છે નિર્દેશ
સિરાજુદ્દીન હક્કાની ક્વેટામાં બેસીને નિર્દેશ આપી રહ્યો છે. એટલું જ નહીં પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈ અને એચસીએનઆરના અધ્યક્ષ અબ્દુલ્લા અબ્દુલ્લા સાથે વાતચીત થઈ રહી છે કે તેઓ તાલિબાન નેતા મુલ્લા અબ્દુલ ગની બરાદરને ઔપચારિક રીતે સત્તા સોંપી દે. અત્રે જણાવવાનું કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર તાલિબાન દ્વારા કબજો કરવાના ગણતરીના કલાકો પહેલા જ રાષ્ટ્રપતિ અશરફ ગની મોટી રકમ લઈને દેશથી ભાગી ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે